બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 42 વર્ષે ફરી ગૌહર ખાનના ઘરે પારણું બંધાયું, ફેન્સને આપી ખુશખબરી

મનોરંજન / 42 વર્ષે ફરી ગૌહર ખાનના ઘરે પારણું બંધાયું, ફેન્સને આપી ખુશખબરી

Published By: Shilpa Parmar

Last Updated: 03:33 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gauhar Khan pregnancy : 42 વર્ષની અભિનેત્રી ગૌહર ખાને ચાહકોને એક ખુશીના સમાચાર આપ્યા છે. ગૌહર ખાન ફરીવાર માં બની છે. જુઓ ગૌહર ખાનની વાયરલ પોસ્ટ.

પ્રખ્યાત અભિનેત્રી ગૌહર ખાનના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું છે. અભિનેત્રી ગૌહર ખાન 42 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની છે અને તેણે બીજા દીકરાને જન્મ આપ્યો છે. આ માહિતી તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી છે. તેણે 1 સપ્ટેમ્બરે પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે.

ગૌહરે શું પોસ્ટ કરી?

ગૌહરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના ચાહકોને ખુશખબર શેર કરી છે. ગૌહરે પોસ્ટમાં લખ્યું છે કે,

"તેમનો મોટો દીકરો જેહાન નાના ભાઈના આગમનથી ખૂબ જ ખુશ છે. "

ગૌહરે ચાહકોને વિનંતી કરી છે કે તેઓ હંમેશા તેમના પરિવારને પોતાનો પ્રેમ અને આશીર્વાદ આપતા રહે. ગૌહરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

ચાહકોએ આપી શુભેચ્છાઓ

ચાહકો તેમને બીજી વખત માતા બનવા બદલ ઢગલાબંધ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને નાનકડા બાળક પર પ્રેમ વરસાવી રહ્યા છે.

અહીં જુઓ ગૌહરની વાયરલ પોસ્ટ

ગૌહર ખાન

ગૌહર ખાનની વાત કરીએ તો, તેમણે વર્ષ 2020માં ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા. ગૌહરના લગ્નનો ઉત્સવ ઘણા દિવસો સુધી ચાલ્યો હતો. લગ્નના ત્રણ વર્ષ બાદ 2023માં ગૌહરે પોતાના પહેલા દીકરાને જન્મ આપ્યો હતો. હવે અભિનેત્રીએ બીજા દીકરાનું સ્વાગત કર્યું છે.

વધુ વાંચો: શિલ્પા શેટ્ટીને મોટો ઝટકો: આવ્યા રેસ્ટોરન્ટને તાળાં મારવાના દહાડા, મામલો 60 કરોડનો

ગૌહરના પરિવારમાં આ સમયે ખુશી અને ઉજવણીનો માહોલ છે. નાનકડા રાજકુમારને જન્મ આપીને તેમની ખુશીનો પાર નથી. ચાહકો હવે ગૌહરના નાનકડા રાજકુમારની પહેલી ઝલક જોવા માટે ઉત્સુક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gauhar Khan pregnancy Gauhar Khan husband Gauhar Khans son

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ