બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોન-ટેબલેટમાં Adsથી કંટાળ્યા છો? જાણી લો આ સિક્રેટ ટ્રીક મળી જશે કાયમી છૂટકારો

ટેકનોલોજી / ફોન-ટેબલેટમાં Adsથી કંટાળ્યા છો? જાણી લો આ સિક્રેટ ટ્રીક મળી જશે કાયમી છૂટકારો

Jinal Chauhan

Last Updated: 10:06 AM, 23 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ મોબાઇલમાં આવતી વારંવારની જાહેરાતો કારણે યુઝર્સ પરેશાન થઈ જાય છે.પણ Android ફોનમાં Ads બંધ કરવાની કેટલીક સરળ અને અસરકારક રીતો ઉપલબ્ધ છે.

આજકાલ મોબાઇલમાં આવતી જાહેરાતો (Ads) માત્ર માહિતી આપવાના માટે જ નથી રહેતી. ઘણી વખત એટલી વધુ અને જબરદસ્તી દેખાડવામાં આવે છે કે મોબાઇલ યુઝ કરવાનો મૂડ જ મરી જાય છે. ઘણી એપ્સ ખોલતા જ ફુલ-સ્ક્રીન Ads આવી જાય છે અને ક્યારેક તો બેક બટન પણ કામ કરતું નથી. ખાસ કરીને Android ફોનમાં આ સમસ્યા વધુ જોવા મળે છે કારણ કે ઘણી ફ્રી એપ્સ અને ગેમ્સ એડ્સ પર આધારિત હોય છે.

જી હાં, Adsથી આપણને નવા પ્રોડક્ટ અને સર્વિસ વિશે માહિતી મળે છે, પણ જો તે વારંવાર અને પરેશાન કરતી હોય તો તેને રોકવાના કેટલાક સરળ ઉપાયો પણ છે. ચાલો સહેલાઈથી સમજીએ.

Private DNS સેટ કરવું

સૌથી સરળ રીત છે Private DNS સેટ કરવું. Android 9 Pie પછી આ સુવિધા આપવામાં આવી છે અને તેમાં કોઈ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. સૌથી પહેલા ફોનનું Settings ખોલો. પછી સર્ચમાં DNS લખો. ત્યાં Private DNS અથવા Specified DNS નામનો વિકલ્પ મળશે. તેમાં Private DNS provider hostnameમાં dns.adguard.com લખીને સેવ કરી દો. એકવાર આ સેટિંગ ચાલુ થઈ જાય પછી મોટા ભાગની Ads અને પોપ-અપ આપમેળે બંધ થઈ જાય છે. જો કોઈ વેબસાઇટ ન ખૂલે તો આ સેટિંગ તાત્કાલિક બંધ પણ કરી શકાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ Playstore પર ગૂગલની કાર્યવાહી! 17 લાખથી વધુ ફ્રોડ એપ્લિકેશન કરી ડિલીટ

જો તમારે વધુ કંટ્રોલ જોઈએ તો AdAway નામની એપ મદદરૂપ બની શકે છે. પહેલા આ એપ માત્ર Root કરેલા ફોનમાં જ ચાલતી હતી પણ હવે Non-Root મોડ પણ ઉપલબ્ધ છે. આ એપ Ads બતાવતી વેબસાઇટ્સને બ્લોક કરી દે છે. તે ફ્રી અને ઓપન-સોર્સ છે અને GitHub પરથી ડાઉનલોડ કરી શકાય છે.

Blokada

બીજો વિકલ્પ Blokada છે. આ એપ પણ Ads બ્લોક કરે છે અને કેટલીક વખત DNS કનેક્શનને સુરક્ષિત પણ બનાવે છે. તેમાં તમે પોતે નક્કી કરી શકો કે કઈ વેબસાઇટ બ્લોક કરવી અને કઈ નહીં.

સાચું સેટિંગ અને યોગ્ય એપનો ઉપયોગ કરવાથી Android ફોન અને ટેબ્લેટમાં Adsથી ઘણી હદ સુધી છૂટકારો મળી શકે છે. આમ કરવાથી ફોન ઝડપથી ચાલે છે અને બેટરી તથા ડેટાની પણ બચત થાય છે. જો તમે મોબાઇલને રોકટોક વગર વાપરવા માંગો છો તો આ સરળ રીતો જરૂર અજમાવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AdAway app Private DNS setting block ads on Android
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ