બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / ફર્સ્ટ ટાઈમ ફિઝિકલ રિલેશન બનાવતી વખતે ન કરો આ મિસ્ટેક્સ, નહીં તો લાઈફ થઇ જશે બરબાદ

રિલેશનશિપ / ફર્સ્ટ ટાઈમ ફિઝિકલ રિલેશન બનાવતી વખતે ન કરો આ મિસ્ટેક્સ, નહીં તો લાઈફ થઇ જશે બરબાદ

Nirav Kumar

Last Updated: 01:21 AM, 7 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે બે પાર્ટનર પહેલી વખત ફીઝીકલ રીલેશન બનાવતા હોય ત્યારે અમુક બાબતોને ધ્યાને રાખવી જરૂરી હોય છે. નહીં તો તમારા રીલેશન ખરાબ થઈ શકે છે અને તમે તમારા પાર્ટનરને ગુમાવી પણ શકો છો.

લાઈફમાં પહેલી વખત ફીઝીકલ રીલેશન બાંધવાનો અનુભવ હંમેશા ફિલ્મો અને સોશિયલ મીડિયા પર દેખાય છે તેટલો કે રોમેન્ટિક હોતો નથી. અસલી લાઈફમાં આ ક્ષણ વિવિધ લાગણીઓ સાથે આવે છે, જેમાં એક્સાઈટમેન્ટ, નર્વસનેસ, પ્રેશર અને અનસર્ટેનિટીનો સમાવેશ થાય છે. આથી આ નિર્ણય લેતા પહેલા બંને પાર્ટનર માનસિક રીતે તૈયાર હોય અને યોગ્ય માહિતી ધરાવતા હોય તે જરુરી છે. એક અહેવાલ મુજબ, સમજણ અને ખુલ્લા કોમ્યુનીકેશન આ અનુભવને વધુ સારો બનાવી શકે છે. તો ચાલો તમને અમુક સામાન્ય ભૂલો જણાવીએ જે લોકો પહેલી વાર ફીઝીકલ રીલેશન બાંધતી વખતે કરે છે.

  • વાતચીત ન કરવી

આ દરમિયાન સૌથી મોટી ભૂલ એ છે કે પહેલા વાતચીત ન કરવી. જો તમે સંબંધમાં છો અને આગળ વધવાનું વિચારી રહ્યા હોવ તો આ વિષય પર ખુલ્લેઆમ ચર્ચા કરવી જરૂરી છે. એકબીજાની અપેક્ષાઓ, ડર, સીમાઓ અને પસંદ-નાપસંદને સમજવું જરૂરી હોય છે. જ્યારે બંને જાણે છે કે બીજી વ્યક્તિ શું વિચારે છે ત્યારે વિશ્વાસ મજબૂત થાય છે અને ગેરસમજ ઘટે છે.

vtv app promotion
  • સેફટી મેઝર

બીજી મોટી ભૂલ સેફટીની અવગણના છે. આ સમયેના ઉત્સાહમાં અનેક લોકો સલામતીના પગલાંના મહત્વને ઓછો આંકે છે. પરંતુ અનવોન્ટેડ પ્રેગ્નન્સી અને જાતીય સંક્રમિત ઇન્ફેકશનને રોકવા માટે સેફટી જરુરી છે. પહેલી વાર બેદરકારી આદત બની શકે છે જેનાથી ગંભીર પરિણામો આવી શકે છે. આથી શારીરિક સંબંધો બાંધતા પહેલા આ બાબતોને કાળજીપૂર્વક સમજવી ખૂબ જ જરૂરી છે.

  • આ ભૂલો પણ ન કરો

સંમતિને યોગ્ય રીતે સમજવી ખૂબ જ જરૂરી છે. સંમતિનો મતલબ માત્ર હા કહેવાનો નથી, પરંતુ બંને પાર્ટનરને આરામદાયક અને સલામત ફિલ કરવું પણ છે. જો કોઈ પણ પાર્ટનર ધમકી, દબાણ કે અનકન્ફર્ટેબલ ફિલ કરે તો તે પરિસ્થિતિ નથી યોગ્ય મનાતી. સ્પષ્ટ અને સ્વૈચ્છિક સંમતિ વગર કોઈ પગલું ભરવું જોઈએ નહીં. સરળ શબ્દોમાં કહીએ તો તમારા પાર્ટનરને તેમની માનસિક સંમતિ વગર દબાણ કરશો નહીં કે તેમના નિર્ણયથી નારાજગી દર્શાવશો નહીં. શારીરિક સંબંધો એક ઊંડો વ્યક્તિગત અને ભાવનાત્મક અનુભવ છે અને વ્યક્તિએ માત્ર ત્યારે જ તેમાં જોડાવું જોઈએ જ્યારે તેઓ સંપૂર્ણપણે તૈયાર હોય. સમજાવવા, દબાણ કરવા કે ભાવનાત્મક દબાણ લાગુ કરવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને સંબંધમાં તિરાડ પડી શકે છે.

વધુ વાંચો : રિલેશનશિપને વધારે ટોક્સિક બનાવી શકે છે તમારી આ 4 ભૂલ, જાણી લેજો નહીંતર...!

  • આ બાબત રાખો ધ્યાનમાં

સૌથી મોટી ભૂલ એ છે કે શારીરિક સંબંધો બાંધ્યા બાદ બીજાઓને તેના વિશે બડાઈ મારવી કે કહેવું પણ છે. આ અનુભવ તમારા બંને વચ્ચેનો એક પ્રાઈવેટ અનુભવ છે. તમારા જીવનસાથીની પરવાનગી વગર તેની ચર્ચા કરવાથી વિશ્વાસ તૂટી શકે છે. આથી પરસ્પર નક્કી કરવું જરૂરી છે કે કોને કહેવું અને કોને નહીં કહેવું. કેમ કે ક્યારેક એક શબ્દ તમારા સંબંધ માટે હાનિકારક બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Physical Intercourse Communicating Safety Measures
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ