બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / best tips to wake up early in the morning without any alarm

Wake Up Tips / ઍલાર્મ વાગ્યા રાખે છતાં નથી ઊડતી ઊંઘ? અપનાવો આ ટિપ્સ, આપોઆપ ખૂલી જશે આંખો

Manisha Jogi

Last Updated: 07:52 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોને એક જ ફરિયાદ રહે છે કે, સવારે વહેલા ઉઠી શકાતું નથી. લોકો અલાર્મ મુકીને સવારે વહેલા ઉઠવાની કોશિશ કરે છે, પણ અલાર્મ બંધ કરીને ધાબળામાં ફરી સુઈ જાય છે.

  • લોકો અલાર્મ મુકીને સવારે વહેલા ઉઠવાની કોશિશ કરે છે 
  • સવારે વહેલા ઉઠવા માટે ફોલો કરો આ ટિપ્સ
  • ઉઠવા માટે નહીં પણ રાત્રે સૂવા માટે અલાર્મ સેટ કરો

લગભગ તમામ લોકોને સવારે વહેલા ઉઠવાના ફાયદા વિશે ખબર હોય છે, તેમ છતાં લોકોને એક જ ફરિયાદ રહે છે કે, સવારે વહેલા ઉઠી શકાતું નથી. અલાર્મ મુકીને સવારે વહેલા ઉઠવાની કોશિશ કરે છે, પણ અલાર્મ બંધ કરીને ધાબળામાં સુવાનું પસંદ કરે છે. અહીંયા અમે તમને એવી ટિપ્સ આપી રહ્યા છીએ, જેથી તમે સવારે વહેલા ઉઠી શકશો. 

સવારે વહેલા ઉઠવાની ટિપ્સ

  • સવારે ઉઠવા માટે નહીં પણ રાત્રે સૂવા માટે અલાર્મ લગાવો. રાત્રે 9-10 વાગ્યાનો અલાર્મ લગાવો, જ્યારે પણ અલાર્મ વાગે ત્યારે સૂવા માટે જતા રહો. 
  • રાત્રે ઊંઘ ના આવે તો બુક વાંચો અથવા ડાયરી લખો.
  • સૂવા જાવ ત્યારે ઈલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ ના કરવો. ગેજેટ્સમાંથી જે પણ લાઈટ નીકળે તેના કારણે બ્રેઈનમાંથી નીકળતું મેલાટોનિન નામનું હોર્મોન રિલીઝ થતું નતી. મેલાટોનિન અંધારામાં રિલીઝ થાય છે, જેના કારણે ઊંઘ આવે છે. 
  • રાત્રે હળવો ખોરાક ખાવો. રાત્રે અનાજ ના ખાવું, ખીચડી અથવા ઓટ્સ ખાવા. 1 ગ્લાસ દૂધનું સેવન કરવું. ડિનર હંમેશા સૂવો તેના 2 કલાક પહેલા કરવું. 
  • ડીનર કર્યા પછી ચા-કોફીનું સેવન ના કરવું, નહીંતર રૂટીન ફોલો નહીં કરી શકો. 
  • અલાર્મ લગાવ્યા છતાં પણ ઉઠી શકતા નથી, તો જ્યારે પણ અલાર્મ વાગે ત્યારે લાઈટ કરી દેવી, જેથી સરળતાથી આંખ ઉઘડી જશે. 

વધુ વાંચો: ફેટી લિવર ઘટાડવા ફોલો કરો આ ટિપ્સ, લિવરની ચરબી થઇ જશે થોડા જ ટાઇમમાં ગાયબ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ