બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drumstick tree is effective in controlling 300 minor and major diseases from head to toe.
Last Updated: 10:37 PM, 17 January 2024
ADVERTISEMENT
આપણી આસપાસ એવા ઘણા છોડ કે ઝાડ હોય છે કે જે બિમારીઓમાં સંજીવની જેવુ કામ કરે છે. જેથી આ ઝાડ-છોડનો ઉપયોગ આયુર્વેદમાં દવા બનાવવા માટે કરવામાં આવે છે. પણ ઘણા એવા ઝાડ હોય છે કે જેના વિશે આપણે જાણતા નથી અને તેને નજર અંદાજ કરી દઈએ છીએ. આવુ જ એક ઝાડ છે સરગવાનું ઝાડ. જેના પાન નાના-મોટી 300થી વધારે બિમારીઓમાં ફાયદો કરે છે. સરગવાના ઝાડના મુળ, ફળ, ફુલ સહિતની વસ્તુઓ દવામાં કામ આવે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે સરગવાના પાનથી આપણા શરીરને શું-શું ફાયદા થાય છે.
સરગવાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ, બળતરા વિરોધી ગુણો, પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટીડાયાબીટીક ગુણોથી ભરપૂર હોય છે. જે તમારી મોટાભાગની બિમારીનું સમાધાન કરી આપે છે. ખાસ કરીને સ્ત્રીઓની સમસ્યાઓ દૂર કરવા માટે સરગવાના પાન ખૂબ જ ફાયદાકારક છે.
ADVERTISEMENT

આ તત્વોથી આ રોગોમાં મળશે મદદ....
આયુર્વેદિક ડો. સર્વેશ કુમારે જણાવ્યું કે સરગવાના ઝાડમાં વિટામિન સી, એ, બી-કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, મેગ્નેશિયમ, સોડિયમ વગેરે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે આપણને સંધિવા, સાંધાનો દુખાવો, મચકોડ, સાયટિકા, આંખના રોગો, લકવો, તમામ પ્રકારના વાયુના વિકારો, પથરી, સ્થૂળતા, દાંતના રોગો, અસ્થમા, સોજો, ફોડલી, પિમ્પલ્સ, હૃદયરોગ અને પેટના રોગોમાં ફાયદાકારક થાય છે. આ સાથે જ સગર્ભા સ્ત્રીઓને જો કૃમિ, ઉલ્ટી, ઝાડા, કબજિયાત, બીપીની તકલીફ હોય તો તેને પણ ફાયદો કરે છે.
ADVERTISEMENT
સ્ત્રીઓ માટે આ ફાયદા થાય છે...
હોર્મોન્સનું સંતુલન
સરગવાના પાન સ્ત્રીઓમાં અસંતુલિત હોર્મોન્સનું સંતુલન બરાબર કરે છે.. ઘણી સ્ત્રીઓ થાઈરોઈડ, પીસીઓએસ જેવી સમસ્યાઓથી લડી રહી છે. આ રોગો હોર્મોનલ અસંતુલનને કારણે થાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે સરગવાના પાનનું દરરોજ સેવન કરવું જોઈએ.
પીરિયડ્સની સમસ્યાઓ
જો પીરિયડ્સ દરમિયાન પીડા, ખેંચાણ, સોજો અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ થતી હોય તો સરગવાના પાનનું સેવન કરવું. જે આપણા શરૂરમાં રહેલા પોષક તત્વોને બેલેન્સ કરે છે. આ પાંદડા પ્રોજેસ્ટેરોનનું સ્તર જાળવી રાખે છે, જે શરીરમાં એનિમિયાને દૂર કરે છે અને હિમોગ્લોબિનનું સ્તર પણ વધારે છે.
ADVERTISEMENT
થાક
થાકને દૂર કરવા માટે સરગવાના પાન ખૂબ જ ચમત્કારિક છે. મહિલાઓ કામને કારણે ખૂબ જ થાક અનુભવે છે. જેથી થાક ઓછો કરવા માટે સરગવાના પાનમાંથી બનેલી ચાનું સેવન કરવું જોઈએ.. આ પાનમાં આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ અને સી જેવા પોષક તત્વો હોય છે જે થાકને દૂર કરે છે.
વધુ વાંચો : વધારે પડતી આ વસ્તુ ખાતા હોય તો આજે બંધ કરી દેજો, નહીંતર એક જ ઝાટકે આવશે મોત, કેન્સર-હાર્ટ એટેકનો ખતરો
ADVERTISEMENT
હાડકાંને મજબૂત કરે
આ પાંદડાનો ઉપયોગ કરીને તમે હાડકાંની મજબૂતાઈ વધારી શકો છો. આ પાન કેલ્શિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે... જે હાડકાંને મજબૂત કરે છે. સાથે જ ઓસ્ટીયોપોરોસીસ અને હાડકાને લગતી બીમારીઓનું જોખમ પણ દુર રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.