બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / દિવાળી પહેલા આવ્યો મહાસેલ, iPhone પર મળશે છપ્પરફાડ ડિસ્કાઉન્ટ! તક ચૂકતા નહીં

વાત ફાયદાની / દિવાળી પહેલા આવ્યો મહાસેલ, iPhone પર મળશે છપ્પરફાડ ડિસ્કાઉન્ટ! તક ચૂકતા નહીં

Jinal Chauhan

Last Updated: 09:48 AM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે દિવાળી પહેલા iPhone 16 ખરીદવા માંગતા હો, તો તમારા માટે બીજી એક શાનદાર ઓફર છે. ફ્લિપકાર્ટના બિગ બેંગ સેલમાં આ ફોન સૌથી ઓછી કિંમતે મળશે.

જો તમે દિવાળી પહેલા સસ્તો iPhone 16 ખરીદવા માંગતા હો, તો આ તમારા માટે છેલ્લો ચાન્સ હોઈ શકે છે.એક પછી એક સેલ ચલાવી રહેલી ફ્લિપકાર્ટે વધુ એક સેલનું એલાન કર્યું છે.કંપનીએ જાહેરાત કરી છે કે તેનો Big Bang Sale 11 ઓક્ટોબરના રોજ લાઇવ થશે, જેમાં iPhone 16 અને Pixel 9 Pro Fold જેવા પ્રીમિયમ સ્માર્ટફોન પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેથી, જો તમે હજુ સુધી કોઈપણ સેલમાંથી સસ્તો ફોન ખરીદી શક્યા નથી, તો આ ગોલ્ડન ચાન્સ છે.

Flipkart-sale-2

iPhone 16 અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે મળશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Flipkart Big Bang Sale દરમિયાન iPhone 16 ફક્ત ₹56,000 માં મળશે. Apple એ ગયા વર્ષે આ ફોન લોન્ચ કર્યો હતો, અને તે સમયે તેની કિંમત ₹79,900 હતી. હવે, એક વર્ષ પછી આ ફોન લગભગ ₹24,000 ના ડિસ્કાઉન્ટ સાથે મળશે. જોકે, કિંમત અને બેંક ઑફર્સ વેચાણ લાઇવ થયા પછી જ જાણી શકાશે.

iPhone 16ના ફીચર્સ

તેમાં HDR કન્ટેન્ટ સપોર્ટ સાથે 6.1-ઇંચ OLED ડિસ્પ્લે અને 2,000 nits ની પીક બ્રાઇટનેસ છે. આ ફોન A18 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે મલ્ટીટાસ્કિંગ અને Apple ના ઇન્ટેલિજન્ટ ફીચર્સ સરળતાથી હેન્ડલ કરે છે. iPhone 16 માં પાછળના ભાગમાં 48MP + 12MP ડ્યુઅલ કેમેરા સેટઅપ અને સેલ્ફી અને વિડીયો કોલ માટે 12MP ફ્રન્ટ કેમેરા છે. બેટરી લાઇફની વાત કરીયે તો Apple દાવો કરે છે કે આ આઇફોન ફુલ ચાર્જ પર 22 કલાક વિડીયો પ્લેબેકને સપોર્ટ કરે છે.

આ પણ વાંચોઃ ફ્રીજ, AC સહિતની આઇટમ્સ સસ્તામાં! જલ્દી કરો, Flipkart સેલનો આજે છેલ્લો દિવસ

vtv app promotion

આ ફોન પણ ડિસ્કાઉન્ટમાં મળશે

આ સેલ દરમિયાન iPhone 16 ઉપરાંત iPhone 16 Pro Max પણ ₹1,03,900 માં મળી રહેશે. જેને ₹1,44,990 માં લોન્ચ કડવામાં આવ્યો હતો.ગ્રાહકો બેંક ઑફર્સ સાથે ₹40,000 થી ઓછામાં ખરીદી શકે છે. Pixel 9 Pro Fold ની વાત કરીયે તો આ ફોન ₹99,999 માં મળશે. આ ફોન ₹1,72,999 માં લોન્ચ કડવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2025 sale Diwali offers iPhone discount
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ