ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / મુંબઈ / શિલ્પા શેટ્ટીને મોટો ઝટકો: આવ્યા રેસ્ટોરન્ટને તાળાં મારવાના દહાડા, મામલો 60 કરોડનો
Last Updated: 12:54 PM, 3 September 2025
ADVERTISEMENT
Shilpa Shetty Bastian Restaurant : માયાનગરી મુંબઈ સ્થિતિ શિલ્પા શેટ્ટીની પ્રખ્યાત રેસ્ટોરન્ટ બૈસ્ટિયન (Bastian)ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શિલ્પા શેટ્ટી પોતાની રેસ્ટોરન્ટ બૈસ્ટિયન (Bastian) બાંદ્રા હવે બંધ કરવા જઈ રહી છે. અભિનેત્રી અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામની પોતાની વાર્તા દ્વારા આ નોંધનીય જાહેરાત કરી જેને લઈને રેસ્ટોરન્ટના ચાહકો અને મુંબઈની ફૂડ કલ્ચર સાથે જોડાયેલા લોકોમાં ચોંકી ગયા છે. નોંધનિય છે કે, તાજેતરમાં શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રા સામે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. રિપોર્ટ્સ અનુસાર આ કેસ બહાર આવ્યાના થોડા સમયમાં જ રેસ્ટોરન્ટ બૈસ્ટિયન (Bastian)ને બંધ કરવાની જાહેરાત થઈ છે.
ADVERTISEMENT
શિલ્પા શેટ્ટીએ લખ્યું, એક યાદગાર સફરનો અંત
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતાં લખ્યું કે, આ ગુરુવારે એક યુગનો અંત આવશે છે કારણ કે આપણે મુંબઈના સૌથી પ્રખ્યાત સ્થળોમાંના એક બૈસ્ટિયન (Bastian) બાંદ્રાને વિદાય આપી રહ્યા છીએ. આ સ્થાનને લાગણીસભર શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, એક સ્થળ જેણે અમને અસંખ્ય યાદો, અવિસ્મરણીય રાતો અને ક્ષણો આપી હતી જેણે શહેરની નાઇટલાઇફને આકાર આપ્યો હતો, તે હવે તેની છેલ્લી વિદાય આપી રહ્યા છે.
ADVERTISEMENT

વિદાયની સંધ્યાએ ‘આર્કેન અફેર’
ADVERTISEMENT
શિલ્પા શેટ્ટી અને ટીમ બૈસ્ટિયન પોતાના ખાસ ગ્રાહકો માટે "Arcane Affair" નામની એક ખાસ સાંજનું આયોજન કરી રહ્યા છે. આ વિદાયની સંધ્યા રેસ્ટોરન્ટના છેલ્લાં ક્ષણોમાં નોસ્ટાલ્જિયા, સંગીત અને સ્નેહભર્યું વાતાવરણ લાવશે. શિલ્પાએ ઉમેર્યું કે, આ વીધિ માત્ર એક અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે, કારણ કે બૈસ્ટિયનનો અનુભવ હવે નવા સ્વરૂપે "Bastian - At The Top" નામે આગળ વધશે.

ADVERTISEMENT
છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિવાદો
શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રાનું નામ તાજેતરમાં ફરી એકવાર વિવાદમાં આવ્યું છે, જ્યાં તેમની સામે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. રિપોર્ટ્સ અનુસાર આ કેસ બહાર આવ્યાના થોડા સમયમાં જ બૈસ્ટિયનને બંધ કરવાની જાહેરાત થઈ છે. નોંધનિય છે કે, બૈસ્ટિયન એક જાણીતા ફૂડ એન્ટ્રપ્રેન્યુર રણજીત બિન્દ્રા અને શિલ્પા શેટ્ટીનો સંયુક્ત પ્રોજેક્ટ હતો જે 2016માં લોન્ચ થયું હતું. રેસ્ટોરન્ટ ખાસ કરીને તેના ઇનોવેટિવ સી ફૂડ અને બોલિવૂડ સેલિબ્રિટીઝ વચ્ચેની લોકપ્રિયતાને કારણે ચર્ચામાં રહ્યું છે. અહીં સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ જેવા સ્ટાર્સે પોતાના લગ્ન પછીનું રિસેપ્શન પણ આયોજિત કર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભારતના પ્રસિદ્ધ ગાયક રાહુલ દેશપાંડેના છૂટાછેડા, 17 વર્ષના લગ્ન જીવનનો અંત
રેસ્ટોરન્ટ બૈસ્ટિયન (Bastian)નું બંધ થવું માત્ર એક વ્યાવસાયિક નિર્ણય નથી પણ એક સંસ્કૃતિક ઘટનાઓમાં પરિવર્તન પણ દર્શાવે છે. મેટ્રોપોલિટન શહેરો જેવા કે મુંબઈમાં આવા સ્થળોએ ફક્ત ખોરાક નહીં પણ યુવાનીની યાદગાર ક્ષણોનો અનોખો સંગમ હોય છે જેને ભવિષ્યમાં માત્ર યાદ કરી શકાય. ફૂડ લવર્સ અને બૈસ્ટિયનના ચાહકો માટે આ એક અંત હોવા છતાં આશા રાખી શકાય છે કે 'Bastian - At The Top' નવા સ્વરૂપે નવી ઊંચાઈઓ સર કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT