બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસની બાજી: કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનું ક્ષત્રિય સમાજે ભર્યું મામેરું, જુઓ વીડિયો

ચૂંટણી 2024 / બનાસની બાજી: કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનું ક્ષત્રિય સમાજે ભર્યું મામેરું, જુઓ વીડિયો

Last Updated: 10:03 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha Lok Sabha seat: ડીસા ખાતેના ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ગેનીબેનનું પરંપરાગત રીતે મામેરૂ ભરાયું હતું. ગેનીબેનને ચૂંદડી ઓઢાડી અને નારિયળ આપી મામેરૂ ભર્યુ હતું

લોકસભાની ચૂંટણી મતદાન તારીખ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન ડીસા ખાતે યોજાયું હતું. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમમાં બનાસકાઠામાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનું ક્ષત્રિય સમાજે મામેરૂ ભર્યુ હતું.

ક્ષત્રિય સમાજે ગેનીબેનનું મામેરૂ ભર્યું

ડીસા ખાતેના ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ગેનીબેનનું પરંપરાગત રીતે મામેરૂ ભરાયું હતું. ગેનીબેનને ચૂંદડી ઓઢાડી અને નારિયળ આપી મામેરૂ ભર્યુ હતું. તો બીજી તરફ મામેરૂ ભરવા બદલ ગેનીબેને ક્ષત્રિય સમાજના ભાઇઓના ઓવારણા લીધા હતાં. સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

શું છે બનાસકાંઠાનું ગણિત?

બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 7 પૈકી 4 બેઠકો ભાજપ પાસે છે જ્યારે 2 બેઠકો કોંગ્રેસ પાસે છે. એક બેઠક અપક્ષ માવજી દેસાઈ ભાજપને સમર્થન આપી ચૂક્યા છે. સાત બેઠકો પૈકી દાંતા સીટ સિવાય અન્ય તમામ સીટ સામાન્ય છે. દાંતા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકર વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. ધાનેરા બેઠક અપક્ષ પાસે છે, દાંતા બેઠક પણ કોંગ્રેસ પાસે છે. બાકીની ચાર બેઠકો ભાજપના કબજામાં છે.

વાંચવા જેવું: કોવિશીલ્ડ રસી લીધી હોય તો ડૉક્ટરની આ સલાહ માનજો, જાણો ડૉ.તુષાર પટેલે શું કહ્યું

અગાઉ આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી

સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2019 સુધીમાં કુલ 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે. 2013ની પેટાચૂંટણીમાં ભાજપે બનાસકાંઠા બેઠક પર ચોથી વખત જીત મેળવી હતી. ત્યારથી આ સીટ ભાજપના કબજામાં છે. આ બેઠક પર ભાજપે છ વખત જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 10 વખત જીત મેળવી છે. આ સીટ સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને પછી જનતા દળ એકએક વાર જીતી ચુક્યુ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ 3,68,296 વોટથી જીતી હતી. ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કોંગ્રેસને હરાવ્યા હતા, આ વખતે ભાજપે ફેરફાર કરીને રેખા ચૌધરીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ