બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Mayawati's move has increased the difficulty of the INDIA-NDA alliance

Lok Sabha Election 2024 / માયાવતીની આ ચાલે વધારી INDIA-NDA ગઠબંધનની મુશ્કેલી, સમજો ફોર્મ્યુલા

Priyakant

Last Updated: 08:43 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: બસપા દરેક સીટ પર જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને વધી રહી છે આગળ,  INDIA એલાયન્સ માટે જ નહીં પરંતુ NDA માટે પણ મુશ્કેલી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, UPમાં માયાવતીની એક ચાલે INDIA અને NDA ગઠબંધનની મુશ્કેલી વધારી દીધી છે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી જે વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યા છે તે INDIA અને NDA બંને ગઠબંધનમાં હલચલ મચાવી રહી છે. BSPએ હજુ સુધી તેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી નથી તેમ છતાં તે દરેક સીટના પાર્ટી પ્રભારીને જાહેર કરી રહી છે, જે BSPના ઉમેદવાર હોઇ શકે. આ યાદી પરથી સ્પષ્ટ થાય છે કે, માયાવતી માત્ર INDIA એલાયન્સ માટે જ નહીં પરંતુ NDA માટે પણ મુશ્કેલી ઊભી કરી રહી છે. 

BSPએ અત્યાર સુધી જે પ્રભારીઓને ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં પાંચ બેઠકો પર મુસ્લિમ, પાંચ બેઠકો પર બ્રાહ્મણ, ત્રણ પર દલિતો, બે OBC અને એક જાટ ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદી પર નજર કરીએ તો માયાવતીએ પાંચ બેઠકો પર મુસ્લિમ પ્રભારીઓ આપીને સપા-કોંગ્રેસના મતદારોમાં ખળભળાટ મચાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે તેમણે પાંચ બેઠકો પર ઉચ્ચ જાતિના ઉમેદવારો દ્વારા NDAના માર્ગમાં અવરોધો પણ ઊભા કર્યા છે. 

માયાવતીના પગલાથી મુશ્કેલી વધી
બસપા દરેક સીટ પર જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. પશ્ચિમ યુપીની ઘણી બેઠકોની જેમ, દલિત અને મુસ્લિમ સમીકરણને ધ્યાનમાં રાખીને દલિત અથવા મુસ્લિમ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નગીના અને સહારનપુર બેઠકો પર મુસ્લિમ અને દલિત મતદારોની સંખ્યા સૌથી વધુ છે, આ જોઈને નગીનાથી સુરેન્દ્ર પાલ અને સહારનપુરથી માજિદ અલીને આગળ કર્યા છે. કૈરાનામાં માયાવતીએ ક્ષત્રિય શ્રીપાલ રાણા પર દાવ ખેલ્યો છે. જેના દ્વારા દલિત-મુસ્લિમ સાથે ઉચ્ચ જાતિના મતદારોનું સામાજિક સમીકરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કારણ કે આ સીટ પર હિંદુ અને મુસ્લિમ વસ્તી સમાન છે. આગ્રામાં મોટી સંખ્યામાં દલિત મતદારો છે. આ પૈકી સૌથી વધુ જાટવ મતદારો પણ છે. અહીંથી બસપાએ પૂજા જાટવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

વધુ વાંચો: જો CAA લાગુ ના થયું હોત તો બંગાળમાં થઇ જાત મોટું નુકસાન, જાણો એ કઇ રીતે, હવે TMC ટેન્શનમાં

સોશિયલ એન્જિનિયરિંગ ફોર્મ્યુલા
એ જ રીતે ફતેહપુર સીકરીમાં બ્રાહ્મણ મતદારોને ધ્યાનમાં રાખીને રામનિવાસ શર્મા, ઉન્નાવમાં અશોક પાંડે અને કાનપુરની અકબરપુર બેઠક પરથી રાજેશ ત્રિવેદીનો ચહેરો આગળ મૂકવામાં આવ્યો છે. આ ત્રણેય બેઠકો પર બ્રાહ્મણ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે, બસપા સુપ્રીમો ફરી એકવાર સોશિયલ એન્જિનિયરિંગની ફોર્મ્યુલા પર આગળ વધી રહ્યા છે. આ ફોર્મ્યુલા દ્વારા તે એક વખત સત્તામાં પણ રહી ચૂક્યા છે. બસપા સુપ્રીમોના આ પગલાથી સપા અને ભાજપ બંનેની મુશ્કેલી વધી શકે છે. તેનું ઉદાહરણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળ્યું જ્યારે માયાવતીએ આવા ચહેરાઓ પર દાવ લગાવ્યો જે ઘણી સીટો પર સપાની હારનું કારણ બની ગયો. તેવી જ રીતે ઉચ્ચ જાતિના ઉમેદવારોને આગળ કરીને માયાવતી પણ આ વખતે NDAને નુકસાન પહોંચાડી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ