બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મકરસંક્રાંતિ 2026: કઈ તારીખે છે ઉત્તરાયણ, ક્યારે ઉજવાશે? જાણો અહીં

ઉત્તરાયણ / મકરસંક્રાંતિ 2026: કઈ તારીખે છે ઉત્તરાયણ, ક્યારે ઉજવાશે? જાણો અહીં

Priyankka Triveddi

Last Updated: 09:51 AM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Makar Sankranti 2026: હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિ પર્વનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પુણ્યકારી ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને દાન કરવાથી ધન-ધાન્યમાં પણ વધારો થાય છે. આ વખતે લોકોમાં મકર સંક્રાતિની તારીખને લઈને ખૂબ કન્ફ્યુઝન છે. આ પર્વ 14 જાન્યુઆરીએ ઉજવાશે કે 15 જાન્યુઆરીએ ચાલો જાણીએ.

Makar Sankranti 2026: જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યનું કોઈ એક રાશિમાં પ્રવેશ કરવું તે ઘટનાને સંક્રાંતિ કહેવાય છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે આથી તેને મકર સંક્રાંતિ કહેવાય છે. આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ઉજવાશે અને આ દિવસે સૂર્ય મકર રાશિમાં બપોરે 3 વાગીને 13 મિનિટ પર પ્રવેશ કરશે. મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળમાં દાન અને સ્નાન અને ધ્યાન કરવું એ સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે વર્ષ 2026ની મકર સંક્રાંતિના દિવસે પુણ્ય કાળ અને મહાપુણ્ય કાળ કયા સમયે રહેશે?

Makar Sankranti festival

મકરસંક્રાંતિ પર પુણ્ય કાળ 14 જાન્યુઆરીના બપોરે 03:13 મિનિટથી શરૂ થશે અને મહાપુણ્ય કાળ પણ બપોરે 03:13 મિનિટથી શરૂ થશે જે સાંજના 04:58 મિનિટ સુધી રહેશે. આ દિવસે ગંગા સ્નાન સવારે 09:03 મિનિટથી લઈને સવારે 10:48 મિનિટ સુધી રહેશે.

Makar-sankranti

મકરસંક્રાંતિ પૂજન વિધિ

મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદયથી પહેલા ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. જો તે સંભવ ના હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી દો. સૂર્યદેવની પૂજા કરો તેમને અર્ઘ્ય આપો. અર્ઘ્યના પાણીમાં નારાછડી, ચોખા અને લાલ ફૂલ ઉમેરો. આ દિવસે તેલ, ગોલ, ચોખા, કપડાં અને ધાબળાનું દાન કરો. તેલ-ગોળના લાડવા, ખિચડી અને સિઝનના વ્યંજન બનાવીને ભગવાનને ધરાવો. આ દિવસે 'ऊं घृणि सूर्याय नमः' મંત્રનો જાપ કરો. સાથે જ ગીતા અને સૂર્ય ઉપાસનાનો પાઠ કરો.

મકર સંક્રાંતિના અન્ય નામ

ભારતના અલગ અલગ રાજ્યોમાં આ પર અલગ-અલગ નામ અને પરંપરા સાથે ઉજવાય છે જેમ કે તમિલનાડુમાં પોંગલ, પંજાબમાં લોહરી, ગુજરાતમાં ઉત્તરાયણ અને ઉત્તરભારતમાં ખિચડી કે મકરસંક્રાંતિ.

આ પણ વાંચો: ખુલશે ભાગ્યના દ્વાર, થશે લક્ષ્મીનો વરસાદ, 2026માં પંચગ્રહી યોગથી આ રાશિઓને જલસા

vtv app promotion

મકરસંક્રાંતિનું મહત્ત્વ

હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના દિવસે ગંગા નદી સહિત અન્ય પવિત્ર નદીઓ, તીર્થો અને સરોવરોમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. ઉનના વસ્ત્રો, ધાબળા, જૂતાં, ધાર્મિક ગ્રંથો અને પંચાંગનું દાન કરવું એ વિશેષ પુણ્ય ફાળદાયી માનવામાં આવે છે. આ પર્વ એ સૂર્યની ઉપાસનાનો દિવસ છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન સૂર્ય તેના પુત્ર શનિને મળવા તેના ઘરે એટલે કે મકર રાશિમાં જાય છે. આ પર્વના દિવસે પાકની કાપણી પણ થાય છે. ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારમાં આનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી ઉપર અસૂરોનો સંહાર કર્યો હતો અને ધર્મની સ્થાપન કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે જ્યાં ગંગાજી ભગીરથના પાછળ પાછળ સ્વર્ગથી પૃથ્વી પર આવ્યા હતા અને આ દિવસથી તે પતિત પાવની નામથી ઓળખાયા હતા.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttarayan 2026 Makar Sankranti 14 or 15 Januar Makar Sankranti 2026
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ