બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Earthquake wakes up many countries: People run for their lives due to terrible tremors

ધરા ધ્રુજી / ભૂકંપના કારણે અનેક દેશોની ઊંઘ ઊડી: ભયંકર આંચકાના કારણે લોકો જીવ બચાવવા દોડ્યા, જાણો કેટલી રહી તીવ્રતા

Priyakant

Last Updated: 09:33 AM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર રવિવારે સવારે 02:14:52 વાગ્યે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 273 કિમી પૂર્વ ઉત્તરપૂર્વમાં ભૂકંપ

  • 12 જ કલાકમાં ત્રણ દેશોમાં ભૂકંપ
  • પાપુઆ ન્યુ ગિની, અફઘાનિસ્તાનમાં ભૂકંપ
  • જાપાનમાં પણ આવ્યા છે ભૂકંપના આંચકા 

દુનિયાના અનેક દેશોમાં ભૂકંપનાં સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન 12 જ કલાકમાં ત્રણ દેશોમાં ભૂકંપ આવ્યો છે. પાપુઆ ન્યુ ગિની, અફઘાનિસ્તાન અને જાપાનમાં ભૂકંપના સમાચાર છે. ભારતના પડોશમાં રવિવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા બાદ ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે તેના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર રવિવારે સવારે 02:14:52 વાગ્યે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 273 કિમી પૂર્વ ઉત્તરપૂર્વમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.

આ સાથે  પાપુઆ ન્યુ ગિનીના ન્યૂ બ્રિટન વિસ્તારમાં ધરતી ધ્રુજારીને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)ના અધિકારીઓએ સમાચાર એજન્સીને જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 6.5 માપવામાં આવી છે. હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. 

આ પહેલા શનિવારે જાપાનના હોક્કાઇડો ટાપુના પૂર્વ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં તુર્કી, સીરિયા, તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન, ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપ આવ્યા છે. તુર્કીમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં લગભગ 50 હજાર લોકોના મોત થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ