બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / મા બનવા જઈ રહી છે કેટરિના કૈફ? ખુદ વિક્કી કૌશલે શેર કરી તસવીર, જુઓ Photo

મનોરંજન / મા બનવા જઈ રહી છે કેટરિના કૈફ? ખુદ વિક્કી કૌશલે શેર કરી તસવીર, જુઓ Photo

Published By: Vidhata Gothi

Last Updated: 02:08 PM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Katrina Kaif Pregnant: વિક્કી કૌશલ અને કેટરિના કૈફે આજે નવરાત્રિના બીજા દિવસે તેમના ચાહકોને ગુડ ન્યૂઝ આપી દીધા. આ કપલે તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી દીધી. કેટરિના કૈફ અને વિક્કી કૌશલે એક ફોટો પણ શેર કર્યો છે.

Katrina Kaif Pregnancy: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પછી બોલિવૂડના સૌથી પ્રિય કપલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલ (Vicky Kaushal-Katrina Kaif) પણ હવે તેમના જીવનના એક નવા તબક્કામાં પ્રવેશવા માટે તૈયાર છે. આખરે વિક્કી કૌશલ અને કેટરિના કૈફે ચાહકો સાથે ગુડ ન્યૂઝ શેર કરી દીધા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. લગ્નના ચાર વર્ષ પછી, વિક્કી અને કેટરિના હવે માતાપિતા બનવા જઈ રહ્યા છે. તેમને ચાહકો અને સેલિબ્રિટીઓ તરફથી અનેક અભિનંદન મળી રહ્યા છે.

ઘણા સમયથી મીડિયામાં કેટરિના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે અભિનેત્રીએ જાતે જ પોતાની પ્રેગ્નન્સી વિશે ખુલાસો કર્યો છે. તાજેતરમાં, જ્યારે કેટરિના કૈફ વિક્કી કૌશલ (Vicky Kaushal-Katrina Kaif) સાથે ફેરી દ્વારા અલીબાગ જઈ રહી હતી, ત્યારે સોશિયલ મીડિયા પર કેટરિના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ ઉઠી હતી. જો કે ત્યારે બંનેએ આ અંગે કોઈ જ ખુલાસો કર્યો ન હતો.

Katrina Kaif Pregnancy: મા બનવાની છે કેટરિના કૈફ

કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સુંદર પોસ્ટ શેર કરીને તેમના બેમાંથી ત્રણ થવાના સમાચાર શેર કર્યા છે. ફોટોમાં કેટરિના કૈફ વ્હાઇટ વી-નેકલાઇન બોડીકોન ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. જયારે વિક્કી તેની પત્નીના બેબી બમ્પને પકડીને પોઝ આપતો દેખાઈ રહ્યો છે.

આ ફોટોમાં વિક્કી અને કેટરિના ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. માતા બનવાની ખુશી અને પ્રેગ્નન્સીની ચમક કેટરિનાના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ કપલે ફોટો સાથે એક કેપ્શન લખ્યું, "ખુશી અને ગ્રેટીટ્યુડ સાથે, અમે અમારા જીવનનો શ્રેષ્ઠ અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ."

સેલિબ્રિટી આપી રહ્યા છે અભિનંદન

કેટરિના કૈફની પ્રેગ્નન્સી (Katrina Kaif Pregnancy) ની જાહેરાતની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ સારા સમાચાર જાણીને ચાહકો અને સેલિબ્રિટીઝ ખૂબ જ ખુશ છે અને કપલને અભિનંદન આપી રહ્યા છે. જાહ્નવી કપૂરે પણ કેટરિનાની પોસ્ટ પર આ કપલને ખાસ રીતે અભિનંદન આપ્યા, જેનાથી ઘણા ચાહકો ખુશ થઈ ગયા.

vtv app promotion

જણાવી દઈએ કે કેટરિનાની પ્રેગ્નન્સી ઘણા સમયથી ચર્ચામાં હતી. તાજેતરમાં, અભિનેત્રીના બેબી બમ્પ સાથેના કેટલાક ફોટો વાયરલ થયા હતા. ચાહકો આ ખુશખબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, અને આજે, વિક્કી અને કેટરિનાએ તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને બધા ચાહકોને ખુશ કરી દીધા છે.

આ પણ વાંચો: TVની અભિનેત્રીએ તમામ હદ વટાવી, પોતાની બેસ્ટ ફ્રેન્ડને કરી લિપ કિસ

લગ્નના ચાર વર્ષ પછી માતાપિતા બનશે કેટરિના-વિક્કી

કેટરિના અને વિક્કીએ (Vicky Kaushal-Katrina Kaif) ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, 2021માં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા. લગ્નના ચાર વર્ષ પછી, વિક્કી અને કેટરિના બેમાંથી ત્રણ થવાના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Katrina Kaif Pregnancy Vicky Kaushal Katrina Kaif Pregnant

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ