બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Did you know that India has not just one or two but 3 different colored passports,know Meaning

જાણવા જેવું / ભારતમાં એક-બે નહીં, 3 અલગ-અલગ રંગોના છે પાસપોર્ટ, શું તમે જાણો છો? અર્થ ખરેખર જાણવા જેવો

Megha

Last Updated: 09:51 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે પાસપોર્ટ વગર વિદેશ જઈ શકતા નથી, એવામાં શું તમે જાણો છો કે ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ છે? ઉપરાંત, તેના વિવિધ રંગોનો અર્થ શું છે? તો ચાલો જાણીએ..

  • વિશ્વના કોઈપણ દેશમાં પ્રવેશ માટે પાસપોર્ટ જરૂરી દસ્તાવેજ છે 
  • ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ છે? તેના વિવિધ રંગોનો અર્થ શું છે?
  • પાસપોર્ટ બનાવ્યા બાદ તમે વિઝા વગર 59 દેશોમાં જઈ શકો છો

જો તમે પણ પાસપોર્ટનો ઉપયોગ કરો છો તો તમને ખબર જ હશે કે વિશ્વના કોઈપણ દેશમાં પ્રવેશ માટે તે એક જરૂરી દસ્તાવેજ છે. પાસપોર્ટ વગર બીજા દેશમાં મુસાફરીને ગેરકાયદેસર ગણવામાં આવે છે. શું તમે જાણો છો કે ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ છે? અને તેના વિવિધ રંગોનો અર્થ શું છે?

Passport | VTV Gujarati

ભારતમાં કુલ ત્રણ પ્રકારના પાસપોર્ટ છે. આ સાથે ત્રણેયનું અલગ અલગ મહત્વ છે. મહત્વનું છે કે ભારતીય પાસપોર્ટ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સામેલ છે. પાસપોર્ટ બનાવ્યા બાદ તમે વિઝા વગર 59 દેશોમાં જઈ શકો છો.

ભારતમાં કેવા કેવા પાસપોર્ટ છે અને તેનું મહત્વ શું છે?
બ્લુ પાસપોર્ટ (Blue Passport)
સફેદ પાસપોર્ટ (White Passport)
મરૂન પાસપોર્ટ (Maroon Passport )

1. બ્લૂ પાસપોર્ટ:
આ એક નિયમિત અને તાત્કાલિક પાસપોર્ટ છે. તે ભારતના સામાન્ય લોકો માટે બનાવવામાં આવ્યું છે. એટલે કે બ્લૂ રંગનો પાસપોર્ટ ભારતના સામાન્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.

2. સફેદ પાસપોર્ટ:
સફેદ રંગનો પાસપોર્ટ સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવે છે. સફેદ પાસપોર્ટ એવા લોકો માટે બનાવવામાં આવે છે જેઓ સરકારી નોકરીમાં હોય અથવા સરકારી કામ પર વિદેશ જાય. એટલે કે સફેદ પાસપોર્ટ નાના વર્ગના સરકારી કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

શું તમે પણ રહો છો Rent પર? તો પાસપોર્ટની અરજી કરતા પહેલાં આ વાંચી લેજો,  નહીં તો એપ્લિકેશન થઇ જશે રિજેક્ટ | Do you also live on Rent So read this  before

3. મરૂન પાસપોર્ટ:
મરૂન રંગના પાસપોર્ટ ભારતીય રાજદ્વારીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ માટે બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે IAS અને IPS રેન્કના અધિકારીઓ માટે મરૂન રંગનો પાસપોર્ટ જારી કરવામાં આવે છે. આની મદદથી તેઓ સરળતાથી વિદેશમાં કોઈપણ સુવિધા મેળવી શકે છે. આ સાથે ઇમિગ્રેશન પણ સામાન્ય લોકો કરતાં વધુ ઝડપી અને સરળ બને છે.

પાસપોર્ટ બનાવવા માટે કેટલા દિવસ લાગે છે?
સામાન્ય પાસપોર્ટ બનવામાં 10-20 દિવસ લાગે છે જ્યારે તત્કાલ પાસપોર્ટ માત્ર 3 થી 7 દિવસમાં બની શકે છે.

પાસપોર્ટ બનાવવા માટે કેટલો ખર્ચ થશે?
ઓનલાઈન પાસપોર્ટ એપ્લિકેશન ફી રૂ 3500 છે. આ સિવાય 60 પેજની પાસપોર્ટ બુકલેટ માટે 4000 રૂપિયા ફી છે.

Know what documents are required to make a passport and how to apply

કયા દસ્તાવેજો જરૂરી છે
ઉંમર પુરાવો
સરનામું પુરાવો
ઓળખ પુરાવો
પાન કાર્ડ
આધાર કાર્ડ
પાસબુક
લેટેસ્ટ ફોટો

Topic | VTV Gujarati

ઘરે બેઠા પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી
સૌથી પહેલા તમારા મોબાઈલમાં mPassport સેવા એપ ડાઉનલોડ કરો.
તેમાં રજીસ્ટ્રેશન કરાવવો 
હવે તમારી નજીકની પાસપોર્ટ ઓફિસ પસંદ કરો.
આ પછી એક ફોર્મ વિકલ્પ દેખાશે, તેમાં તમામ વિગતો ભરો.
આ પછી તમારા ઈમેલ એડ્રેસ પર વેરિફિકેશન લિંક આવશે.
તે લિંક પર જાઓ અને તમારા દ્વારા બનાવેલા પાસવર્ડથી લોગિન કરો.
હોમ પેજ પર એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટનો વિકલ્પ દેખાશે, ત્યાં ક્લિક કરો.
હવે એપોઇન્ટમેન્ટ ડેટ ફિક્સ કરો.
આ પછી, તમને થોડા દિવસો પછી પાસપોર્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ