Drink & Drive complaint against Porbandar businessman Hariram Cham's son Dev
ક્રાઈમની કહાની /
પોરબંદરની એક યુવતીએ પોલીસને ફોન કરીને કહ્યું, મને બચાવો...મારો નંબર ટ્રેસ કરો
Team VTV10:44 PM, 31 Mar 21
| Updated: 10:45 PM, 31 Mar 21
અમદાવાદમાં હરીરામ ચમના પુત્ર દેવ સામે ડ્રિંક & ડ્રાઈવની ફરિયાદ નોંધાઇ છે. દેવે સાથે રહેલ મહિલા મિત્ર સાથે ગેરવર્તણૂક કરી હતી.
પોરબંદરના મોટા ઉદ્યોગપતિના પુત્રને લઇ મોટા સમાચાર
ઉદ્યોગપતિ હરીરામ ચમના પુત્રને લઇ વિવાદ
પુત્ર દેવ સામે ડ્રિંક & ડ્રાઈવની ફરિયાદ
પોરબંદરના મોટા ઉદ્યોગપતિના પુત્રને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. પોરબંદરના ઉદ્યોગપતિ હરીરામ ચમના પુત્રને લઇને વિવાદ સામે આવ્યો છે. અમદાવાદમાં હરીરામ ચમના પુત્ર દેવ સામે ડ્રિંક & ડ્રાઈવની ફરિયાદ નોંધાઇ છે. દેવે સાથે જે છોકરી હતી તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. મંગળવારે યુવતીએ અપહરણ થયાની કંટ્રોલમાં ફરિયાદ નોંધાવી હતી.
દેવ સાથે કારમાં યુવતીએ પોલીસને કહ્યું કે, મારો નંબર ટ્રેસ કરો
અમદાવાદ પોલીસને યુવતીએ કહ્યું, ફોન ટ્રેસ કરી મદદ કરો. મને મારવામાં આવી રહી છે. આમ તો પોલીસને રોજ અનેક ફોન આવતા હોય છે. પણ વહેલી સવારનો આ ફોન આવ્યા બાદ દોડાદોડી મચી હતી. ફોન પર મળેલી ફરિયાદ બાદ પોલીસે SG હાઇ-વે પરથી કારને શોધી પાડી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસે યુવતીને હેમખેમ છોડાવી હતી. પોલીસે દુરવ્યવહાર કરતા કાર ચાલકને દબોચ્યો હતા. કારચાલક નશામાં હોવાની માહિતી મળી હતી. યુવતીએ સમાધાન થયા બાદમાં પોલીસ સમક્ષ ફેરવી તોડ્યું હતું. અને યુવતીએ અપહરણ નહીં પણ ડ્રિન્ક & ડ્રાઈવની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસને ફોન આવ્યા બાદ આ રીતે મળી એક અજાણી કાર
યુવતીએ ફોન પર પોલીસની મદદ માગી ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઉગાભાઈ પોતાની ફરજ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. શનિવારની આ ઘટનામાં ઉગાભાઈને વાયરલેશ પર માહિતી આપવામાં આવી કે, એક યુવતીને કોઈ શખ્સે કારમાં કેદ કરી રાખ્યો છે. અને તેનું લોકેશન SG હાઈ-વે પર જાણવા મળ્યું છે. હાજર પેટ્રોલિંગ કરનારા પોલીસકર્મી ઉગાભાઈ પોલીસ વેન સાથે તપાસમાં નિકળી ગયા હતા. આ દરમિયાન જજીસ બંગ્લા રોડ પર ઉગાભાઈને એક સફેદ રંગની કાર પર શંકા ગઈ હતી. ઉગાભાઈ અને તેની સાથેના પોલીસ કર્મીઓ કાર પાસે પહોંચ્યા તો, કાર ચાલુ હતી.
કારની ડ્રાઈવિંગ સિટી પર બેસેલા વ્યક્તિએ પોલીસને જોઈ ગાડી લઈ ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે પોતાનું વાહનથી કારની આડે ઉભી કરી દીધી હતી. પોલીસને જે યુવતીની તલાશ હતી. તે આ કારમાં જ બેસેલી હતી. આ યુવતી પોરબંદરની વતની અને 23 વર્ષની હોવાનું સામે આવ્યું છે. તો કારની સીટ પર પોરબંદરના વતની અને હાલ મહારાષ્ટ્રમાં રહેતા હરીરામ ચમના પુત્ર હોવાનું સામે આવ્યું હતું.