બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Draupadi brother dhrishtadyumna story

મહાભારત / પ્રતિશોધની જ્વાળાને શાંત કરવા જન્મ્યા પાંડવ સેનાપતિ અને દ્રોપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન

Published By: Noor

Last Updated: 03:49 PM, 22 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાભારતકાળના શક્તિશાળી યોદ્ધાઓમાં જેની ગણના થતી હતી તેમાં નીચે મુજબ યોદ્ધા હતા. અર્જુન, શ્રીકૃષ્ણ, ભીષ્મ, બલરામ, દ્રોણાચાર્ય, ભગદત્ત. આ એવા યોદ્ધાઓ હતા કે જેમણે યુદ્ધમાં કદી હારનો સ્વાદ ચાખ્યો જ નહોતો. તેઓની પાસે અનેક પ્રકારનાં દિવ્યાસ્ત્રો હતાં. યુદ્ધકલામાં નિપુણ હતા. મહાભારતનાં વર્ણન મુજબ તેઓ દેવતાઓને પણ હરાવવા માટે શક્તિમાન હતા. અર્જુન અને શ્રીકૃષ્ણે અનેક વખત દેવતાઓને હરાવ્યા હતા. ભગવાન શિવને પણ યુદ્ધમાં સંતુષ્ટ કર્યા હતા. ભીષ્મએ ભગવાન પરશુરામને પરાજિત કર્યા હતા. ભગદત્ત ઇન્દ્રના મિત્ર હતા, તેમણે અનેક વખત દેવાસુર સંગ્રામમાં દેવતાઓની સહાયતા કરી હતી.

  • મહાભારતકાળના શક્તિશાળી યોદ્ધાઓનો ઉલ્લેખ છે
  • જેમાં શ્રીકૃષ્ણ, ભીષ્મ, બલરામ, દ્રોણાચાર્ય, ભગદત્ત સામેલ છે
  • આ લોકોએ યુદ્ધમાં કદી હારનો સ્વાદ ચાખ્યો જ નહોતો

દ્રોણ વતી પાંડવ રાજકુમાર અર્જુને પાંચાલના રાજા દ્રુપદને હરાવ્યા હતા, જેમણે પછીથી તેમનું અડધું રાજ્ય લઈ લીધું અને તેમના પર ત્રાસ ગુજાર્યો હતો. દ્રોણ ઉપરનું વેર વાળવા માટે તેઓએ (દ્રુપદ) અગ્નિ-ભોગ (યજ્ઞ) કર્યો અને તેમને હરાવવા માટે એક સાધન પ્રાપ્ત કરે છે. યજ્ઞબલિની આ આગમાંથી સુંદર શ્યામવર્ણી યુવાન દ્રૌપદી તેના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી સાથે ઉદભવે છે. તેના શ્યામ વર્ણ માટે તેનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું, છતાં તે રાજા દ્રુપદની પુત્રી હોવાથી દ્રૌપદી તરીકે અને પાંચાલ નરેશને ઘરે ઊછરેલી હોવાથી પાંચાલી તરીકે વધુ ઓળખાઈ. તેનાં કુટુંબમાં દ્રુપદ (પિતા), શિખંડી (બહેન, પછી ભાઇ), દ્રૌપદી (બહેન) ધૃષ્ટદ્યુમ્ન, મહાભારતમાં દ્રૌપદીનો ભાઈ તથા પાંચાલ નરેશ દ્રુપદનો પુત્ર હતો. 

મહાભારતની કથા અનુસાર તેનો જન્મ દ્રોણને મારવા માટે થયો હતો. દ્રુપદ બાળપણમાં દ્રોણના સહપાઠી અને મિત્ર હતા. અભ્યાસકાળ દરમિયાન મિત્રતા વધતાં દ્રુપદે દ્રોણને રાજા બન્યા પછી અડધું રાજ્ય દેવાનું વચન આપ્યું. કાળક્રમે દ્રુપદ રાજા બન્યા અને દ્રોણની દરિદ્રતા વધવા પામી. એક વાર દ્રોણના પુત્ર અશ્વત્થામાએ દૂધ પીવા માટે જીદ કરી. અત્યંત દરિદ્રતાને લીધે ઘરમાં દૂધ નહોતું. આથી દ્રોણના પત્ની કૃપિએ પૌઆમાં પાણી નાખી અશ્વત્થામાને મનાવ્યા. આ જોઇ તેઓ વ્યથિત થયા અને કૃપિએ તેમને મિત્ર દ્રુપદ પાસેથી એક ગાય માગવા વિનવ્યા. પરંતુ દ્રોણ જ્યારે દ્રુપદ પાસે ગયા ત્યારે દ્રુપદે પોતાનું વચન પાળ્યું નહીં અને તેમનું અપમાન કર્યું. આમ દ્રોણ તેમના શત્રુ બન્યા. દ્રોણે હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષા આપી અને ગુરુ દક્ષિણામાં દ્રુપદને બંદિ બનાવવાની આજ્ઞા આપી. આથી પાંડવો દ્રુપદને બંદિ બનાવી લાવ્યા અને દ્રોણે તેને જીવનદાન આપી. તેની ગૌશાળામાં રહેલી અડધી ગાયો ઉપરાંત એક વધારાની ગાય લીધી.

દ્રુપદ પણ પ્રતિશોધની અગ્નિથી પિડાવા લાગ્યા અને તેમણે દ્રોણને મારી શકે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞમાંથી તેમને પુત્ર પ્રાપ્ત થયો. જેનું નામ ધૃષ્ટદ્યુમ્ન રાખવામાં આવ્યું અને જે પુત્રિ પ્રાપ્ત થઇ. તેનું નામ દ્રૌપદી પાડવામાં આવ્યું. ધૃષ્ટદ્યુમ્નએ મહાભારતના યુદ્ધમાં દ્રોણનો છળથી વધ કર્યો હતો. 

ભલે તેના જન્મનો ઉદ્દેશ દ્રોણનો વધ કહેવાતો હતો. એમ છતાં દ્રોણે યુવા રાજકુમારો સાથે યુદ્ધકળાની ઉચ્ચ તાલીમમાં જોડાવવા અનુમતિ આપી હતી. જ્યારે તેની બહેન દ્રૌપદી પાંચ બ્રાહ્મણોમાંના એકને વરી. જેણે સ્વયંવર જીત્યો હતો. ત્યારે તેને ગુપ્ત રીતે તે બ્રાહ્મણોનો પીછો કર્યો અને જાણી કાઢ્યું કે તેઓ ખરેખર તો પાંચ પાંડવ હતા. કૃષ્ણ અને અર્જુનની સલાહ માનીને ધૃષ્ટદ્યુમ્નને પાંડવ સેનાનો સેનાપતિ બનાવવામાં આવ્યો.

જ્યારે દ્રોણ કુરુ સેનાપતિ તરીકે પાંડવ સેનામાં મોટી સંખ્યામાં સંહાર મચાવવા માંડ્યા ત્યારે કૃષ્ણે યુધિષ્ઠિરને યોજના બનાવી દ્રોણનો અંત આણવાની સલાહ આપી. એ તો સર્વ જાણતા હતા કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્ર ઉગામેલાં છે ત્યાં સુધી કોઈ યોદ્ધા દ્વારા તેમનો નાશ કરવો શક્ય નથી આથી કૃષ્ણએ એવી સલાહ આપી કે દ્રોણનો પુત્ર યુદ્ધમાં માર્યો ગયો એવી ઘોષણા કરાય. આવી ખબર સાંભળી કમસે કમ દ્રોણ ક્ષણ માટે તો પોતાનાં હથિયાર હેઠાં મૂકશે જ. કૃષ્ણ અસાશ્વતતાની જીત માટે યુધિષ્ઠિર સમક્ષ આ જુઠાણાંને ઉચિત ગણાવે છે. યુધિષ્ઠિર આ વાત કેમ કરીને ન માનતાં ભીમ કૌરવ સેનાના જાણીતા અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે અને આનંદથી કિકિયારી પાડે છે અશ્વત્થામા માર્યો ગયો! અશ્વત્થામા માર્યો ગયો! આ ન માની શકવાથી અને ધર્મરાજ યુધિષ્ઠિર અસત્ય ન બોલે એ વિશ્વાસે તેમણે યુધિષ્ઠિરને પુછ્યું. યુધિષ્ઠિર તેમને કહે છે કે અશ્વત્થામા માર્યો ગયો છે અને સંપૂર્ણ જૂઠું ન બોલવા ન સંભળાય તેમ ગણગણે છે કોણ જાણે નર કે હાથી (અશ્વત્થામા હતા ન નરો વા કુંજરો વા) એક અન્ય આવૃત્તિ કહે છે કે યુધિષ્ઠિરે તે શબ્દો જોરથી જ કહ્યા હતા પણ તે શબ્દો બોલાયા ત્યારે જ કૃષ્ણે પોતાનો શંખ વગાડ્યો. જેથી દ્રોણને તે સંભળાયા નહીં. આ વાતની ખાતરી થતાં જ દ્રોણ પોતાનાં હથિયાર મૂકી દઈ ધ્યાન ધરી લે છે. આમ તો કથા અનુસાર દ્રોણનો આત્મા તો તેજ ક્ષણે ધ્યાન દ્વારા દેહ છોડી ગયો પણ ધૃષ્ટદ્યુમ્ન આ તક સાધી દ્રોણના રથ તરફ દોડ્યો અને તેમનું માથું ધડથી જુદું કરી દીધું.

સંકળાયેલા મુદ્દાઓ

Dharm Dhrishtadyumna Draupadi mahabharat Mahabharat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ