બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / dragon finally bowed china agreed on whos talk

કોરોના / અંતે ઝુક્યું ડ્રેગન, WHOની આ વાત પર ચીને પાડી હા

Published By: Krupa

Last Updated: 09:56 PM, 8 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી કોવિડ-19 મહામારીને લઇને કોઇ પણ પ્રકારની તપાસ માટે સ્પષ્ટ રીતે ઇનકાર કરનાર ચીન અંતે ઝુકી ગયું છે.

અત્યાર સુઘી કોવિડ 19 મહામારીને લઇને કોઇ પણ પ્રકારની તપાસ માટે સ્પષ્ટ રીતે ઇનકાર કરનાર ચીન અંતે ઝુકી ગયું છે. એને શુક્રવારે કહ્યું કે એ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ હેઠળ બનેલી પેનલથી 'ખુલ્લા, પારદર્શી અને સમાવેશી' તપાસ કરવવા માટે તૈયાર છે. એમાં કોરોનાવાયરસ મહામારીની વૈશ્વિક પ્રતિક્રિયાને લઇને સમીક્ષા કરવામાં આવશે. 

હુઆએ કહ્યું કે આ સમીક્ષા WHOના પ્રમુખ ટેડ્રોસ એડહોમ ઘેબ્રેયેસસના નેતૃત્વમાં કરવામાં આવી જોઇએ. ચીન પર કોવિડ-19ની ઉત્પત્તિની પારદર્શી તપાસ કરાવવાને લઇને વૈશ્વિક દબાણ છે, કારણ કે આ વાયરસ એક વૈશ્વિક મહામારી બની ગયો છે જેના કારણએ અમેરિકા સહિત ઘણા યૂરોપીય દેશોમાં બે લાખથી વધારે લોકોના મોત થયા છે. દુનિયામાં આ વાયરસે સૌથી વધારે હાહાકાર અમેરિકામાં મચાવ્યો છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપે વારંવાર એને 'વુહાન વાયરસ' કહેતા તપાસની માંગણી કરી છે અને આરોપ લગાવ્યો છે કે WHO ચીનને લઇને પક્ષપાતી છે. ટ્રંપે કહ્યું કે વાયરસ વુહાનમાં એક પ્રયોગશાળામાં પેદા થયો છે. એને અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. જો કે ચીને આ આરોપને ફગાવી દીધો છે. 

ઑસ્ટ્રેલિયા, કેનેડા, યૂકે અને જર્મનીએ પણ વાયરસને લઇને સ્વતંત્ર તપાસ માટે માંગણી કરી છે. કારણ કે ઘણા વિશેષજ્ઞોએ અનુમાન લગાવ્યું છે કે WHO ને 31 ડિસેમ્બર, 2019એ ચીન દ્વારા એની જાણકારી આપવાથી ઘણા સમય પહેલા આ વાયરસ પૈદા થઇ ગયો હતો. 

આ વાયરસથી ચીનમાં 82,886 લોકો સંક્રમિત થયા અને 4633 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે વૈશ્વિક મોતનો આંકડો 269584થી વધારે થઇ ગયો છે અને 38 લાખથી વધારે લોકો સંક્રમિત થઇ ગયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

China dragon world કોરોના વાયરસ ચીન ડ્રેગન corona

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ