બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / dunki box office collection day 2 shah rukh khan film second day prabhas salaar
Arohi
Last Updated: 08:34 AM, 23 December 2023
ADVERTISEMENT
શાહરૂખ ખાન સ્ટારર વર્ષ 2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડંકી' સિનેમાઘરોમાં ગુરૂવારે રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મને સારી ઓપનિંગ મળી પરંતુ બીજા દિવસે એટલે કે શુક્રનારે પ્રભાસની સાલારે સિનેમાઘરોમાં દસ્તક આપી. સાલારે આવીને ડંકીની બોક્સ ઓફિસ પર બેંડ બજાવી નાખી છે અને શાહરૂખ ખાનની આ ફિલ્મની બીજા જ દિવસે કમાણી ઘટી ગઈ.
ADVERTISEMENT
બીજા દિવસે 'ડંકી'ની કેટલી થઈ કમાણી?
શાહરૂખ ખાનની વર્ષ 2023ની શરૂઆતમાં પઠાણ સુપર-ડુપર હિટ રહી અને પછી જવાન વર્ષની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની. હવે કિંગ ખાને રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'ડંકી' સાથે સિનેમાઘરોમાં દસ્તક આપી છે.
આ ફિલ્મે ઓપનિંગ ડે પર 30 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યાં જ 'ડંકી'ને પ્રભાસની સાલારની સાથે ક્લેશ કરવું પડ્યું છે. સાલારે 95 કરોડના કલેક્શનની સાથે બમ્પર ઓપનિંગ કરી છે અને તેણે આવતાની સાથે જ 'ડંકી'ની કમાણીની રફ્તાર પણ ઓછી કરી નાખી છે.
હકીકતે 'ડંકી'ની રિલીઝના બીજા દિવસની કમાણીની શરૂઆતના આંકડા આવી ગયા છે. રિપોર્ટ અનુસાર 'ડંકી'એ રિલીઝના બીજા દિવસે 20 કરોડનું કલેક્શન કર્યું છે. તેની સાથે જ 'ડંકી'નું બે દિવસનું કુલ કલેક્શન હવે 49.20 કરોડ રૂપિયા થઈ ગયું છે.
વર્લ્ડવાઈડ કેટલી કમાણી?
શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીનો જાદુ દુનિયાભરમાં છવાયેલો છે. આ ફિલ્મને ઓવરસીઝમાં જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. ત્યાં જ ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણીની વાત કરવામાં આવે તો 'ડંકી'એ દુનિયાભરમાં 58 કરોડનું કલેક્શન કર્યું છે. મેકર્સે આ ફિલ્મનું એક પોસ્ટ શેર કરી આ જાણકારી આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.