ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શ્રાવણ મહિનામાં માત્ર 25 રૂપિયામાં સોમનાથ દાદાની કરો બિલ્વ પૂજા, જાણો કેવી રીતે
Last Updated: 08:46 PM, 28 June 2025
ADVERTISEMENT
હિન્દુ ધર્મનો સૌથી મોટો ઉત્સવ એવો શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે હવે સોમનાથ દાદાના ભક્તો માત્ર 25 રૂપિયા ભક્તો કરી ઘરે બેસીને બિલ્વ પૂજા કરી શકશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરતા પોસ્ટ મારફતે રૂદ્રાશ, ભસ્મ અને નમનનો ભસ્મ મળશે. અત્યાર સુધીમાં સાડા સાત લાખ થી વધુ પરિવારો 25 રૂપિયામાં બિલ્વપૂજાનો લાભ લઈ ચૂક્યા છે. સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવેથી ભક્તોનું પુણ્ય જોડાશે. ભક્તોના એડ્રેસ પર પ્રસાદમાં રુદ્રાક્ષ, નમન અને ભસ્મ પ્રસાદ મોકલવામાં આવશે.
ADVERTISEMENT

શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ માસ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર દરરોજ લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે દેશભરમાંથી ભક્તોને સોમનાથ દાદાની બિલ્વ પૂજાનો લાભ મળે તે માટે "જન જનના સોમનાથ" ના ધ્યેયને લઈ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ ભક્ત રજીસ્ટ્રેશન કરી શકે તેવી સરળ પૂજા સ્વરૂપે છેલ્લા બે વર્ષથી 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવાનો પ્રારંભ કરાયો છે.
ADVERTISEMENT

શ્રાવણ માસ અને મહાશિવરાત્રી પર શરૂ થતી આ પૂજાને શ્રાવણ 2025 માટે ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પૂજામાં આપેલા QR કોડ તથા ટ્રસ્ટ ની વેબસાઈટ https://somnath.org/BilvaPooja/Shravan પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા રજીસ્ટ્રેશન કરાવી શકશે. એટલું જ નહીં આ બિલ્વાર્ચન પૂજારી દ્વારા સોમનાથ મહાદેવને કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ગુજરાત સરકાર 10 મંત્રીઓની હકાલપટ્ટી કરશે, આ નવા ચહેરાઓને આપશે સ્થાનની ચર્ચા
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2023થી નિયમિત રૂપે મહાશિવરાત્રી અને શ્રાવણ પર્વે ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા" શરૂ કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 7.50 લાખ થી વધુ ભક્ત પરિવારો દ્વારા પૂજા રજીસ્ટ્રેશન સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે તમામ ભક્તોને રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ દ્વારા દેશભરમાં એમના નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા. જેનો મોટા પ્રમાણમાં ભક્તોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલુ જ નહિ ભક્તોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મોકલાવવામાં આવ્યા હતા. જેથી દરેક યાત્રીઓ આ પૂજા સેવાથી અતી પ્રસન્ન બન્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો