બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Lok Sabha Election Congress announces 6 candidates in Gujarat, ticket to Banaskantha Ganiben

BIG BREAKING / લોકસભા ચૂંટણી: ગુજરાતમાં કોંગ્રેસે 7 ઉમેદવાર કર્યા જાહેર, બનાસકાંઠા ગેનીબેને ટિકિટ, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 08:22 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે

લોકસભા ચૂંટણીની જાહેરાત ગમેત્યારે થઈ શકે છે. ત્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે બીજી યાદી પણ જાહેર કરી છે. જેમાં ગુજરાતની કેટલીક બેઠકો પરના ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જેમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે 

ગુજરાતના કોંગ્રેસના 7 ઉમેદવારોના નામની જાહેર
બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને મળી ટિકિટ
અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ
અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ
બારડોલીથી સિધાર્થ ચૌધરીને મળી ટિકિટ
વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર
પોરબંદરથી લલિત વસોયાને મળી ટિકિટ

કચ્છથી નીતિશ લાલણને ટિકિટ મળી 


કોની કોની વચ્ચે જામશે જંગ

  • બનાસકાંઠા 

ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે

  • અમદાવાદ (પ)

ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે ચૂંટણી જંગ જામશે

  • બારડોલી 

ભાજના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રસના સિધાર્થ ચૌધરી ચૂંટણી લડશે

  • પોરબંદર

ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસના લલિત વસોયાને ટિકિટ મળી છે

  • કચ્છ

ભાજપમાં વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલણ ચૂંટણી લડશે


 

કોંગ્રેસે 3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી
બીજી યાદીમાં કોંગ્રેસે 3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી છે. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાનના ઝાલોર અને કમલનાથના પુત્ર નકુલ નાથને એમપીના છીંદવાડાથી તો આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગાઈને ટિકિટ આપી છે. 

વાંચવા જેવું: એફિડેવિટમાં ભૂલ અને વિલંબ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, કહ્યું 'આ બેદરકારી નહીં ચલાવી લેવાય'

કોંગ્રેસની પ્રથમ યાદી 39 ઉમેદવારોની હતી 
કોંગ્રેસની પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામો હતાં. દિલ્લી,છત્તીસગઢ,તેલંગાણા માટેના ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.  કર્ણાટકા,કેરળ,મણિપુર,મેઘાલયા અને ત્રિપુરા, સિક્કિમ અને લક્ષ્યદ્વીપથી કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. અત્રે જણાવીએ કે, પહેલી યાદીમાં ગુજરાતના એકપણ ઉમેદવારોના નામ જાહેર કરાયા ન હતા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ