બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / રિલેશનશિપને વધારે ટોક્સિક બનાવી શકે છે તમારી આ 4 ભૂલ, જાણી લેજો નહીંતર...!
Last Updated: 03:20 PM, 23 March 2026
કોઈપણ સંબંધ ફક્ત વિશ્વાસ પર ટકેલો હોય છે. જ્યારે લોકો પોતાનું જીવન સાથે વિતાવવાનું નક્કી કરે છે, ત્યારે તેમના સંબંધો પ્રેમ અને આરામથી ભરેલા હોવા જોઈએ, ગેરસમજથી નહીં. કેટલાક સંબંધો ખૂબ સારી રીતે શરૂ થાય છે, પરંતુ તે ધીમે ધીમે ક્યારે ટોક્સિક બની જાય છે તે ખબર જ નથી પડતી.ક્યારેક આપણે ભૂલો કરીએ છીએ અને પછી તેને સુધારવામાં નિષ્ફળ જઈએ છીએ, જે સંબંધને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ ભૂલો ધીમે ધીમે સંબંધને નબળો પાડે છે, જેના કારણે ટોક્સિક સંબંધ અને દૂરી વધવા લાગે છે.
ADVERTISEMENT
ભૂલોમાંથી શીખવા કે તેને સુધારવાને બદલે, લોકો ઘણીવાર સંબંધનો ખતમ કરવાનું વિચારે છે, જે બિલકુલ યોગ્ય નથી. નાની ભૂલોને પણ સુધારવાથી કોઈપણ સંબંધ તૂટતો બચી શકે છે. આવો જાણીએ કે, તમારે કઈ ભૂલો સંપૂર્ણપણે ટાળવી જોઈએ. જો તમે તે કરી રહ્યા છો, તો તેને જલ્દી સુધારો.

ADVERTISEMENT
કંટ્રોલ
ADVERTISEMENT
દરેક વ્યક્તિને આઝાદી ગમે છે. રિલેશનશિપમાં તમારે એકબીજાને આઝાદી આપવી જ જોઈએ. દરેક વસ્તુ પર રોક-ટોક કરવાથી સંબંધોને ભારે નુકસાન થઈ શકે છે. તમારે ક્યારેક છૂટ આપવી જોઈએ. સ્પેસ આપવી પણ ખૂબ જરૂરી છે.
ડિસરિસ્પેક્ટ કરવી
ADVERTISEMENT
જે સંબંધમાં રિસ્પેક્ટ નામની કોઇ વસ્તુઓ હોતી નથી. લોકો ઘણીવાર ગુસ્સામાં પોતાના પાર્ટનરનો ડિસરિસ્પેક્ટ કરે છે, પરંતુ તમારે આ ટાળવું જોઈએ. એકબીજા માટે રિસ્પેક્ટ હંમેશા તમારા દિલમાં હોવી જોઈએ.

ADVERTISEMENT
ઇનસિક્યોરિટી
ઇનસિક્યોરિટી ઘણીવાર સંબંધોને ખૂબ જ ટોક્સિક બનાવે છે. લોકો ઘણીવાર તેમના પાર્ટનર પર નજર રાખે છે અને દરેક વાત-વાત પર શંકા કરે છે. જો તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત નહીં કરો, તો તમારા સંબંધોમાં ખટાશ આવી જશે. તમારે આ વસ્તુઓ પર ધ્યાન આપવું જ જોઇએ.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જો તમારા પાર્ટનરમાં દેખાય આ લક્ષણો, તો સમજી લેવું હોઇ શકે બ્રેકઅપના સંકેત!
જૂની વાતો
જો તમે દરેક ઝઘડા દરમિયાન જૂની વાતો વચ્ચે લાવશો, તો તે ધીમે ધીમે તમારા સંબંધોને બગાડશે. આમ કરવાથી સમસ્યા હલ થવાને બદલે વધુ ખરાબ થશે. તમારે હંમેશા તમારા પાર્ટનર સાથે કોઈપણ બાબતમાં ખુલીને વાત કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT