બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / DHIRENDRA SHASTRI ON GYANVAPI ISSUE SAID THAT IT IS A SHIV TEMPLE, STOP CALLING IS MOSQUE

મોટું નિવેદન / 'જ્ઞાનવાપી ભગવાન શંકરનું મંદિર છે, નહીં કે...', ASIના સર્વે વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

Vaidehi

Last Updated: 03:42 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનવાપી મામલે કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી બોલ્યાં કે,"જ્ઞાનવાપી ભગવાન શિવનું મંદિર છે, કોઈ મસ્જિદ નથી. તેથી તેને મસ્જિદ કહેવું બંધ કરવું જોઈએ. "

  • જ્ઞાનવાપી મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
  • કહ્યું, જ્ઞાનવાપી ભગવાન શિવનું મંદિર છે
  • "જ્ઞાનવાપી કોઈ મસ્જિદ નથી, તેને મસ્જિદ ન કહેવું"

મધ્યપ્રદેશનાં છિંદવાડામાં રામકથા કરવા પહોંચેલા બાગેશ્વર ધામ સરકારનાં કથવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ જ્ઞાનવાપીને લઈને મોટું નિવેદન આપ્યું છે. સોમવારે જ્યારે તેમને જ્ઞાનવાપી મામલે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે જ્ઞાનવાપી કોઈ મસ્જિદ નથી, તે ભગવાન શિવનું મંદિર છે. તેને મસ્જિદ કહેવાનું બંધ કરો"

"જે બાલાજીનાં છે તે અમારાં છે"
ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગામી MPની ચૂંટણીને લઈને કહ્યું કે," અમે રાજનીતિનાં માણસ નથી, અમને આ બધાંથી દૂર રાખો." આ સિવાય તેમણે કહ્યું કે," તેમને છિંદવાડા આવીને સારું લાગ્યું. તેઓ હંમેશા બધી જગ્યાએ જાય છે. કમલનાથજી ધામ પણ ગયાં છે. સનાતન બધાનું છે. અને અમારા માટે બધાં સમાન છે, સમગ્ર વિશ્વ એકસમાન છે. જે બાલાજીનાં છે તે અમારાં છે. "

ધીરેન્દ્ર શાસ્ત્રીને કમલનાથ પોતાના ઘરે લઈ ગયાં
ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે છિંદવાડા પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે કમલનાથ પોતે અને તેમનો પુત્ર નકુલનાથ એરપોર્ટ પહોંચ્યાં હતાં. એરપોર્ટથી કમલનાથ ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના ઘરે લઈ ગયાં. ઘરે જ તેમનું તિલક લગાવી સ્વાગત કરવામાં આવ્યું.

પહેલી વખત કોઈ કોંગ્રેસ નેતાએ કરાવી શાસ્ત્રીની કથા
છિંદવાડાનાં સિમરિયામાં ધીરેન્દ્ર શાસ્ત્રીની રામકથા માટે આશરે 25 એકર જમીન ભાડે લેવામાં આવી હતી. સિમરિયામાં જ કમલનાથે 108 ફુટ ઊંચી હનુમાનજીની મૂર્તિ બનાવડાવી હતી જેની સાથે એક મંદિર પણ બનાવ્યું હતું. આ મંદિરની પાસે જ રામકથાનું આયોજન કરવામાં આવ્યું.  છિંદવાડાની મારુતિ નંદન સેવા સમિતિનાં સંયોજક આનંદ બખ્શી, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને સાંસદ નકુલનાથ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા આયોજિત કરવા માટે ઘણાં સમયથી મહેનત કરી રહ્યાં હતાં. એવું પહેલીવાર બની રહ્યું છે કે કોઈ કોંગ્રેસી નેતા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરી રહ્યું હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ