બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / donate this item on friday all wishes will be fulfilled

ધર્મ / શુક્રવારે જરૂર કરો આ વસ્તુઓનું દાન, પૂર્ણ થશે તમામ મનોકામના

Published By: Mehul

Last Updated: 07:05 PM, 16 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દૂ ધર્મમાં દાનનો અનેરો મહિમા છે. ઇશ્વર માનવીને દાન કરવા માટે એ તમામ વસ્તુ આપે છે જે એ ઇચ્છે છે. તેથી શક્તિ અનુસાર દરેકે કોઇને દાન કરવું જોઇએ જેથી જરૂરીયાતમંદની આવશ્યક્તાઓ પણ પૂર્ણ થઇ શકે અને આપની મનોકામના પણ પૂર્ણ થઇ શકે.

આર્થિક સમસ્યાએ મુશ્કેલી છે જે દરેકની સમસ્યાઓ હોય છે. મા લક્ષ્મી ધનની દેવી છે અને તેથી તેમની પૂજા કરવી જરૂરી હોય છે. ખાસ કરીને શુક્રવારે કંઇકને કંઇક દાન કરવું જોઇએ.

ઘરમાં રાખવામાં આવેલ વસ્તુઓનું દાન આપશે ખુશી

એવું નથી કે આપને હંમેશા એવી વસ્તુઓનું દાન કરવાનું છે જે બજારથી ખરીદીને લાવવામાં આવી હોય. આપ ઘરમાં રાખવામાં આવેલ વસ્તુનં પણ દાન કરી શકો છો. આપ શુક્રવારે એવી વસ્તુઓનું પણ દાન આપી શકો જે માં લક્ષ્મીને પ્રસન્ન કરી શકે. અહીં જાણીએ કે શુક્રવારે કઇ વસ્તુઓનું દાન આપન સુખ-સમૃદ્ધિ માટે જરૂરી છે.

1 શુક્રવારના દિવસે આપના ઘરના બિન જરૂરી કાગળ જરૂરીયાતમંદને આપો. તેથી આપના ઘરમાં ક્યારેય કોઇ વસ્તુઓની કમી નહીં રહે.

2 કોઇપણ શુક્રવારે આપ કોઇપણ વિધવા મહિલાને સફેદ કપડા દાનમાં આપો. તેથી આપને સૌભાગ્યની પ્રાપ્તિ મળશે.

3 આપના જુના કપડા જે સારી સ્થિતિમાં હોય, તે કોઇ જરૂરીયાતમંદને આપો. આ કપડા સ્વયં આપો, આમ કરવાથી આપને ક્યારેય કોઇ વસ્રોની કમી નહીં રહે. 

4 કોઇપણ ચોકિદારને જે આપના ઘર અથવા સોસાયટીમાં કામ કરે છે તેને તાંબાના વાસણ દાનમાં આપવા. આપના ઘર પરનું સંકટ દુર થશે. 

5 જે કાચના વાસણ અથવા ક્રોકરી આપ યૂઝ નથી કરતા તેને કોઇ ગરીબ કન્યાને દાન આપો, તેથી આપને આર્થિક સંકટથી મુક્તી મળશે. 

6 જુના કપડા, જુના પુસ્તકો, અને જુના બુટ કે ચંપલ ગરીબોને દાન કરવા જોઇએ. તેથી ભાગ્ય ખીલી ઉઠશે.

7 શુક્રવારના દિવસે જૂના રેશમી કપડા, જુના પડદા અથવા ચાદર ગરીબ પરણીત સ્રીને દાનમાં આપવાથી દાંપત્યજીવન સુખમય બને છે. 

આ નાના પરંતુ મહત્વપૂર્ણ ઉપાય આપના ઘરમાં સુખ, સમૃદ્ધિ પ્રદાન કરશે અને આર્થિક સંકટથી મુક્તિ આપશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Devotional News Religious News donation ગુજરાતી ન્યૂઝ religious

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ