બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ન પીવા જોઇએ આ 3 ફ્રૂટ જ્યૂસ! નહીંતર લેવાના દેવા પડી જશે
Last Updated: 12:56 PM, 27 November 2024
ડાયાબિટીસ હાલ એક વૈશ્વિક સમસ્યા છે, નાની અને મોટી ઉંમરના લોકો બંનેમાં આ બીમારી જોવા મળે છે. બેઠાડું જીવન અને સ્ટ્રેસવાળી લાઈફના લીધે ડાયાબિટીસ એ હવે ઘેર ઘરમાં જોવા મળતી બીમારી છે તો તમારા ડાયેટનો ખાસ પ્રભાવ તેના પર પડે છે આમ તો ફ્રૂટ જ્યુસને હેલ્ધી ઓપ્શન ગણાય છે પણ ડાયાબિટીસના દર્દીઓ માટે આ 3 ફ્રૂટ જ્યુસ નુકસાન કરી શકે છે ત્યારે ચાલો જાણીએ કયા છે આ ફ્રૂટ જ્યુસ.
ADVERTISEMENT

અનાનસ
ADVERTISEMENT
અનાનસમાં નેચરલ સુગરની માત્રા ખૂબ વધારે હોય છે આ ઉપરાંત તેમાં ગ્લાઈસેમિકઇંડેક્સનું પ્રમાણ વધારે હોય છે જેથી બ્લડ સુગર જલ્દી વધે છે આથી અનાનસના જ્યુસને અવૉઇડ કરવું જોઈએ.
સંતરા
ADVERTISEMENT
સંતરાનો જ્યુસ લોકો સવારે પીવાનું પસંદ કરે છે પણ સંતરાનો જ્યુસ પણ બ્લડ સુગર લેવલ વધારે છે, સંતરામાં ફાઈબર હોય છે તે ખાવું જોઈએ પણ તેનો જ્યુસ પીવો જોઈએ નહીં
સફરજન
ADVERTISEMENT
સફરજન રોજ ખાવું જોઈએ. એના ફાયદા આપણે સૌ જાણીએ છીએ પણ ડાયાબિટીસના દર્દીએ તેનું જ્યુસ પીવું જોઈએ નહીં.
દ્રાક્ષ
ADVERTISEMENT
દ્રાક્ષમાં સુગરની માત્રા વધુ હોય છે તેથી તેના જ્યુસને અવોઈડ કરવો જોઈએ. દ્રાક્ષમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વોને લીધે તેને કાચી ખાવી જોઈએ.

ADVERTISEMENT
કેમ અમુક ફ્રૂટ જ્યુસ વધારે છે બ્લડ સુગર?
ફળોમાં મોટા ભાગે ફાઈબર હોય છે પણ તેનો જ્યુસ કાઢવાથી તે ફાઈબરનો નાશ થાય છે ઉપરાંત ફળોને કાચા ખાવામાં તેમાં રહેલી નેચરલ સુગર વધારે અસર કરતી નથી પણ તેનો જ્યુસ એકસાથે શરીરમાં સુગર લેવલ વધારી દે છે આથી ફ્રૂટ જ્યુસને અવોઈડ કરવું જોઈએ.
વધુ વાંચો:
ડાયાબિટીસના દર્દીઓએ આ વસ્તુનું સેવન કરવું જોઈએ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.