બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / Dr manoj soni first gujarati chairman upsc

ગર્વ છે / UPSCના ચેરમેન પદે નિયુક્ત થનારા પ્રથમ ગુજરાતી ડૉ. મનોજ સોની, ત્રણ વખત રહી ચૂક્યા છે કુલપતિ

Hiren

Last Updated: 07:20 PM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિયન પલ્બિક સર્વિસ કમિશન(UPSC)ના ચેરમેન તરીકે ડૉ. મનોજ સોનીની નિમણૂંક કરવામાં આવી છે.

  • UPSCના ચેરમેન પદે ડૉ. મનોજ સોનીની નિયુક્તિ
  • પૂર્વ ચેરમેન પ્રદીપ કુમાર જોશીની જગ્યા કરાઈ નિમણૂંક
  • રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસ બાદ થશે કાયમી નિયુક્તિ

Union Public Service Commissionના ચેરમેન પદે નિયુક્ત થનારા પહેલા ગુજરાતી બન્યા ડૉ. મનોજ સોની. તેઓ પૂર્વ ચેરમેન પ્રદીપ કુમાર જોશીની જગ્યા લેશે. તેમનો કાર્યકાળ 27 જૂન 2023 સુધી રહેશે.

ડૉ. મનોજ સોની કોણ છે અને તેનો શું હતો કાર્યકાળ ?

17 ફેબ્રુઆરી 1964ના રોજ મનોજ સોનીનો જન્મ થયો હતો અને હાલ તેઓ UPSCના સભ્ય છે. ડૉ. મનોજ સોની ત્રણ વખત કુલપતિ રહ્યા છે. જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ તરીકે 2 કાર્યકાળ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના કુલપતિ તરીકે એક કાર્યકાળ સામેલ છે. જ્યારે ડૉ.સોનીએ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરાનો કાર્યભાર સંભાળ્યો, તો તેઓ ભારત અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સૌથી નાની ઉંમરના કુલપતિ હતા.

ચેરમેન તરીકે ડૉ. મનોજ સોનીની નિયુક્તિ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નેધરલેન્ડનો પ્રવાસ પૂર્ણ થયા બાદ થશે. ડૉ. સોનીને અનેક પુરસ્કાર અને સન્માન મળ્યા છે. રાજકીય વિજ્ઞાનના વિદ્વાન ડૉ.સોનીએ 1991 અને 2016ની વચ્ચે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાં આતંરરાષ્ટ્રીય સંબંધ અભ્યાસમાં વિશેષજ્ઞતાની સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોનું અધ્યયન કર્યું છે. 

તેમણે ભૂતકાળમાં ઉચ્ચ શિક્ષા અને લોક પ્રશાસનના કેટલાક સંસ્થાનોના શાસન બોર્ડોમાં કામ કર્યું છે. તેઓ ગુજરાત વિધાનસભા અધિનિયમ દ્વારા રચાયેલા અર્ધ-ન્યાયિક ચૂંટણીના સભ્ય પણ હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ