બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / નવરાત્રિમાં ઘટસ્થાપન વખતે ન કરતા આ 4 ભૂલો, તો ઘરમાં થશે સકારાત્મક ઉર્જાનો વાસ
Last Updated: 10:06 PM, 19 September 2025
Navratri 2025: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મા દુર્ગાને સમર્પિત નવરાત્રિનો તહેવાર 22 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. નવરાત્રિ પૂજાનો પ્રારંભ કળશ સ્થાપન એટલે કે ઘટસ્થાપનની શરૂ થાય છે. ઘટસ્થાપન દરમિયાન ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.
ADVERTISEMENT
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. નવરાત્રિ ઉત્સવ પ્રતિપદા તિથિએ ઘટસ્થાપનથી શરૂ થાય છે. આ દિવસે ઘટસ્થાપન માટે બે શુભ સમય છે. પહેલું સવારે 6:09 થી 8:06 સુધી અને બીજો અભિજિત મુહૂર્ત જે સવારે 11:49 થી 12:38 સુધીનું છે. ઘટસ્થાપન આ બંને સમય દરમિયાન કરી શકાય છે.

ADVERTISEMENT
ઘટસ્થાપન દરમ્યાન આ ભૂલો ના કરો
ઘટસ્થાપન પહેલાં પૂજા સ્થળની સાફ-સફાઇ કરવી જરૂરી છે. કળશ સ્થાપિત કરતા પહેલા અંદરથી તે સાફ છે કે નહી તે જોઇ લેવું. રસોડા અથવા શૌચાલયની નજીક ઘટસ્થાપન ના કરવું જોઇએ.
ADVERTISEMENT
પૂજા- પાઠ કે ધાર્મિક અનુષ્ઠાનમાં ખંડિત કળશ સ્થાપિત કરશો નહીં. એકવાર કળશ સ્થાપિત થઈ જાય, પછી તેને નવરાત્રિ દરમિયાન માતાના મંદિરની નજીકથી ખસેડશો નહીં. આ કળશને અશુદ્ધ હાથથી પણ સ્પર્શ ન કરવો જોઈએ.

ADVERTISEMENT
તમે ઘરમાં ઘટસ્થાપન કર્યું હોય, તો નવરાત્રિ દરમિયાન તે જગ્યા ખાલી ન રાખો. ધાર્મિક માન્યતા મુજબ ઘર સુમસામ રાખવાથી દેવી નારાજ થઈ શકે છે. આ દરમિયાન માતા દુર્ગાની પૂજાની સાથે કળશની નિયમિત પૂજા પણ જરૂરી છે.
તમારા ઘરમાં લસણ, ડુંગળી અથવા અન્ય કોઈ તામસિક વસ્તુઓ સંગ્રહિત હોય તો કળશ સ્થાપન પહેલાં તેને દૂર કરો.
ADVERTISEMENT

નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન શા માટે કરવામાં આવે છે?
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા કળશ સ્થાપિત કરવામાં આવે છે. ઘટસ્થાપન સાથે જ માતા દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સ્થાપિત કળશ આખા ઘરમાં સકારાત્મક ઉર્જા અને પવિત્રતા ફેલાવે છે.
આ પણ વાંચોઃ ધર્મ / નવરાત્રિમાં અપનાવો આ ખાસ ટિપ્સ, 9 જ દિવસમાં તિજોરી રૂપિયાથી છલકાઇ જશે!
ઘટસ્થાપન માટે સામગ્રી
આંબાના પાન, જવારા માટે સ્વચ્છ માટી, જવ, હળદર, ગુલાલ, કપૂર, પૂજા માટે પાન, પંચામૃત, સિક્કા, નારિયેળ, અખંડ ચોખાના દાણા, ફૂલો, ગંગાજળ, પંચામૃત, મધ અને ધૂપ ઘટસ્થાપન માટે જરૂરી સામગ્રી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.