ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આજે ઉત્પન્ના એકાદશી, વિષ્ણુ ઉપાસનાનો પવિત્ર દિવસ, ઉપવાસથી મળે વિશેષ પુણ્ય, જાણો મહિમા અને માન્યતા

ધર્મ / આજે ઉત્પન્ના એકાદશી, વિષ્ણુ ઉપાસનાનો પવિત્ર દિવસ, ઉપવાસથી મળે વિશેષ પુણ્ય, જાણો મહિમા અને માન્યતા

Published By: Priyankka Triveddi

Last Updated: 08:21 AM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Utpanna Ekadashi Vrat 2025: હિન્દુ ધર્મમાં ઉત્પન્ના એકાદશીની વિશેષ મહત્ત્વ છે. આજે 15 નવેમ્બરના રોજ એકાદશી છે ત્યારે સમજી આ અગિયારસનો મહિમા અને તેને લગતી પૌરાણિક માન્યતાઓ વિશે.

ADVERTISEMENT

Utpanna Ekadashi Vrat 2025: કારતક મહિનાના મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસે મનાતી ઉત્પન્ના એકાદશી વર્ષભરની મહત્વપૂર્ણ એકાદશી વ્રતોમાંની એક ગણાય છે. કારતક પૂનમ પછી આવતી આ પહેલી એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા મુજબ મુરા નામના રાક્ષસે સૂતેલા વિષ્ણુ પર હુમલો કર્યો ત્યારે ભગવાનની શક્તિ રૂપે એક દૈવી સ્ત્રીનો પ્રાગટ્ય થયો અને રાક્ષસનો વધ કર્યો.

આ દેવીને “મા એકાદશી” તરીકે ઓળખવામાં આવી અને તેમના પ્રાગટ્યની યાદમાં દર વર્ષે ઉત્પન્ના એકાદશી ઉજવાય છે. સનાતન ધર્મ અનુસાર એકાદશીનું વ્રત પાપ નાશક, મન-શાંતિદાયક અને વિષ્ણુ-લક્ષ્મીના આશીર્વાદદાયક માનવામાં આવે છે.

Nirjala-ekadashi-vrat-katha

તિથિ, સમય અને ઉપવાસનું મુહૂર્ત

હિન્દુ પંચાંગ મુજબ ઉત્પન્ના એકાદશીની તિથિ 15 નવેમ્બરના રોજ (14 નવેમ્બર) રાત્રે 12:49થી શરૂ થઈ અને 16 નવેમ્બર સવારે 2:37 સુધી ચાલશે. ઉદયતિથિ પ્રમાણે ઉત્પન્ના એકાદશી આજે 15 નવેમ્બરે મનાવવામાં આવી રહી છે. ઉપવાસ તોડવાનો શુભ સમય 16 નવેમ્બરના બપોરે 12:55થી 3:08 સુધી રહેશે. માન્યતા પ્રમાણે સાચા સમયમાં પારણ કરવાથી વ્રતનું પુણ્ય અનેકગણું વધે છે. આ દિવસે વિષ્ણુ ઉપાસકો વિશેષ પૂજા, ઉપવાસ અને દાન દ્વારા ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

વધુ વાંચો: શુક્રાદિત્ય રાજયોગ આ રાશિના જાતકોને શેરબજારમાં કરાવશે જબરદસ્ત કમાણી

vtv app promotion

પૂજા વિધિ, દાન અને મંત્રજાપનું મહત્વ

આ દિવસે ભગવાન હરિની પૂજામાં તુલસીના પાન અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. ફળ, ફૂલો, કપડાં અને મીઠાઈઓ અર્પણ કર્યા પછી એકાદશીની કથા સાંભળવાની અથવા વાંચવાની પરંપરા છે. અંતમાં ઘીનો દીવો પ્રગટાવી આરતી કરાય છે. વ્રત દરમ્યાન ભક્તો ફક્ત ફળાહાર લે છે અને ક્ષમતા મુજબ દાન કરે છે. પારણું કરતી વખતે પ્રથમ ભગવાનને ભોજન અર્પણ કરવું અને ત્યારબાદ પ્રસાદ સ્વરૂપે તેનું સેવન કરવું જોઈએ. “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રના જાપથી મનને શાંતિ મળે છે, નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય-સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. તેનો જાપ કરવાથી વ્યક્તિની અંદર આધ્યાત્મિક શક્તિ અને સકારાત્મક ઉર્જા વધે છે.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ઉત્પન્ના એકાદશી Utpanna Ekadashi 2025 Utpanna Ekadashi Vrat

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ