બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Dr Vaishali suicide case Police read the deceased's suicide note to the family

તપાસ / ડૉ.વૈશાલી આપઘાત કેસ: પોલીસે મૃતકની સ્યૂસાઈડ નોટ પરિવારજનને વાંચી સંભળાવી, ડેભારી જઈ નિવેદન લીધા

Dinesh

Last Updated: 10:31 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદ પોલીસ વૈશાલી જોશીના વતન ડેભારી ખાતે પહોંચી હતી. ડેભારીમાં પોલીસે વૈશાલી જોશીના પરિવારજનોના નિવેદન લીધા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે 5 દિવસ પહેલાં મહિલા ડૉક્ટર વૈશાલી જોશીએ આપઘાત કર્યો હતો. આ ઘટનાના છઠ્ઠા દિવસે અમદાવાદ પોલીસ વૈશાલી જોશીના વતન ડેભારી ખાતે પહોંચી હતી. ડેભારીમાં પોલીસે વૈશાલી જોશીના પરિવારજનોના નિવેદન લીધા હતા. 

અમદાવાદ પોલીસ પહોંચી ડેભારી
વૈશાલી પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટ વૈશાલીના પરિવારજનોને વંચાવી હતી. ત્યારે હવે વૈશાલીનો પરિવાર સાસાજિક આગેવાનો અને પરિવારજનો સાથે ચર્ચા કરીને PI ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે, વૈશાલીના આપઘાત બાદ એક સ્યૂસાઈડ નોટ મળી હતી. જેમાં PI ખાચરના નામનો ઉલ્લેખ હતો. આ ઘટના બન્યા બાદ PI ખાચર પણ ફરાર છે. જેથી મૃતકના પરિવારજનો PI ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે.

પોલીસે અગાઉ 8 લોકોના નિવેદન લીધા હતા
મહિલા તબીબના આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ કરી છે. પોલીસે અત્યાર સુઘી 8 લોકોના નિવેદન લીધા હતા. જેમાં મહિલા ડોક્ટરના રૂમમેટ અને સહકર્મીઓની પણ પૂછપરછ કરાઈ હતી.  PI ખાચર અને મહિલા તબિબનો ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયો હતો.  અત્રે જણાવીએ કે, છેલ્લા 5 વર્ષથી તેઓ પ્રેમ સબંધ હતો. ખાચરએ 6 માસ પહેલા સંબધ તોડી નાખતા મહિલા તેમનો સંપર્ક કરી રહી હતી. 

Doctor girl committed suicide by injection in Ahmedabad crime branch

વાંચવા જેવું: 'કડીમાં કોણ ચાલે અને ન ચાલે તે તમને નહીં મને ખબર' નીતિન પટેલનું સૂચન નિવેદન

જાણો સમગ્ર મામલો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ પરિસરમાં ર્ડાક્ટર વૈશાલી જોશીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક ર્ડાક્ટરનાં પર્સમાંથી 15 પેજની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ બી.કે.ખાચર વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ પીઆઈ  ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતા. ત્યારે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ તેમજ મૃતક વચ્ચે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. વૈશાલીબેનની મુલાકાત અને આપઘાત બાબતને લઈ પોલીસ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ આપઘાતનું સાચુ કારણ જાણવા મળી શકે છે. ત્યારે હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ