બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:33 AM, 23 March 2024
ED raids on Gulab Singh Yadav : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દિલ્હીના અન્ય એક ધારાસભ્યના ઘરે પહોંચી હોવાની ચર્ચા શરૂ થઈ છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના મટિયાલાથી ધારાસભ્ય ગુલાબ સિંહના ઘરે દરોડા પાડવા માટે EDની ટીમ શનિવારે સવારે પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, ગુલાબ સિંહ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના પ્રભારી રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
ED raids underway at the premises of Delhi AAP MLA Gulab Singh Yadav: Sources
— ANI (@ANI) March 23, 2024
ADVERTISEMENT
EDની ટીમ શનિવારે સવારે મતિયાલાથી AAP ધારાસભ્ય ગુલાબ યાદવના ઘરે દરોડા પાડવા પહોંચી હોવાનાં અહેવાલ અનેક નેશનલ મીડિયામાં પ્રસારિત થયા છે. આ સાથે ન્યૂઝ એજન્સી ANIએ પણ સૂત્રોના હવાલાથી આ અંગે ટ્વિટ કર્યું છે. આ તરફ કાર્યવાહીને લઈ આપ પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે, EDની સતત કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે, તપાસ એજન્સી કેન્દ્ર સરકારના ઈશારે કામ કરી રહી છે, જેથી કોઈ નેતા કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવાજ ન ઉઠાવી શકે.
વધુ વાંચો: માયાવતીની આ ચાલે વધારી INDIA-NDA ગઠબંધનની મુશ્કેલી, સમજો ફોર્મ્યુલા
ADVERTISEMENT
નોંધનીય છે કે, બે દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને હવે અમારા ધારાસભ્યોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગુલાબ સિંહ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રભારી રહી ચૂક્યા છે. 2016માં તેમની છેડતીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ કાર્યવાહી કયા કેસમાં કરવામાં આવી રહી છે તે હાલમાં જાણી શકાયું નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.