બ્રેકિંગ ન્યુઝ
VTV / do not eat these things with tea its harmful to health
Noor
Last Updated: 03:41 PM, 24 May 2021
ADVERTISEMENT
ચાની સાથે કોઈ નાસ્તો ખાવાથી તેની મજા બમણી થઈ જાય છે, જેથી લોકો હમેશાં ચાની સાથે નાસ્તો કરવાનું પસંદ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ચાની સાથે ખાવામાં આવતી કેટલીક વસ્તુઓ તમને ખૂબ જ નુકસાન કરી શકે છે.
ચાની સાથે બેસનની વસ્તુઓ ખાવી નહીં
ADVERTISEMENT
મોટાભાગના લોકો ચાની સાથે બેસનમાંથી બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. જેમ કે, ચવાણું, ભજીયા વગેરે ખાવાનું પસંદ કરે છે. પણ તમને જણાવી દઈએ કે, ચાની સાથે ભજીયા એટલે કે બેસનમાંથી બનેલી વાનગીઓ ખાવાથી નુકસાન થાય છે. આવું કરવાથી શરીરમાં પોષક તત્વો ઓછાં થઈ જાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.
ચાની સાથે કાચી વસ્તુઓનું સેવન
હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, ચાની સાથે કાચી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. ચાની સાથે આવી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્યની સાથે પેટને હાનિ પહોંચે છે. ચાની સાથે ક્યારેય સલાડ, ફણગાવેલા કઠોળ કે પછી બાફેલાં ઈંડા ખાવા નહીં.
ચાની સાથે લીંબુયુક્ત વસ્તુઓ ન ખાવી
ઘણાં લોકો ચાની સાથે ખાટી વસ્તુઓ અથવા તો લીંબુ મિક્સ કરેલાં નાસ્તા ખાતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, તેનાથી પેટમાં ગેસ બને છે અને કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓ થાય છે.
ચા પીધા બાદ તરત પાણી પીવું નહીં
હમેશાં ધ્યાન રાખવું કે ચા પીધા બાદ પાણી અથવા કોઈપણ ઠંડી વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું. તેનાથી ડાઈજેશન તો બગડે જ છે સાથે ઠંડુ ગરમ સાથે લેવાથી અન્ય સમસ્યાઓ પણ થાય છે.
હળદરવાળી વસ્તુઓનું સેવન
ચાની સાથે અથવા ચા પીધા પછી તરત એવી વસ્તુઓનું સેવન ન કરવું જેમાં હળદરની માત્રા વધુ હોય. ચા અને હળદરમાં રહેલાં રાસાયણિક તત્વો પેટમાં રાસાયણિક પ્રવૃત્તિ કરીને પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે. તે પેટ માટે હાનિકારક તત્વો પેદા કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.