બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / Do you also live on Rent So read this before applying for passport, otherwise the application will be rejected

તમારા કામનું / શું તમે પણ રહો છો Rent પર? તો પાસપોર્ટની અરજી કરતા પહેલાં આ વાંચી લેજો, નહીં તો એપ્લિકેશન થઇ જશે રિજેક્ટ

Megha

Last Updated: 11:03 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mistakes while applying for a passport: પાસપોર્ટ માટે અરજી કરવા જઈ રહ્યા છો એ ભૂલ ક્યારેય ન કરતાં જે પહેલા ઘણા લોકો કરી ચૂક્યા છે. આવી ભૂલને કારણે પાસપોર્ટ રિજેક્ટ થઈ શકે છે

  • વિદેશ જવા માટે દરેક વ્યક્તિ પાસપોર્ટ કઢાવવા માંગે છે
  • પાસપોર્ટ માટે અરજી કરવા જઈ રહ્યા છો તો આ વાત યાદ રાખો 
  • લોકો વર્તમાન સરનામામાં કાયમી સરનામું લખે છે

Mistakes while applying for a passport: ભવિષ્યમાં વિદેશ જવા માટે પાસપોર્ટ ખુબ જ જરૂરી છે એટલા માટે દરેક વ્યક્તિ પાસપોર્ટ કઢાવવા માંગે છે. જો કે પહેલા પાસપોર્ટ કઢાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે સરકારે પાસપોર્ટ માટે પ્રક્રિયાને સરળ કરી દીધી છે. એવામાં જો તમે પાસપોર્ટ માટે અરજી કરવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. 

આ કારણે પાસપોર્ટ રિજેક્ટ થઈ શકે 
હવે જો તમે પાસપોર્ટ માટે અરજી કરવા જઈ રહ્યા છો એ ભૂલ ક્યારેય ન કરતાં જે પહેલા ઘણા લોકો કરી ચૂક્યા છે. જેના કારણે પાસપોર્ટ રિજેક્ટ થઈ શકે છે અને બાદમાં તે સુધારા કરવા પાસપોર્ટ ઓફિસના ચક્કર લગાવવા પડે છે. જેના કારણે અનેક લોકોની બહાર જવાની યોજનામાં પર પણ પાણી ફરી વળી શકે છે. 

લોકો વર્તમાન સરનામામાં કાયમી સરનામું લખે છે
અમુક વાતોની પાસપોર્ટ માટે અરજી કરતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર છે. પાસપોર્ટ ઓફિસ અનુસાર અરજી કરતી વખતે સરનામામાં બે કૉલમ હોય છે, એક કાયમી સરનામા માટે અને બીજી વર્તમાન સરનામા માટે. જેમની પાસે પોતાનું ઘર છે, તો તેમને કોઈ સમસ્યા નથી, કારણ કે બંનેમાં એ જ સરનામું આવશે પણ જેઓ ભાડે રહે છે એમને તેઓ વર્તમાન સરનામામાં પણ તેમનું કાયમી સરનામું લખે છે.  એ લોકો એમ વિચારે છે કે તેઓ ભાડે રહેતા હોવાથી, ઓફિસની બહાર અથવા દિવસ દરમિયાન કામ કરતા હોવાથી વેરિફિકેશનમાં સમસ્યા આવી શકે છે, આ કારણે તેઓ વર્તમાન સરનામામાં કાયમી સરનામું લખે છે અને અહીંથી સમસ્યા શરૂ થાય છે.

પાસપોર્ટમાં કાયમી સરનામું રાખવું જરૂરી 
પાસપોર્ટ હાલના સરનામા પર જ બનાવવામાં આવે છે પણ સાથે સાથે કાયમી સરનામું જરૂરી છે. જ્યાં સુધી પોલીસ વેરિફિકેશનની વાત છે, પોલીસકર્મી તમને આવતા પહેલા ફોન કરશે, જ્યારે તમે ઘરે હોવ અથવા ઘરે રહેવાનો સમય જણાવશો, તે જ સમયે આવી જશે.

ઓરીજનલ પેપર્સ સાથે રાખવા જોઈએ 
પાસપોર્ટ માટે અરજી કર્યા પછી, જો તમે એપોઇન્ટમેન્ટની તારીખે પાસપોર્ટ ઑફિસમાં જાઓ છો, તો ચોક્કસપણે ઓરીજનલ પેપર્સ સાથે રાખો. ઘણી વખત અરજદારો કાગળના નામે માત્ર આધાર લાવે છે. આવા અરજદારોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને ફરી એપોઇન્ટમેન્ટ લઇને આવવું પડે છે. પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી લોકોને અપીલ કરે છે કે તેઓ એપોઇન્ટમેન્ટમાં આવે ત્યારે અરજીમાં જોડાયેલા કાગળો સિવાય અન્ય અસલ કાગળો પણ સાથે લાવવા જોઈએ. કેટલીકવાર અરજીમાં મુકવામાં આવેલા કાગળો સાથે મેળ ખાવો મુશ્કેલ હોય છે, આ કિસ્સામાં અન્ય ઓરીજનલ પેપર્સ  મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ