ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / પુત્રદા એકાદશીએ ભૂલથી પણ ન કરતા આ ચીજોનું દાન, બગડશે 2026નું વર્ષ!

ધર્મ / પુત્રદા એકાદશીએ ભૂલથી પણ ન કરતા આ ચીજોનું દાન, બગડશે 2026નું વર્ષ!

Published By: Priyankka Triveddi

Last Updated: 02:52 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Putrada Ekadashi 2025:હિન્દુ ધર્મમાં એકાદશી એટલે કે અગિયારસનું વિશેષ મહત્ત્વ છે. અગિયારસને એક પાવન તિથી માનવામાં આવે છે અને તેમાં પણ પુત્રદા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ અગિયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે.

ADVERTISEMENT

Posh Putrada Ekadashi 2025: પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવતી અગિયારસને પોષ એકાદશી કહેવામાં આવે છે. વર્ષ 2025માં આ ખાસ તિથી 31 ડિસેમ્બરના છે જે આ વર્ષની છેલ્લી અગિયારસ માનવામાં આવે છે. આ દિવસે વ્રત, પૂજા-અર્ચના અને દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. અને એમ પણ આ 2025 ના વર્ષની છેલ્લી અગિયારસ છે માટે આ દિવસે કરવામાં આવેલું પુણ્ય તેની અસર 2026માં પણ દેખાશે. એવામાં આ દિવસે ખાસ અમુક કાર્ય કરવાથી બચવું જોઈએ. આ દિવસે કરેલ અમુક કામ ભવિષ્યમાં અશુભ પરિણામ આપી શકે છે. પોષ પુત્રદા એકાદશીનું વ્રત સંતાન પ્રાપ્તિ માટે, પારિવારિક સુખ માટે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા માટે ખૂબ ફળદાયી માનવામાં આવે છે.

devpodhi-agiyaras

ધાર્મિક માન્યતા અનુસાર જો આ દિવસે વિધિવત અને શ્રદ્ધા સાથે પૂજા-પાઠ કરવામાં આવે તો સંતાનને લગતી સમસ્યાનો અંત આવે છે. સાથે જ આ તિથી પર કરવામાં આવેલું દાન પણ ખૂબ શુભ ફળ આપે છે. જો કે શાસ્ત્રોમાં એમ પઆન જણાવ્યું છે કે આ દિવસે અમુક શુભ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં તેના લીધે પોઝિટિવ ને બદલે નેગેટિવ અસર જોવા મળે છે.

પોષ પુત્રદા એકાદશી પર આ વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ.

  • લોખંડ: ધાર્મિક માન્યતા મુજબ એ એકાદશીના દિવસે લોખંડ કે લોખંડની કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ નહીં. આ ઉપરાંત કાળા તલ અને કાળા વસ્ત્રનું દાન પઆન કરવું જોઈએ નહીં. આ વસ્તુઓનું દાન કરવાથી શનિ ગ્રહ વધુ નકારાત્મક ઉર્જા સાથે જોડાય છે અને જેના લીધે જીવનમાં અડચણ આવી શકે છે.
  • તેલ: આ દિવસે તેલનું દાન પઆન અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આનથી સંતાન સુખમાં બાધા અને ધન સંબંધી સમસ્યા ઊભી થઈ શકે છે.
  • મીઠું: એકાદશીના દિવસે મીઠાનું દાન પણ ના કરો કે ના કોઈને ઉધાર આપો. આમ કરવાથી પુણ્યના બદલે પાપના ભાગી બનવું પડી શકે છે.

આ પણ વાંચો: લગ્ન થઇ જશે, ઇન્કમ વધશે, બાબા વેંગાની ભવિષ્યવાણી સાંભળીને ખુશ થઇ જશે આ રાશિવાળા

vtv app promotion

આ વસ્તુઓનું કરો દાન

પુત્રદા એકાદશીના દિવસે પીળા રંગના કપડાં, કેસર, ચણાની દાળ, ગોળ અને પીળા ફૂલોનું દાન અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ગ્રહોની સ્થિતિ સુધરે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ દિવસે ફળ, અનાજ અથવા ધાર્મિક પુસ્તકનું દાન પણ પુણ્ય આપે છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lord Vishnu worship on Ekadashi Putrada Ekadashi 2025 પૌષ પુત્રદા એકાદશી

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ