મહેસાણા બેઠક પર ઉમેદવાર મામલે કમલમમાં ભાજપનું મંથન ચાલી રહ્યું છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રભારી ઓમ માથૂર સાથે ચર્ચા કરી. ભાજપના ઉમેદવારની જાહેરાત મામલે નીતિન પટેલે જણાવ્યું કે ઉમેદવારો મુદ્દે કોઈ કોકડું ગૂંચવાયું નથી. ભાજપના બધા જ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે. જ્યારે આશાબેન મામલે કોઈ ચર્ચા ન થઈ હોવાનું જણાવ્યું.
Share
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી લડવા અંગે નીતિન પટેલનું નિવેદન
તો આ સાથે લોકસભાની ચૂંટણી લડવા અંગે જણાવ્યું કે હું નારાજ નથી. અમે લોકોને મનાવીએ છીએ. ચૂંટણી આવે ત્યારે આ સ્થિતિ સર્જાતી હોય છે. પાર્ટી જે કોઈ ચહેરાને ટિકિટ આપશે તે નેતા ચૂંટણી લડશે. હાલમાં કોઇ ચર્ચાઓ ચાલી રહી નથી.