બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Districts including Junagadh Chhota Udepur forecast rain for next 5 days

મેઘરાજાની સવારી / આજે ફરી જૂનાગઢ, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે, હજુ આગામી 5 દિવસ 'ભારે' આગાહી

Kishor

Last Updated: 03:22 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરાઈ છે. જેમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમુક વિસ્તારોમાં મેઘરાજા બઘડાટી બોલાવી શકે છે.

  • રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી 
  • કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે
  • આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા જાણે વિરામ લેવાનું નામ જ ન લેતા હોય તેમ એક પછી એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમુક વિસ્તારોમાં  ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે તો ક્યાય હળવા અને ક્યાય માધ્યમ વરસાદના એંધાણ વર્તાઈ રહ્ય છે.

દ. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી: આજે પણ અનેક જિલ્લાઓમાં  મેઘરાજાની ધમાકેદાર બેટિંગ | Heavy rain forecast in south Gujarat for next 5  days

દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
આગાહી અનુસર આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. બીજી બાજુ આજે દાહોદ, મહેસાણા,મહીસાગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પાટણ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 

તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. તે જ રીતે 2 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ પડશે.વધુમાં 3 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ,  સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

152 તાલુકામાં વરસાદ નોંધાયો

બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, વિરપુરમાં 1.5 ઈંચ, કડાણામાં સવા ઈંચ, શેહરામાં સવા ઈંચ, ગણદેવીમાં સવા ઈંચ, માલપુરમાં સવા ઈંચ, મહુધામાં 1 ઈંચ, ખેરગામમાં 1 ઈંચ, સંજેલીમાં 1 ઈંચ, વઘઈમાં 1 ઈંચ, તો કપડવંજ, વલસાડ,ચીખલી, સોનગઢ, લીમખેડા, ઉમરપાડા, બાયડ, ઉમરેઠ, માંડવી, સંતરામપુર, ડેસર, ડાંગ,વાલોડ અને ખાનપુરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ