Doing this remedy on Thursday will remove all problems from life
આસ્થા /
ગુરુવારના દિવસે અપનાવજો ચંદન અને હળદરનો આ સચોટ ઉપાય, ભગવાન વિષ્ણુ દૂર કરશે તમામ મુશ્કેલીઓ!
Team VTV03:25 PM, 02 Mar 23
| Updated: 03:31 PM, 02 Mar 23
ગુરુવાર ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુને સમર્પિત છે. આજે લક્ષ્મીનારાયણની વિધિવત પૂજા કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત
આજે ચંદન અને હળદરના ઉપાય કરો
જીવનની દરેક સમસ્યા થશે દૂર
આજે ફાગણ શુક્લ પક્ષની ઉદયા તિથિ અને ગુરુવારનો દિવસ છે. દશમી તિથિ આજે સવારે 6 વાગ્યે 39 મિનિટ પર સમાપ્ત થઈ ગઈ છે. આજે સાંજે 5 વાગ્યે 41 મિનિટ સુધી આયુષ્માન યોગ રહેશે. ગુરુવાર ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુને સમર્પિત છે. આજે લક્ષ્મીનારાયણની વિધિવત પૂજા કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ચાલો જાણીએ વિવિધ સમસ્યાઓ માટે ગુરુવારે કયા ઉપાય કરવા જોઈએ...
ગુરુવારે આ ઉપાય કરવા જોઈએ
1- જો તમારા પરિવારની ખુશીઓ ખોવાઈ ગઈ હોય તો તમારા પરિવારના સભ્યોના જીવનમાં ફરીથી ખુશી લાવવા માટે સફેદ ચંદનને પીસીને પેસ્ટ બનાવો અને પરિવારના તમામ સભ્યોના કપાળ પર ચંદનનું તિલક કરો.
2- જો તમે હાલમાં સ્વાસ્થ્યને સુધારવા માંગો છો અથવા તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા છે તો તેનાથી છુટકારો મેળવવા માટે આજે તમારે તમારા વજનના બરાબર જવ અથવા ઘઉંનું વજન કરવું જોઈએ. હવે તેમાંથી થોડા જવ અથવા ઘઉં કાઢીને વહેતા પાણીમાં વહાવી દેવા જોઈએ. બાકી રહેલા જવ અથવા ઘઉં કોઈપણ મંદિર કે ધાર્મિક સ્થળમાં દાન કરો.
3- જો તમે નોકરીમાં તમારું મનગમતું પ્રમોશન મેળવવા માંગતા હોય તો આજે જ બજારમાંથી સિંગોડાનો લોટ લાવી ઘરે તેની રોટલી બનાવો. જ્યારે રોટલી બની જાય તો તેના પર બે મૂળા મુકો અને તેને મંદિર અથવા કોઈપણ ધાર્મિક સ્થળને દાન કરો.
4- જો તમે કોઈ મુસીબતમાં ફસાયેલા છો અને કોઈ રસ્તો શોધી નથી મળી રહ્યો તો આર્દ્રા નક્ષત્ર દરમિયાન લોટનો ચાર મુખવાળો દીવો બનાવો તેમાં સરસવનું તેલ નાખો. દીવો તમારા ઘરના આંગણામાં પ્રગટાવો. ત્યાં આસન લગાવીને બેસી રાહુના મંત્રનો જાપ કરો. આ મંત્ર આ મુજબ છે- 'ઓમ ભ્રાં ભ્રીં ભ્રોં સ: રાહવે નમઃ
5- જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો આજે ઘરના બધા સભ્યોને એક કાચું નારિયેળ આપો અને 10 મિનિટ પછી તે નારિયેળ તેમની પાસેથી પાછું લઈ લો. હવે તે બધા નારિયેળને આર્થિક સ્થિતિમાં સુધાર માટે પ્રાર્થના કરો અને વહેતા પાણીના પધરાવી દો.
6- જો તમને લાગે છે કે તમારી આસપાસ દુશ્મનોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે, તો આજે જ સવા કિલો જવ અથવા ઘઉંના દાણા લો. હવે તે જવ અથવા ઘઉંના દાણાને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ભારે નીચે દબાવીને રાખી દો અને આર્દ્રા નક્ષત્ર આવે ત્યાં સુધી આ રીતે રાખો. આગામી આર્દ્રા નક્ષત્ર આવે ત્યારે ત્યાંથી તે જવ અથવા ઘઉંના દાણા કાઢીને કોઈ ધાર્મિક સ્થળ કે મંદિરમાં દાન કરી દો. હવે આર્દ્રા નક્ષત્ર 29 માર્ચે આવશે.
7- જો તમે તમારા બાળકોના કાર્યની સફળતા સુનિશ્ચિત કરવા માંગો છો તો આજે થોડી મસૂરની દાળ લો અને એક રૂપિયાનો સિક્કો લો. હવે સિક્કાની સાથે મસૂરની દાળને સફેદ રંગના કપડામાં બાંધો અને તેને તમારા બાળકના હાથથી સ્પર્શ કરાવો. આ રીતે આ પોટલીને બાળકના હાથથી સ્પર્શ કર્યા ભાદ સફાઈ કામદારને ભેટ આપો.
8- જો તમારા તમામ પ્રયાસો છતા તમને તમારા કાર્યક્ષેત્રમાં ઈચ્છિત સફળતા નથી મળતી તો સ્નાન કર્યા પછી શ્રી વિષ્ણુ મંદિરમાં જઈને ભગવાનને પીળા રંગના ફૂલ ચઢાવો અને પછી હાથ જોડીને ભગવાનને મનોકામના પ્રાપ્ત કરવા પ્રાર્થના કરો.
9- જો તમે તમારા લક્ષ્યાંકને ઉપર સુધી લઈ જવા માંગતા હોય તો આ દિવસે મંદિરમાં ચણાની દાળનું દાન કરો. ગુરુના મંત્રનો 21 વાર જાપ કરો. મંત્ર આ પ્રમાણે છે- 'ઓમ ગ્રાં ગ્રીં ગ્રોં સ: બૃહસ્પતયે નમઃ
10- જો તમે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માંગતા હોય તો આ દિવસે દેવગુરુ બૃહસ્પતિના આ વિશેષ મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર આ પ્રમાણે છે- 'ઓમ ઐં ક્લીં બૃહસ્પતયે નમઃ'.
11- જો તમે તમારા જીવનની દરેક ક્ષણનો આનંદ માણવા માંગતા હોવ તો આ દિવસે બ્રાહ્મણને સવા કિલો ચોખા સાથે હળદરની એક ગાંઠ દાન કરો. તેમના આશીર્વાદ પણ મેળવો.
12- જો તમારા બિઝનેસમાં તમારા સહકર્મીઓ તમને યોગ્ય દિશામાં આગળ વધવા ન દેતા હોય પરંતુ તમે આગળ વધવા માંગતા હોય તો આજે રાત્રે સૂતી વખતે તમારા ઓશીકા પાસે ચંદનનો ટુકડો રાખીને સૂઈ જાઓ અને સવારે ઉઠીને તે ચંદનની પૂજા કરો વહેતા પાણીમાં પધરાવી દો.