ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Do's and Don'ts with Low Back Pain

ચેતવણી / જો કરોડરજ્જુમાં દુ:ખાવો થતો હોય તો અત્યારથી જ થઈ જજો સાવધાન નહીંતર...

Published By: Kavan

Last Updated: 09:18 PM, 16 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનવ શરીરના દરેક અવયવોની પોતાની આગવી વિશેષતા હોય છે. જો તેમાંથી કોઈ એક પણ ખરાબ થાય અથવા તેમાં કોઈ પ્રકારની સમસ્યા સર્જાય તો તેની અસર આખા શરીર પર પડે છે. દુનિયામાં માણસોના કેટલાક અંગો માટે ખાસ દિવસો પણ નક્કી કરવામાં આવ્યા છે. આ ખાસ દિવસે શરીરના તે અંગ પ્રત્યે વ્યાપક જાગૃતિ લાવવાનું કાર્ય પણ કરવામાં આવે છે. સમગ્ર દુનિયામાં 16 ઓક્ટોબરે ‘વર્લ્ડ સ્પાઇન ડે’ ઉજવવામાં આવે છે.

ADVERTISEMENT

  • કરોડરજ્જુની સમસ્યા સામે રહો સાવધાન
  • વિશેષ કાળજી રાખવાથી ઓપરેશન વગર સારવાર શક્ય 

સમગ્ર વિશ્વમાં કરોડરજ્જુના રોગો અંગે જાગૃતિ ફેલાવવા માટે 16 ઓક્ટોબરને વર્લ્ડ સ્પાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. વિકલાંગતાના મુખ્ય કારણોમાં કરોડરજ્જુની વિકૃતિઓ કે બીમારીઓ રહેલી છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરાઇ ઉજવણી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ વર્ષે આજનો દિવસ #GetSpineActiveના સંદેશ સાથે પોતાની સારી સંભાળ રાખીને કરોડરજ્જુના દુ:ખાવા અને વિકલાંગતાને રોકવા માટે તમામ ઉંમરના લોકોને જાણ, શિક્ષિત અને પ્રેરિત કરવા માટે રાખવામાં આવ્યો છે.

કમ્પ્રેસિવ માયલૉપેથી નામની બીમારી કરોડરજ્જને બનાવે છે સંકુચિત

કમ્પ્રેસિવ માયલૉપેથી નામની બીમારી સ્પાઈન (કરોડરજ્જુ)ના હાડકાંને સંકુચિત કરીને તેમે નબળી બનાવે છે. કમ્પ્રેસિવ માયલૉપેથી નામની બીમારી સામાન્ય રીતે પચાસ વર્ષની ઉંમર પછી શરૂ થાય છે, પરંતુ ઘણા કારણો એવા પણ છે જેના લીધે આ બીમારી નાની ઉંમરે પણ સમસ્યાનું કારણ બની શકે છે. કમરથી લઈને માથા સુધી જનારી કરોડરજ્જુના હાડકાના દુખાવાને જ સ્પૉન્ડિલાઇટિસ કહેવાય છે. 

પીડા ઉપરથી નીચે તરફ જાય 

આ એવી પીડા છે જે કેટલીક વખત નીચેથી ઉપરની તરફ અને ક્યારેક ઉપરથી નીચે તરફ આગળ વધે છે. સર્વાઈકલ સ્પૉન્ડિલાઇટિસ સંબંધિત સમસ્યાઓને કારણે જ્યારે સ્પાઈનલ કેનાલ સંકોચાય જાય છે, ત્યારે સ્પાઈનલ કૉર્ડ પર દબાણ ખૂબ વધે છે. આ ઉપરાંત આ રોગના અન્ય ઘણા કારણો પણ છે, જેમ કે સંધિવા ગળાના સાંધાને નુકસાન પહોંચાડે છે. સંધિવા સામાન્ય રીતે ગરદનના ઉપરના ભાગમાં થાય છે. 

કરોડરજ્જુની સમસ્યાની પ્રતિકાત્મક તસવીર 

કરોડરજ્જુની ટીબી, સ્પાઈનલ ટ્યૂમર, સ્પાઈનલ ઈન્ફેક્શન પણ આ રોગના મુખ્ય કારણો છે. કેટલીક વખત ખેલકુદ, ડાઈવિંગ કે કોઈ દુર્ઘટનાના કારણે કરોડરજ્જુની મધ્યમાં સ્થિત ડિસ્ક (જે હાડકાંના શૉક એબ્ઝૉર્વર તરીકે કાર્ય કરે છે) તેના સ્થાનથી ખસીને સ્પાઈનલ કેનાલ તરફ વધે છે. એ વખતે પણ સંકોચનની સ્થિતિ ઊભી થાય છે અને સમસ્યા સર્જાય છે.

ઓપરેશન વિના સારવાર શક્ય

ઓપરેશન વિના પણ આ રોગની સારવાર શક્ય છે. જ્યારે આ રોગ શરૂ થાય છે ત્યારે તેનો દુ:ખાવો અને સોજો ઘટાડતી દવાઓ અને ઓપરેશન વગરની ટેક્નિકથી સારવાર કરવામાં આવે છે. કરોડરજ્જુને મજબૂત બનાવવા અને સ્થિરતા આપવા માટે ફિઝિયોથેરાપી કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી સર્જિકલ ટેક્નિક છે, જેનો ઉપયોગ આ રોગની સારવારમાં થઈ શકે છે.

આ વિશેષ કાળજી તમારી કરોડરજ્જુને બચાવશે

- જે લોકો કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરે છે તેમણે કમ્પ્યુટર મૉનિટર સીધું રાખવો જોઈએ.
- ખુરશીની બેક પર તમારી પીઠ એકદમ અડાડીને રાખવી જોઈએ. થોડા થોડા સમયના વિરામ બાદ ઊભા થઈને થોડા ચાલો.
- ફિઝીયોથેરાપી ગળાના ટ્રેક્શન અને ગરદનની કસરતથી આરામ મળી શકે છે.
- આ રોગથી બચવા માટે કસરત કરવી ખુબ જરૂરી છે.
- લાંબા સમય સુધી વાહન ચલાવવાની સ્થિતિમાં તમારી પીઠને ટેકો આપવા માટે પાછળ ઓશીકું મૂકવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

back pain ઓપરેશન કરોડરજ્જુ ગુજરાતી ન્યૂઝ સર્જિકલ ટેક્નિક સર્વાઈકલ સ્પૉન્ડિલાઇટિસ સાવધાન alert

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ