બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કેટરિના બાદ બોલીવુડની વધુ એક એક્ટ્રેસ બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી નજરે પડી, જુઓ Video

મનોરંજન / કેટરિના બાદ બોલીવુડની વધુ એક એક્ટ્રેસ બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી નજરે પડી, જુઓ Video

Published By: Shilpa Parmar

Last Updated: 03:38 PM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parineeti Chopra baby bump : પ્રેગ્નન્સીની ન્યુઝ જાહેર કર્યા બાદ પરિણીતી ચોપરાએ પહેલી વાર પોતાનો બેબી બંપ દેખાડ્યો છે, સાથે જ તેની યુટ્યુબ ચેનલને ફરીથી લોન્ચ કરીને પોતાનો એક વ્લોગ પણ અપલોડ કર્યો છે. જુઓ પરિણીતી ચોપરાનો વાયરલ વીડિયો.

પ્રેગ્નન્સીની જાહેરાત પછી પરિણીતી ચોપરા પહેલી વાર પબ્લિકમાં પોતાનો બેબી બંપ દેખાડતી નજરે પડી છે. લાંબા સમયથી સ્પોટલાઇટથી દૂર રહેલી પરિણીતી એ પોતાના ચાહકોને સરપ્રાઈઝ આપતાં આઠ મહિનાં પછી પોતાની યુટ્યુબ ચેનલ ફરીથી લોન્ચ કરી છે.

પરિણીતીનો પ્રેગ્નન્સી ગ્લો

લોન્ચિંગ વીડિયોમાં પરિણીતીનો પ્રેગ્નન્સી ગ્લો અને ક્યૂટ બેબી બંપ સ્પષ્ટ દેખાય રહ્યો છે, જેને જોઈને ફેન્સ ખુબ ઉત્સાહિત થઈ ગયા છે.

વીડિયોમાં પરિણીતી મજેદાર અંદાજમાં વ્લોગિંગ કરતી, પોડકાસ્ટ અજમાવતી અને કુકિંગ કરવાનો પ્રયત્ન કરતી દેખાઈ રહી છે. તેમણે મસ્તીભર્યા સ્વરમાં કહ્યું કે,

"વ્લોગિંગ કરવું બહારથી દેખાય એટલું સહેલું નથી."

પરિણીતીની એનર્જી અને સાદગીભર્યો અંદાજ વીડિયોને વધુ રિલેટેબલ બનાવે છે.

પ્રેગ્નન્સી જર્ની

આ પહેલા પણ પરિણીતી પોતાની પ્રેગ્નન્સી જર્નીની નાની - નાની પળ સોશિયલ મીડિયા પર શેર કરતી આવી છે. થોડા દિવસ પહેલાં તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે પોતાની ક્રેવિંગ્સ વિશે જણાવ્યું હતું. તેમણે ટામેટાનું સૂપ અને ચીઝ ટોસ્ટની તસવીર સાથે લખ્યું હતું

"ક્યારેક-ક્યારેક ડિનરમાં ફક્ત ટામેટાનું સૂપ અને ચીઝ ટોસ્ટ જોઈએ છે અને મને કોઈ રોકી શકતું નથી."

આ પોસ્ટ વાંચીને ચાહકોએ તેમને અનેક સુંદર કમેન્ટ્સ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

વધુ વાંચો : મા બનવા જઈ રહી છે કેટરિના કૈફ? ખુદ વિક્કી કૌશલે શેર કરી તસવીર, જુઓ Photo

પરિણીતી પોતાની પ્રેગ્નન્સી ફેઝનો પુરેપુરો આનંદ લઈ રહી છે અને પોતાના ચાહકોને દરેક અપડેટ સાથે જોડાઈ રાખવા માંગે છે. હવે જોવું રસપ્રદ રહેશે કે તેઓ આગળ પોતાના યુટ્યુબ ચેનલ પર શું નવું કન્ટેન્ટ લઈને આવે છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Parineeti Chopra vlog 2025 Parineeti Chopra baby bump Parineeti Chopra pregnancy glow

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ