બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / due to death of dilip kumar union cabinet meeting postponed

બેઠક / મોટા સમાચાર: દિલીપ કુમારના નિધન બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત

Published By: Arohi

Last Updated: 11:53 AM, 7 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલીપ કુમારના નિધનના કારણે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત

  • દિલીપ કુમારના નિધન બાદ મંત્રીમંડળની બેઠક સ્થગિત 
  • સવારે 11 વાગ્યે થનારી બેઠકને સ્થગિત કરી દેવામાં આવી
  • કેન્દ્રીય મંત્રીમંડળનું આજે સાંજે 6 વાગ્યે વિસ્તરણ થવાનું છે

કેન્દ્રીય મંત્રીમંડલની બુધવારે થવા જઈ રહેલી બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. તેની સાથે જ આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિની બેઠક પણ સ્થગિત કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ફિલ્મ અભિનેતા દિલીપ કુમારના નિધનના કારણે સવારે 11 વાગ્યે થનારી બેઠકને સ્થગિત કરી દેવામાં આવી છે. 

લાંબી બિમારી બાદ બોલીવુડના દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું નિધન થયું છે. બુધવારે સવારે 98 વર્ષની ઉંમરે દિલીપ કુમારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી દેશમાં તથા બોલીવુડમાં શોકની લહેર પ્રસરી છે. તેમને દાદા સાહેબ ફાળકે, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા અનેક સન્માનોથી સન્માનીત કરવામાં આવ્યા હતા. દિલીપ કુમાર વર્ષ 2000માં રાજ્યસભાના સભ્ય પણ બન્યા હતા. 

કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તાર આજે 
કેન્દ્રીય મંત્રીમંડળનું આજે સાંજે 6 વાગ્યે વિસ્તરણ થવાનું છે. જેમાં ઘણા મોટા ફેરફારની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મંત્રીમંડળમાં વિસ્તાર પહેલા કેન્દ્રીય કેબિનેટની આ મીટિંગ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડળ નવા ફેરફાર બાદ સૌથી યુવા મંત્રીમંડળ હોઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના મંત્રીની સરેરાશ ઉંમર સૌથી ઓછી હશે. આ ઉપરાંત મહિલાઓને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે.  

પીએમએ ફોન કરી સાયરા બાનુને સાંત્વના આપી 
પીએમ નરેન્દ્ર મોદીએ દિલીપ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે સાયરા બાનો સાથે ફોન પર વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. 

 

આ ઉપરાંત પીએમએ ટ્વીટ લખી કે દિલીપ કુમારજીએ ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ પ્રાપ્ત હતા. જેના કારણે દરેક ઉંમરના લોકો તેમના ફેન રહ્યા. તેમનું નિધન સાંસ્કૃતિક દુનિયા માટે મોટો ઝટકો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી દિલીપ કુમારને શ્રદ્ધાંજલી આપી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે દિલીપ કુમારના પરિવાર, મિત્રો અને ફેન્સના પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ. ભારતીય સિનેમા માટે દિલીપ કુમારના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે.  

રાજનાથ સિંહે દિલીપ કુમારને યાદ કરતા લખ્યુ કે...
રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલીપ કુમારને યાદ કરતા લખ્યુ કે દિલીપ સાહેબ એક અદભૂત કલાકાર હતા. જેમણે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અદૂભૂત કામ કર્યુ. ગંગા જમુનામાં તેમના પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Dilip Kumar PM Narendra Modi cabinet meeting કેબિનેટ બેઠક દિલીપ કુમાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી dilip kumar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ