બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / drinking lukewarm water will remove constipation health benefits

Health / ગરમ પાણી પીવાના ફાયદા: કબજિયાત જ નહીં તણાવથી લઈને વજન ઉતારવામાં પણ મળશે મદદ

Manisha Jogi

Last Updated: 10:22 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમ પાણી પીવાથી ઓવરઓલ હેલ્થમાં સુધારો થાય છે. ગરમ પાણી પીવાથી ફૂડનું બ્રેકડાઉન ઝડપથી થાય છે અને બાઉલ મૂવમેન્ટમાં સુધારો થાય છે. કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.

  • ગરમ પાણી પીવાથી ઓવરઓલ હેલ્થમાં સુધારો
  • ફૂડનું બ્રેકડાઉન ઝડપથી થાય છે
  • કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે

અલગ અલગ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ગરમ (હુંફાળું) પાણી પીવાથી ઓવરઓલ હેલ્થમાં સુધારો થાય છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર પાણીનું સીમિત માત્રામાં સેવન કરવાથી નાનું આંતરડુ ભોજનમાં રહેલ પાણીને અવશોષિત કરી લે છે, જેના કારણે શરીરમાં ડિહાઈડ્રેશનની પ્રોબ્લેમ થાય છે. સમય જતા આ તકલીફને કારણે શરીરમાં કબજિયાત થવા લાગે છે, જેથી બ્લોટિંગ જેવી પરેશાની થઈ શકે છે. ગરમ પાણી પીવાથી ફૂડનું બ્રેકડાઉન ઝડપથી થાય છે અને બાઉલ મૂવમેન્ટમાં સુધારો થાય છે. કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. 

ગરમ પાણી પીવાના ફાયદા (Benefits of Drinking Lukewarm water)
બોડી ડિટોક્સ

ગરમ પાણી પીવાથી શરીરમાં ગરમાવો આવે છે અને શરીરમાંથી પરસેવો છૂટવા લાગે છે. સ્કિન પોર્સ પર રહેલ ટોક્સિન ઝડપથી દૂર થાય છે અને પોર્સ ક્લીન થવા લાગે છે. પેટ પણ સાફ થાય છે. 

દુખાવાથી રાહત
ગરમ પાણી પીવાથી લોહીની ધમનીઓ  છૂટી પડે છે, જેથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. માંસપેશીઓનો દુખાવો થતો નથી અને મસલ્સ રિલેક્સ રહે છે. 

વજનમાં ઘટાડો
હુંફાળુ પાણી પીવાથી મેટાબોલિઝમમાં 40 ટકા વધારો થાય છે. અડધો કલાક તથા 40 મિનિટ સુધી ભૂખ લાગતી નથી. 

શરદીથી રાહત
વારંવાર શરદી થતી હોય અને સાઈનસની પ્રોબ્લેમ હોય તો હુંફાળા પાણીનું સેવન કરો. જેથી મ્યૂક્સ ઝડપથી મૂવ થાય છે, જેથી નાક બ્લોકેજની સમસ્યા થાય છે. 

તણાવ દૂર થાય છે
રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ગરમ પાણીનું સેવન કરવાથી ચિંતા અને તણાવથી રાહત મળે છે. જેથી મૂડ સારો રહે છે. 

ગરમ પાણીનું આ રીતે સેવન કરો
ભોજન કરતા પહેલા ગરમ પાણીનું સેવન કરવાથી ઓવર ઈટિંગથી બચી શકાય છે અને વજન ઓછું થાય છે. સવારે ભૂખ્યા પેટે ગરમ પાણીનું સેવન કરવાથી કબજિયાતથી આરામ મળે છે. તણાવ હોય ત્યારે ચા-કોફીની જગ્યાએ ગરમ પાણીનું સેવન કરવાથી તણાવ દૂર થાય છે. 

વધુ વાંચો: ઍલાર્મ વાગ્યા રાખે છતાં નથી ઊડતી ઊંઘ? અપનાવો આ ટિપ્સ, આપોઆપ ખૂલી જશે આંખો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ