બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Nitin Patel suggestive statement 'You don't know who walks and who doesn't walk in Kadi'

મહેસાણા / 'કડીમાં કોણ ચાલે અને ન ચાલે તે તમને નહીં મને ખબર' નીતિન પટેલનું સૂચન નિવેદન

Dinesh

Last Updated: 09:38 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: નીતિન પટેલે કહ્યું કે, મેં આ વખતે કિધું કે, ચૂંટણીમાં ભરતને મદદ કરો પણ આ લોકો કહે કે, ભરત ન ચાલે, તો બીજુ કોણ ચાલે ?

મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રદેશ અને નવા નેતૃત્વને લઇને સૂચક નિવેદન કર્યું છે. તેમણે કડી ખાતેના એક કાર્યક્રમમાં કહ્યું કે, તમે આજકાલના આવેલા કડીને લઇ તમને કંઇ ખબર નથી હું અભિમાન નથી કરતો પણ કડીમાં કયો કાર્યકર ક્યા ચાલે અને કયો કાર્યકર કયા ન ચાલે તેની મારાથી વધારે કોઈને ખબર ન પડે. કોઇના NA નહીં કરી આપવાના,ચમચાગીરી નહીં કરવાની. વધુમાં નિતિન પટેલે કહ્યું કે, અમુક લોકોને ઘરનો શિરો ખિચડી જેવો લાગે અને પારકાની ગંધાતી ખિચડી માવા જેવી લાગે છે.

 

"મારાથી વધારે કડી વિશે કોઇને ન ખબર પડે"
નીતિન પટેલે કહ્યું કે, મેં આ વખતે કિધું કે, ચૂંટણીમાં ભરતને મદદ કરો પણ આ લોકો કહે કે, ભરત ન ચાલે, તો બીજુ કોણ ચાલે ? વધુમાં તેમણે કહ્યું કે, તમે આજ કાલના આવેલા તમે આજકાલના કડીને જાણતા થયેલા કડીમાં તમને કંઈ ખબર નહી અને તમે અમને શીખામણ આપશે કયો ચાલશે કયો નહી ચાલે.  કડીમાં કયો કાર્યકર કયાં ચાલે અને કયો કાર્યકર ક્યાંય ન ચાલે તે ખબર મારા જેટલી કોઈને નહી આ અભિમાનની વાત નથી. 

વાંચવા જેવું: લોકસભા ચૂંટણી: ગુજરાતમાં કોંગ્રેસે 7 ઉમેદવાર કર્યા જાહેર, બનાસકાંઠા ગેનીબેને ટિકિટ, જુઓ લિસ્ટ

નીતિન પટેલના નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો
નીતિન પટેલ જાહેર કાર્યક્રમમાં કહ્યું કે, કાર્યકર વિશે તટસ્ટતાથી કહેવાનું હોય તો હું કઈ શકું છું તેમાં ચમચાગીરી નહી કરવાની. તેમણે કહ્યું કે, મારામાં કંઈ લેવાનું નથી, મેં સામેથી જાહેર કરી દીધું છું કે, હું ઉમેદવાર નથી.  તેમણે એમ પણ કહ્યું કે, સાચા હંમેશા આપણા પડખે રહ્યાં છે તેમજ ભગવાનના આશીર્વાદ પણ આપણી પડખે રહ્યાં છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ