ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 60 વર્ષ પછી ફરી આવ્યું રૌદ્ર સંવત્સર, શું બદલાશે વિશ્વનો નકશો?

ધર્મ / 60 વર્ષ પછી ફરી આવ્યું રૌદ્ર સંવત્સર, શું બદલાશે વિશ્વનો નકશો?

Published By: Priyankka Triveddi

Last Updated: 04:42 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત 2083 શરૂ થઈ ગયું છે અને જેનું નામ છે રૌદ્ર સંવત્સર. 60 વર્ષ પછી આ રૌદ્ર સંવત્સર આવ્યું છે અને જ્યોતિષના અનુસાર આ આખી દુનિયામાં પરિવર્તન લાવી શકે છે. જ્યોતિષચાર્યએ આને લઈને ખૂબ ખતરનાક ભવિષ્યવાણી કરી છે.

ADVERTISEMENT

Dharma News: 60 વર્ષ બાદ ફરી શરૂ થયેલા રૌદ્ર સંવત્સરને લઈને જ્યોતિષીઓ વિશ્વમાં મોટા ફેરફારોની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

60 વર્ષ પછી ફરી આવ્યું રૌદ્ર સંવત્સર

વિક્રમ સંવત 2083 એટલે કે રૌદ્ર સંવત્સર 19 માર્ચ 2026થી શરૂ થયું છે. લગભગ 60 વર્ષ પહેલા 1966માં આ સંવત્સર આવ્યું હતું. ત્યારે વિશ્વમાં મોટા રાજકીય અને સામાજિક પરિવર્તનો થયા હતા. તે સમયગાળામાં ભારતને નવી નેતાગીરી મળી હતી અને વિશ્વભરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ હતી. હવે ફરી એકવાર એ જ પ્રકારના સંકેતો જોવા મળી રહ્યા છે.

dharma

વૈશ્વિક સ્તરે તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ

હાલમાં મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધતો જઈ રહ્યો છે જેમાં અમેરિકા પણ ખુલ્લેઆમ સામેલ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે ઘણા દેશોમાં અસુરક્ષા અને તણાવનો માહોલ છે. તેલ અને ગેસના ભાવમાં વધારો થતા વૈશ્વિક અર્થતંત્ર પર પણ તેની અસર પડી રહી છે. ભારત સહિત અનેક દેશો આ સંકટનો સામનો કરી રહ્યા છે.

palnet

ગ્રહોની ગોઠવણીથી અસ્થિરતા

જ્યોતિષીઓના કહેવા મુજબ મંગળ, રાહુ અને શનિ જેવી ગ્રહોની ગોઠવણી અસ્થિરતા અને હિંસાને વધારતી હોય છે. 2 એપ્રિલથી મંગળ અને શનિની યુતિ મીન રાશિમાં થવાની છે. જેનાથી યુદ્ધ અને રાજકીય ઉથલપાથલની શક્યતા વધુ વધી શકે છે. આ સમયગાળો વૈશ્વિક સ્તરે પડકારજનક બની શકે છે.

વિશ્વના નકશામાં બદલાવની સંભાવના

જ્યોતિષીઓ માને છે કે આ વર્ષ દરમિયાન કેટલાક દેશો વચ્ચેના સંઘર્ષના કારણે રાજકીય પરિસ્થિતિમાં મોટો ફેરફાર થઈ શકે છે. કોઈ દેશની શક્તિ ઘટી શકે છે અથવા નવા ગઠબંધનો ઉભા થઈ શકે છે. આ બધાની અસર વિશ્વના નકશા પર પણ પડી શકે છે.

આ પણ વાંચો: આવતીકાલે બદલાશે બુધની ચાલ, આ 5 રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર

Vtv App Promotion

ધાર્મિક સંકેતો અને ભવિષ્યવાણી

ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના આગમન અને પ્રસ્થાન સાથે જોડાયેલા સંકેતો પણ મહત્વ ધરાવે છે. કહેવાય છે કે દેવી પાલખીમાં આવે ત્યારે અશાંતિ વધે છે જ્યારે હાથી પર વિદાય લે ત્યારે શાંતિ અને સુરક્ષાનો સંકેત મળે છે. જ્યોતિષીઓના મતે આ સમયગાળો કઠિન હોઈ શકે છે. પરંતુ ધર્મના માર્ગ પર ચાલનાર લોકો માટે સુરક્ષાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને સાચી માનતા પહેલા સાચો અને યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે. vtvgujarati.com આમાંથી એક પણ વાતની પુષ્ટિ કરતું નથી કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

રૌદ્ર સંવત્સર 2026 global change prediction Roudra Samvatsar 2026

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ