બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારતની એવી 7 જગ્યા, જ્યાં રાવણ દહન નહીં, પૂજા કરાય છે દશાનનની

Dussehra 2025 / ભારતની એવી 7 જગ્યા, જ્યાં રાવણ દહન નહીં, પૂજા કરાય છે દશાનનની

Priyankka Triveddi

Last Updated: 07:53 AM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દશેરાનું પર્વ એટલે અસત્ય પર સત્યનો વિજય. જ્યાં દેશભારમાં આજે મોટા ભાગે રાવણ ધન કરવામાં આવશે ત્યારે ભારતમાં અમુક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં રાવણને દાનવ નહીં પણ દેવ સ્વરૂપે પૂજવામાં આવે છે

Dussehra 2025: દશેરા દર વર્ષે શારદીય નવરાત્રીના અંત તરીકે દસમા દિવસે (દશમી તિથિ) ઉજવવામાં આવે છે. દશેરા જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દુષ્ટતાનો અંત અને સારાની શરૂઆતનું પ્રતીક છે. આ દિવસે ભગવાન રામ, દેવી દુર્ગા અને શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. અને દેશભરમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓનું દહન કરવામાં આવે છે. આમ તો દેશઆખામાં રાવણને એક દાનવ તરીકે બાળવામાં આવે છે ત્યારે અમુક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં રાવણની પૂજા થાય છે.

બિસરખ ગામ

ધાર્મિક ગ્રંથો અનુસાર બિસરાખ ગામને દસ માથાવાળા રાક્ષસ રાવણનું મોસાળ માનવામાં આવે છે. તેથી આ ગામમાં રાવણ દહનને બદલે તેની ભક્તિ અને શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે. બિસરાખ ગામ ઉત્તર પ્રદેશ રાજ્યના ગ્રેટર નોઈડા શહેરમાં સ્થિત એક નાનું ગામ છે. અહીં રાવણને સમર્પિત એક મંદિર આવેલું છે.

Ravan-temple1

મંદસૌર

મધ્યપ્રદેશમાં આવેલું મંદસૌર એક એવું સ્થળ છે જ્યાં રાવણને બાળવાને બદલે તેની પૂજા કરવામાં આવે છે. મંદસૌર રાવણની પત્ની મંદોદરીનું પિયર હતું. જેના કારણે તે સ્થળ રાવણનું સાસરું તરીકે જાણીતું બન્યું. તેથી પરંપરા મુજબ જમાઈની પૂજા થતી હોવાથી આ સ્થળે રાવણની પણ પૂજા કરવામાં આવે છે.

રાવણગ્રામ ગામ

મધ્યપ્રદેશમાં આવેલું રાવણગ્રામ ગામ એક એવું સ્થળ છે જ્યાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી પરંતુ તેની પૂજા કરવામાં આવે છે. આ સ્થળે દસ માથાવાળા રાક્ષસ રાવણની પૂજા દેવતા તરીકે કરવામાં આવે છે. એક દંતકથા અનુસાર આ ગામમાં રાવણની એક વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.

Ravan-temple2

કાનપુર

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ રાવણની પૂજા થાય છે. જ્યાં દશાનન મંદિર આવેલું છે. આ દશાનન મંદિર આશરે 135 વર્ષ જૂનું છે. આ મંદિર ફક્ત દશેરા પર જ ભક્તો માટે ખુલ્લું રહે છે. બાકીના 364 દિવસ સુધી પ્રતિમા ઢંકાયેલી રહે છે. ભક્તો અહીં રાવણની પ્રાર્થના કરવા, તેલના દીવા પ્રગટાવવા અને દસ માથાવાળા રાક્ષસ રાજા રાવણ પાસેથી શાણપણ અને શક્તિના આશીર્વાદ મેળવવા માટે ભેગા થાય છે.

જોધપુર

રાજસ્થાનના જોધપુરમાં એક અનોખું મંદિર છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. અહીંના કેટલાક લોકો તેને પોતાનો પૂર્વજ માને છે અને દશેરા પર તેને બાળવાને બદલે તેની પૂજા કરે છે.

કાકીનાડા

આંધ્રપ્રદેશના કાકીનાડામાં રાવણને સમર્પિત એક અનોખું મંદિર છે. જ્યાં લોકો તેને એક શક્તિશાળી અને સમ્રાટ તરીકે પૂજે છે. અહીંના લોકો ભગવાન રામના મહત્વને સ્વીકારે છે પરંતુ રાવણને એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. આ મંદિરમાં ભગવાન શિવની સાથે રાવણની પૂજા કરવામાં આવે છે.

વધુ વાંચો: દશેરાના દિવસે ગુજરાતના આ નગરમાં ઉજવાય છે ઉત્તરાયણ, કારણ છે વર્ષો જૂની પરંપરા અને રાજાનું નિધન

vtv app promotion

કાંગડા જિલ્લો

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં પણ એક રાવણ મંદિર છે. આ શહેરમાં રાવણની પૂજા કરવામાં આવે છે. કારણ કે અહીંના લોકો માને છે કે તેણે ભગવાન શિવની તપસ્યા કરીને મોક્ષ મેળવ્યો હતો. તેથી અહીંના લોકો રાવણનો આદર કરે છે અને દશેરા પર તેની પૂજા કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ravan Mandir in India Ravan Temple Dussehra 2025
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ