બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / Eat food sitting on the floor instead of a chair-table surprising benefits have come out in the research

મહત્વનું / ખુરશી-ટેબલ પર નહીં જમીન પર બેસીને કરો ભોજન, રિસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા ફાયદાઓ

Arohi

Last Updated: 05:19 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને ખાતા હતા. તેના પાચન સાથે ઘણા લાભ હોય છે. જમીન પર ભોજન કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારૂ રહે છે. ઘણા રિસર્ચમાં તેના અગણિત ફાયદા સામે આવે છે.

  • જમીન પર બેસીને કરો ભોજન
  • જાણો આ રીતે ભોજન કરવાના ફાયદા 
  • રિસર્ચમાં થયા ચોકાવનારા ખુલાસા

આજકાલની લાઈફસ્ટાઈલ ખૂબ જ બદલાઈ ગઈ છે. જેમાં જુની પરંપરા ભુલાતી જાય છે. પહેલા ભોજન બનાવવાની રીતથી લઈને ભોજન ખાવા સુધીની રીતો અલગ હતી. પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને ભોજન કરતા હતા. 

જે લોકો નીચે બેસીને ભોજન કરતા હશે તેમને તેનો આનંદ જરૂર ખબર હશે. મોટાભાગે દાદી-નાની પણ જમીન પર બેસીને જ ભોજન કરતા હતા. કારણ કે તેના ઘણા ફાયદા હોય છે. હાલમાં જ આ વાતનો ખુલાસો ઘણી સ્ટડીઝ અને રિસર્ચમાં થયો છે.

રિસર્ચમાં આ વાતનો પુરાવો મળ્યો કે જમીન અથવા ધરતી પર બેસીને ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારથી લાભ પહોંચાડે છે. આયુર્વેદ પણ આ વાતની પુષ્ટી કરે છે. આવો જાણીએ જમીન પર બેસીને ભોજન કરવાના ફાયદાઓ વિશે...

પાચનતંત્રમાં સુધાર 
સુખાસન એક યોગ મુદ્રા છે. જેમાં વ્યક્તિ પગને ક્રોસ કરીને જમીન પર બેસે છે. ભોજન પચાવવા માટે આ મુદ્રા સૌથી સટીક હોય છે. માટે સારા ડાયજેશન માટે તમારે જમીન પર બેસીને જ ભોજન કરવું જોઈએ.

હકીકતે જ્યારે આપણે ભોજન કરવા માટે થાળી જમીન પર મુકીએ છીએ ત્યારે ભોજન કરવા માટે આપણે શરીરને થોડુ આગળની તરફ લઈ જઈએ છીએ અને પછી આપણે ફરી મુળ સ્થિતિમાં આવી જઈએ છીએ. 

આના માટે શરીરે વારંવાર હલવું પડે છે જેનાથી પેટના મસલ્સનું સ્ટિમુલેશ થાય છે. જેનાથી પેટમાં ડાઈજેસ્ટિવ એન્ઝાઈમ્સનું સિક્રિશન વધે છે. જેનાથી ભોજન યોગ્ય રીતે પચવા લાગે છે. 

માઈન્ડ રિલેક્સ થાય છે
તમને જણાવી દઈએ કે જમીન પર બેસીને ભોજન કરવાને જો યોગ સાથે જોડવામાં આવે તો પદ્માસન અને સુખાસન ધ્યાન માટે આદર્શ મુદ્રાઓ છે. આ આસન મગરને સ્ટ્રેસમાંથી દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે આ મુદ્રાઓમાં બેસવાથી શરીરમાં ઓક્સીજનનો ફ્લો વધી શકે છે. 

કરોડરજ્જુ થાય છે મજબૂત 
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર જો તમે જમીન પર બેસીને ભોજન કરો છો તો તેનાથી તમારી કરોડરજ્જુ સ્વસ્થ્ય થાય છે. ત્યાં જ જો તમારી કરોડરજ્જુ કમજોર છે તો જમીન પર બેસીને જ ભોજન કરો. આ રીતે ભોજન કરવાથી જો તમે સ્થિર બેસો છો અને તમારી કરોડરજ્જુ પર દબાણ નથી પડતું. જમીન પર બેસવાથી તમારી સ્પાઈનનું ફોર્મોશન પણ સુધરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ