બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Elon Musk TESLA Soon will enter India, preparations are in full swing

બિઝનેસ / ટૂંક સમયમાં Elon Muskની TESLAની ભારતમાં થશે એન્ટ્રી, તૈયારી પૂરજોશમાં, જાણો વિગત

Megha

Last Updated: 03:27 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર 30 લાખ રૂપિયાથી વધુની ઈલેક્ટ્રિક કાર પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં બેથી ત્રણ વર્ષની છૂટ આપવાનું વિચારી રહી છે. આવું થયું તો ટેસ્લા બે અબજ ડોલર સુધીનું રોકાણ કરી શકે છે.

  • ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં બિઝનેસ શરૂ કરી શકે છે.
  • ઈમ્પોર્ટ ડ્યૂટીમાં બેથી ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી શકે. 
  • ઈલેક્ટ્રિક વાહનોના ભાવ ઘટશે અને રોજગારીની તકો વધશે.

અમેરિકન ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદક ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં બિઝનેસ શરૂ કરી શકે છે. કેન્દ્ર સરકાર 30 લાખ રૂપિયાથી વધુની ઈલેક્ટ્રિક કાર પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં બેથી ત્રણ વર્ષની છૂટ આપવાનું વિચારી રહી છે. દેશમાં $40,000 થી વધુ કિંમતની કાર પર 100% આયાત કર છે. આ હેઠળ, ઓછી કિંમતની કાર પર 60% ઇમ્પોર્ટ ડ્યૂટી એટલે કે આયાત કર લાગુ થાય છે.

ડીલ ફાઇનલ જ સમજો! બસ આટલા રૂપિયામાં મળશે TESLA, ભારતમાં જ બનશે 5 લાખ કાર,  એલોન મસ્ક મોટું કામ કરવાની તૈયારીમાં | Tesla in India: Tesla's talks about  entry in India continue,

અહેવાલો અનુસાર, ટેસ્લાને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ફેક્ટરી સ્થાપવા ઓછો આયાત કર સૂચવવામાં આવી શકે છે. જો સરકાર ઇલેક્ટ્રિક વાહનોની આયાત પર 15% ટેક્સ ઘટાડે છે, તો ટેસ્લા બે અબજ ડોલર સુધીનું રોકાણ કરી શકે છે. સરકારની આ પહેલ વિદેશી ઓટોમોબાઈલ કંપનીઓને દેશમાં વાહનો બનાવવા માટે પ્રોત્સાહિત કરશે, જેનાથી ઈલેક્ટ્રિક વાહનોના ભાવ ઘટશે અને રોજગારીની તકો વધશે.

Tag | VTV Gujarati

જો કે દેશની ઓટોમોબાઈલ કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનોની આયાત પર ટેક્સ છૂટનો વિરોધ કરી રહી છે. ટેસ્લાની સાથે અન્ય દેશો પણ ચીની ઓટોમોબાઈલ કંપનીઓ પર ટેક્સ વધારવાની માંગ કરી રહ્યા છે. હાલમાં જ કંપનીના સીઈઓ એલોન મસ્કે કહ્યું છે કે જો ચીનની ઓટોમોબાઈલ કંપનીઓ પર વેપાર સંબંધિત નિયંત્રણો લાદવામાં નહીં આવે તો તે વિશ્વભરની ઓટોમોબાઈલ કંપનીઓ માટે ખતરો બની શકે છે. 

વધુ વાંચો: જાપાન-બ્રિટન મંદીમાં, અમેરિકા દેવાથી બેહાલ, તો શું હવે ભારત બનશે ગ્લોબલ ઇકોનોમીનું લિડર?

BYD તેની ઓછી કિંમતની ઇલેક્ટ્રિક કારના પ્રચાર અને પ્રસારને કારણે છેલ્લા ક્વાર્ટરમાં ટેસ્લાને પાછળ છોડીને સૌથી વધુ સંખ્યામાં EV વિક્રેતા ધરાવતી કંપની બની હતી. ટેસ્લાએ ગયા વર્ષે તેની ઇલેક્ટ્રિક કારના ભાવમાં ઘટાડો કર્યો હતો, પરંતુ તે BYDથી પાછળ રહી ગઈ હતી. આ સિવાય ટેસ્લાના માર્જિન પર પણ અસર થઈ છે. મસ્કે જણાવ્યું કે ચીનની ઓટોમોબાઈલ કંપનીઓને સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ