ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ભૂલથી પણ બુધવારે ન કરતા આ 5 કાર્યો, નહીંતર વિઘ્નહર્તા નારાજ થઇ જશે

ધર્મ / ભૂલથી પણ બુધવારે ન કરતા આ 5 કાર્યો, નહીંતર વિઘ્નહર્તા નારાજ થઇ જશે

Published By: Priyankka Triveddi

Last Updated: 11:49 AM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wednesday Astrology Tips: બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને બુધ ગ્રહને સમર્પિત માનવામાં આવે છે. એવામાં જો બુધવારના દિવસે અમુક ખાસ નિયમોનું પાલન ના કરવામાં આવે કે ભૂલથી પણ કોઈ વર્જિત કાર્ય થઈ જાય તો બુધ ગ્રહ કમજોર થઈ શકે છે અને સાથે જ ગણપતિની કૃપાથી વંચિત રહેવું પડી શકે છે.

ADVERTISEMENT

Wednesday Astrology Tips: હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈના કોઈ દેવી દેવતાને સમર્પિત છે. બુધવારના દિવસે પહેલું પૂજન ભગવાન ગણેશ અને બુધ ગ્રહનું કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, વેપાર અને સુખ-સંપત્તિનો કારક માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં બુધની સ્થિતિ ખરાબ હોય કે તમારા પર ગણેશજીની કૃપા ના હોય તો બનતા કામ પણ અટકી જાય છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. માન્યતા છે કે બુધવારના દિવસે અમુક વિશેષ કર્યો કરવાનું ટાળવું જોઈએ નહિતર 'બુધ દોષ' લાગી શકે છે. ચાલો જાણીએ કે કયા એવા 5 કામ છે કે જે તમારે બુધવારના દિવસે ભૂલથી પણ ના કરવા જોઈએ.

GANPATI-FINAL-

બુધવારના દિવસે ભૂલથી પણ ના કરશો આ કામ

ભૂલથી પણ ના કરશો લેવડ-દેવડ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે કોઈને ઉધાર રૂપિયા આપવા જોઈએ નહિ કે ના કોઇની પાસેથી ઉછીના રૂપિયા લેવા જોઈએ. એવું માનવામાં આવે છે બુધવારના દિવસે આપવામાં આવેલા નાણાં પાછા મળવામાં ખૂબ કઠણાઈ પડે છે અને દેવું પણ જલ્દી ઉતરતું નાથી. આનાથી તમારી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે.

વાણી પર રાખો સંયમ

બુધ ગ્રહને વાણીનો કારક માનવામાં આવે છે. બુધવારના દિવસે કોઈને અપશબ્દ કહેવો કે કડવા વેણ બોલવા કે મજાક ઉડાવવાથી તમારો બુધ નબળો પડી શકે છે. વિશેષ રૂપથી બહેન, દિકરી કે કન્યાઓના અપમાન કરવાથી માં લક્ષ્મી અને ગણેશ બંને રિસાઈ જાય છે. આ દિવસે તમારી વાણીમાં મધુરતા બનાવી રાખવી જોઈએ.

budhvar-upay

પશ્ચિમ દિશામાં યાત્રા ટાળો

શાસ્ત્રોમાં બુધવારે પશ્ચિમ દિશામાં યાત્રાને મનાઈ કરવામાં આવી છે. એટલે કે આ દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા કરવી એ શુભ માનવામાં આવતું નથી. જો યાત્રા કરવી જરૂરી હોય તો ઘરેથી નીકળતા પહેલા ગોળ કે ધાણા ખાઈને નીકળવું જોઈએ જેથી યાત્રાનો અશુભ પ્રભાવ ઓછો થઈ શકે.

કાળા રંગના વસ્ત્રો ધારણ ન કરવા

બુધવારના દિવસે કાળા રંગના કપડાં ના પહેરવા જોઈએ. બુધવારના દિવસે સૌથી શુભ રંગ લીલો માનવામાં આવે છે. લીલો રંગ બુધ રંગનો પ્રતિક છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવાથી કે લીલો રૂમાલ પાસે રાખવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને અટકેલાં કામ પુરા થવા લાગે છે.

આ પણ વાંચો: મકરસંક્રાંતિ 2026: કઈ તારીખે છે ઉત્તરાયણ, ક્યારે ઉજવાશે? જાણો અહીં

vtv app promotion

રોકાણ અને મોટા વેપારમાં સાવધાની

કારણ કે બુધ વેપારનો સ્વામી છે આ માટે આ દિવસે ઉતાવળમાં કોઈ મોટું રોકાણ કરવું જોઈએ નહીં. જો તમે શેર બજાર કે નવા બિઝનેસમાં રૂપિયા લગાવો છો તો સારી રીતે પહેલા વિચાર વિમર્શ કરી લેવો જોઈએ. સલાહ વગર કરવામાં આવેલા બુધવારે કરવામાં આવેલું રોકાણ નુકસાનનું કારણ બની શકે છે.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wednesday Astrology Tips

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ