બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / નેટવર્થ 2,500,000,000, અનેક લક્ઝ્યુરીયસ કાર, ગોવાથી મોરેશિયસ સુધી દબદબો છે બોલીવુડના આ એક્ટરનો

મનોરંજન / નેટવર્થ 2,500,000,000, અનેક લક્ઝ્યુરીયસ કાર, ગોવાથી મોરેશિયસ સુધી દબદબો છે બોલીવુડના આ એક્ટરનો

Published By: Shilpa Parmar

Last Updated: 05:10 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડનો એક એવો અભિનેતા, જેણે બે દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની ફિલ્મો સતત ફ્લોપ જઈ રહી છે તેમ છતાં તેમની પ્રોપર્ટી વિશે જાણીને દંગ રહી જશો. જાણો કોણ છે તે ફેમસ એક્ટર અને કરોડોની સંપતિના માલિક?

આપણે જે બોલીવૂડ અભિનેતાની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ સૌના ફેવરિટ એવા અક્ષય કુમાર છે. તેમનો જન્મ 9 સપ્ટેમ્બર, 1967એ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમનું સાચું નામ રાજીવ હરિઓમ ભાટિયા છે.

અક્ષય કુમારના પિતા ભારતીય સેનામાં હતા. થોડા વર્ષો સુધી તેમનું કુટુંબ દિલ્હી રહ્યું અને પછી મુંબઈ આવી ગયું. અહીં તેમણે ડોન બોસ્કો સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ખાલસા કોલેજમાં પ્રવેશ લીધો.

માર્શલ આર્ટ્સથી મોડેલિંગ સુધીની સફર

અક્ષય કુમાર આઠમાં ધોરણમાં હતાં ત્યારથી જ તાઇક્વાન્ડોની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ બેંગકોક ગયા અને ત્યાં મય થાઈ શીખ્યા. ત્યાં રહેતાં રહેતાં તેમણે હોટલમાં શેફ અને વેઈટર તરીકે પણ નોકરી કરી. બેંગકોકથી પરત ફર્યા બાદ અક્ષયે મુંબઈમાં માર્શલ આર્ટ્સના ક્લાસ લેવાના શરૂ કર્યા. એ જ ક્લાસમાં તેમના એક વિદ્યાર્થી, જે ફોટોગ્રાફર હતાં, તેમણે અક્ષયને મોડેલિંગ કરવાની સલાહ આપી.

akshay-kumar-2

કરિયરની શરૂઆતમાં કરેલો નાનો રોલ

શરૂઆતમાં અક્ષયને મોડેલિંગમાં ખાસ સફળતા ન મળી. પોતાનો પોર્ટફોલિયો બનાવાવવા માટે તેમણે લગભગ 15 મહિના સુધી એક ફોટોગ્રાફર સાથે મફતમાં કામ કર્યું. પછી તેમને ધીમે ધીમે નાના પ્રોજેક્ટ મળવા લાગ્યા. અક્ષયને લાગ્યું કે હવે અભિનયમાં પણ હાથ અજમાવી શકાય. તેમને 1987માં મહેશ ભટ્ટની ફિલ્મ ‘આજ’માં એક નાનો રોલ મળ્યો, જેમાં તેઓ માર્શલ આર્ટ્સ ઈન્સ્ટ્રક્ટર બન્યા હતા.

અક્ષય કુમારની નેટવર્થ

અક્ષયકુમારની કુલ સંપત્તિ આશરે 2,500 કરોડ રૂપિયા ગણાવવામાં આવે છે. તેઓ એક ફિલ્મ માટે 60 કરોડ રૂપિયાથી લઈને 145 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. તેમના પાસે જુહુમાં 80 કરોડનું એક ડુપ્લેક્સ ઘર છે. આ સિવાય કેનેડાના ટોરોન્ટોમાં એક એપાર્ટમેન્ટ અને એક બંગલો છે. મોરીશસમાં દરિયા કિનારે એક બંગલો અને ગોવામાં એક સુંદર વિલા પણ છે.

લક્ઝરી કારનું કલેક્શન

અક્ષયકુમાર પાસે રોલ્સ રોયસ ફેન્ટમ, મર્સિડીઝ-બેન્ઝ જી.એલ.એસ., રેન્જ રોવર વોગ અને પોર્શ કેયેન જેવી અનેક લક્ઝરી કાર છે.

વધુ વાંચો : કટઆઉટ ગાઉનમાં અનન્યા પાંડેએ આપ્યા કિલર લૂક, PHOTOSમાં દેખાયો ગ્લેમરસ અવતાર

અક્ષયકુમાર હાલ જે ઘરમાં રહે છે, તે મુંબઈના જુહુમાં આવેલું છે. લગભગ 38 વર્ષ પહેલા જ્યારે તેઓ ત્યાં પોર્ટફોલિયોના ફોટોશૂટ માટે ગયા હતા ત્યારે એક ચોકીદારે તેમનું અપમાન કરીને ત્યાંથી બહાર કાઢી મૂક્યા હતા. હાલ અક્ષયે એ જ ઘર ખરીદી લીધું છે અને ત્યાં પોતાના પરિવાર સાથે રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Net Worth Akshay Kumar Property Akshay Kumar Fees

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ