આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જેઓ ફરિયાદ કરતા હોય છે કે, મોબાઈલ ડેટા ખતમ થઇ ગયો, જેમાં તેમના દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે, "મેં તો હજુ એટલો બધો ફોન યુઝ પણ નથી કર્યો અને ડેઇલીનો ક્વોટા પૂરો થઇ ગયો". જો તમે ડેટા બચાવવા માંગતા હોવ તો એના માટે અમુક રીતો છે. જેના વિષે અમે તમને જણાવીશું.
- વાઇ-ફાઇનો કરો ઉપયોગ
તમારા મોબાઇલ ડેટા વપરાશ ઘટાડવા માટે જ્યાં પણ તમને વાઇ-ફાઇ નેટવર્ક મળે ત્યાં કનેક્ટ કરો. પછી ભલે તે ઘરે હોય કે ઓફિસમાં હોય કે જાહેર જગ્યામાં. વાઇ-ફાઇનો ઉપયોગ કરીને તમે તમારા મોબાઇલનો ડેટા બચાવી શકો છો.
- ડેટા વપરાશનું કરો મોનીટરીંગ
કઈ એપ્સ સૌથી વધુ ડેટાનો ઉપયોગ કરી રહી છે તે જોવા માટે તમારા ફોનનું ડેટા સેટિંગ્સ ચેક કરો. તેને ટ્રૅક કરવા માટે Android અને iOS બંને પાસે બિલ્ટ-ઇન ટૂલ્સ હોય છે.
- બેકગ્રાઉન્ડ ડેટા કરો કંટ્રોલ
એપ્સને બેકગ્રાઉન્ડમાં ડેટાનો ઉપયોગ કરવાથી રોકવા માટે તમારા ફોનની સેટિંગ્સ પર જાઓ. Android પર તમે ડેટા સેવર ઓન કરી શકો છો. iOS પર તમને નોન એસેન્શીયલ એપ્સ માટે બેકગ્રાઉન્ડ એપ રિફ્રેશ ઓફ કરી શકો છો.

- લો ક્વોલિટી પર જુઓ કન્ટેન્ટ
YouTube, Netflix અને Amazon જેવી એપ્લિકેશનો પર વીડિયો અને મ્યુઝીક સ્ટ્રીમિંગની ક્વોલિટી ઘટાડવાનો પ્રયાસ કરો. મતલબ કે, મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતી વખતે YouTube ને 480p કે તેનાથી ઓછા પર સેટ કરો.
- ઓટો ડાઉનલોડ્સ કરો બંધ
WhatsApp, Google Photos, કે App Store/Google Play Store જેવી એપ્લિકેશનોમાં એપ્લિકેશન અપડેટ્સ, ફોટા કે વીડિયો માટે ઓટો-ડાઉનલોડ્સ ઓફ કરો.
- ડેટા-સેવિંગ એપ્લિકેશન કે બ્રાઉઝરનો કરો ઉપયોગ
આ સિવાય Google Chrome કે Opera જેવી એપ્લિકેશનોમાં ડેટા કમ્પ્રેશન મોડ્સ હોય છે જે બ્રાઉઝ કરતી વખતે ડેટા વપરાશને ઘટાડે છે. મોબાઇલ ડેટા બચાવવાની ઘણી રીતો છે. જેમાં તમે ઉપર મુજબની ટીપ્સ ફોલો કરીને તમારા મોબાઇલ ડેટાને લાંબા સમય સુધી ટકાવી શકો છો. જ્યારે તમારો મોબાઇલ ડેટા બંધ હોય ત્યારે તમે Google Drive કે iCloud જેવા ઓટોમેટિક બેકઅપ કે સિંક કરવાનું પણ ઓફ કરી શકો છો. સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર વીડિયો માટે ઓટો-પ્લે પણ બંધ કરી શકો છો અને જરૂર ન હોય ત્યારે મોબાઇલ ડેટા બંધ પણ રાખી શકો છો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ