બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / dream girl 2 trailer ayushmann khurrana ananya panday movie releasing on 25 august

Dream Girl 2 Trailer / ફરી વાર ‘પૂજા’ બનીને ચાહકોને એન્ટરટેઇનમેન્ટ કરાવશે આયુષ્યમાન ખુરાના, ‘ડ્રીમ ગર્લ 2’નું ટ્રેલર રિલીઝ

Bijal Vyas

Last Updated: 09:29 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાનકડા ટીઝર બાદ આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડ્રીમ ગર્લ 2 નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જુઓ ફની ટ્રેલર

  • ડાયરેક્ટર રાજ શાંડિલ્યએ જ ફિલ્મની સ્ટોરી લખી છે
  • ડ્રીમ ગર્લ 2 સિનેમાઘરોમાં 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે
  • આ ફિલ્મમાં અનેક કોમેડી નામી કલાકારો જોવા મળશે

Dream Girl 2 Trailer: આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડ્રીમ ગર્લ 2 નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આયુષ્માન ખુરાના ઘણા સમયથી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. 

અનન્યા પાંડેનો ફર્સ્ટ લૂક અને ફિલ્મનું નાનું ટીઝર બે દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં આયુષ્માન ખુરાના સાડીનો પલ્લુ લહેરાવતો જોવા મળ્યો હતો. હવે આ ફિલ્મનું ફની ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આયુષ્માન ખુરાના જે રીતે તેને ઘણી ફિલ્મોની સાથે આનું પ્રમોશન કરતો આવ્યો છે તે રીતે આ ફિલ્મ લોકોના મનમાં વસી ગઈ છે. 

નોંધનીય છે કે, આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે ઉપરાંત પરેશ રાવલ, અન્નુ કપૂર, વિજય રાજ, રાજપાલ યાદવ, સીમા પાહવા, ગોવર્ધન અસરાની, અભિષેક બેનર્જી, મનજોત સિંહ, મનોજ જોશી, સુદેશ લાહિરી અને અનુષા મિશ્રા જેવા ઘણા જાણીતા કલાકારો છે. ફિલ્મ આ તમામ કલાકારો કોમેડી જોનરમાં મોટું નામ ધરાવે છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે ફિલ્મમાં ધમાલ થવી તે વાત નક્કી છે.

ડ્રીમ ગર્લ 2 ટ્રેલર
લગભગ ચાર વર્ષ બાદ આયુષ્માન ખુરાના ફરી પૂજા તરીકે મોટા પરદે પાછો રહ્યો છે. ટ્રેલરમાં આયુષ્માન પૂજાનો ઢોંગ કરતો જોવા મળે છે. આ ટ્રેલર જોઈને પેટ પકડીને હસવુ આવશે, કારણ કે આ વખતે પૂજા માટે લગ્નના સંબંધો પણ આવી ગયા છે. ટ્રેલરમાં જોવા મળે છે કે પૂજા એટલે કે આયુષ્માન શાહરૂખ નામના છોકરા સાથે લગ્ન કરે છે.

રાજ શાંડિલ્ય દ્વારા નિર્દેશિત ડ્રીમ ગર્લ 2 ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનું લેખન પણ રાજે કર્યું છે. પહેલો ભાગ પણ રાજે જ ડિરેક્ટ કર્યો હતો. વર્ષ 2019માં આવેલી આ ફિલ્મે ચાહકોનું ઘણું મનોરંજન કર્યું હતું. પહેલા ભાગમાં નુસરત ભરૂચા આયુષ્માન સાથે જોવા મળી હતી. આ પહેલીવાર અનન્યા સાથે આયુષ્યમાનની જોડી બનવા જઈ રહી છે. ડ્રીમ ગર્લ 2, 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Dream Girl 2 Trailer અનન્યા પાંડે આયુષ્માન ખુરાના ટ્રેલર રિલીઝ ડ્રીમ ગર્લ 2 entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ