બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / પતિ સાથે કરાવ્યા સગી બહેનના લગ્ન, પછી કરી બહેનના પુત્રની હત્યા, મહાદેવના જ્યોતિર્લિંગ પાછળની ચોંકાવનારી કહાની

શ્રાવણ સ્પેશિયલ / પતિ સાથે કરાવ્યા સગી બહેનના લગ્ન, પછી કરી બહેનના પુત્રની હત્યા, મહાદેવના જ્યોતિર્લિંગ પાછળની ચોંકાવનારી કહાની

Published By: Jay Bhatt

Last Updated: 07:00 AM, 5 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રકૃતિના ખોળામાં વસેલું એક ગામ જ્યાં શાંતિ સ્થપાયેલી હતી. સતત ઓમ નમ શિવાયની ગૂંજ સંભળાતી હતી. અહીં એક બ્રાહ્મણ પરિવાર રહેતો જે પોતાની એક્તા માટે વિખ્યાત હતો, સમય જતાં એક ઘટનાએ પરિવારની અંદર એવી જ્વાળા ભડકાવી અને ભયાનક કાંડ થયો, ખુદ શિવજીએ પ્રગટ થવું પડ્યું અને ...

Ghrishneshwar Jyotirling : ભારતની એ ભૂમિ જ્યાં એક સાધ્વી રહેતી હતી. તેનું જીવન ભક્તિ અને તપસ્યામાં ડૂબેલું હતું. દરરોજ સવારે સૂર્યના પહેલા કિરણો સાથે, તે શિવલિંગ બનાવતી, તેનો જળાભિષેક કરતી, મંત્રોચ્ચાર કરતી અને પછી તે શિવલિંગને તળાવમાં વિસર્જિત કરતી. સાધ્વીના જીવનની દરેક ક્ષણ શિવને સમર્પિત હતી. તે હંમેશા ખુશ રહેતી, એક જ ઈચ્છા હતી સંતાનની. એક દિવસ પરિવારમાં ઈર્ષ્યા થઈ, ભયાનક કાવતરું રચાયું. તેમ છતાં તેનો શિવ પ્રેમ ઓછો ન થયો અને શિવે દર્શન આપ્યા. શિવને વિનંતી કરતા સદાય એ ભૂમી પર વસી ગયા અને ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ સ્થપાયું.

Ghrishneshwar Jyotirling

સૂર્ય અને શિવ નામના બે તળાવો

મુઘલોએ આક્રમણ કર્યું, ભયાનક યુદ્ધ થયું, મંદિરની ઈમારત અનેક વખત નાશ પામી તેમ છતાં આજે મંદિર ભવ્ય રીતે અડીખમ ઉભું છે, જે ઈતિહાસ સાથે ભવ્યતાના દર્શન કરાવે છે. એક તરફ ઈલોરાની ગુફાઓ તો બીજી તરફ સૂર્ય અને શિવ નામના બે તળાવો આવેલા છે. છે. અહીં એક ટેકરી પર દૌલતાબાદ કિલ્લો છે, જેમાં ધારેશ્વર શિવલિંગ છે. તેની નજીક એકનાથજીના ગુરુ શ્રી જનાર્દન મહારાજની સમાધિ છે. જ્યાં નાથ સંપ્રદાયના લોકો કૈલાશ મંદિરને જ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ માને છે.

પતિના બહેન સાથે બીજા લગ્ન કરાવ્યા

જો કથા તરફ પાછા ફરીએ તો શિવપુરાણની કોટિરુદ્રસંહિતા મુજબ દક્ષિણ દેશમાં દેવગિરિ નામના પર્વતની નજીક સુધર્મા નામનો બ્રાહ્મણ તેની પત્ની સુદેહા સાથે નિવાસ કરતો. આ શિવભક્ત દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી. આખરે, સુદેહાએ જીદ કરી તેની જ બહેન ઘૃશ્મા સાથે સુધર્માના બીજા લગ્ન કરાવ્યા. સાથે જ પતિને વચન પણ આપ્યું કે તે ક્યારેય તેની બહેનની ઈર્ષ્યા નહીં કરે. સ્વયં સુદેહાની આજ્ઞાથી જ ઘૃશ્માએ નિત્ય એકસો પાર્થિવ લિંગ બનાવી તેની વિધિપૂર્વક પૂજા કરવાનું શરૂ કર્યું. શિવજીની કૃપાથી તેને સુંદર અને સદગુણી પુત્રની પ્રાપ્તિ થઈ.

વધુ વાંચો : એવું જ્યોતિર્લિંગ જ્યાં થાય છે વિશેષ પ્રકારના દર્શન, મંદિર બનાવવા છેક શ્રીલંકાથી મંગાવાયા હતા ખાસ પ્રકારના પથ્થર

બહેનના દીકરાની હત્યા કરી નાખી

પુત્રની પ્રાપ્તિ થતા ઘૃશ્માનું માન વધ્યું અને આ જોતા સુદેહાને તેની બહેન ઘૃશ્મા પ્રત્યે ઈર્ષ્યા થવા લાગી. સુદેહાની ઈર્ષ્યા એટલી વધી ગઈ કે એક દિવસ તેણે પોતાની બહેનના દીકરાની હત્યા કરી નાખી. હત્યા પછી, તેણે બાળકનો મૃતદેહ તળાવમાં ફેંકી દીધો હતો. જ્યારે ઘૃશ્માને આ વાતની ખબર પડી, ત્યારે તે બિલકુલ તે નિરાશ ન થઈ ન તો તેણે કોઈના પ્રત્યે બદલો લેવાની ભાવના જાગી. તે શાંત રહી અને ભગવાન શિવની પૂજા કરવા લાગી.

Ghrishneshwar Jyotirling

આ રીતે પડ્યું ઘૃષ્ણેશ્વર નામ

ભગવાન શિવ પ્રગટ થયા ઘૃશ્માના પુત્રને ફરીથી જીવન આપ્યું. ભગવાન શિવે સુદેહાના કૃત્ય વિશે જાણ કરી અને કહ્યું કે, તેને સજા આપવી જોઈએ, પરંતુ ઘૃશ્માએ ક્ષમા માટે વિનંતી કરી હતી. આ પછી ઘૃશ્માએ ભગવાન શિવને પ્રાર્થના કરી હતી કે તેઓ હવેથી અહીં રહે જેથી ભક્તોને તેમના દર્શનનો લાભ મળી શકે. ભક્તની ઇચ્છા પૂર્ણ કરવા માટે, ભગવાન શિવ અહીં જ્યોતિના રૂપમાં બિરાજમાન થયા. ઘૃશ્માના નામ પરથી આ જ્યોતિર્લિંગનું નામ ઘૃષ્ણેશ્વર રાખવામાં આવ્યું છે.

વધુ વાંચો : ભક્તોને રાક્ષસીથી બચાવવા જાતે આવ્યા મહાદેવ, અસલી જ્યોતિર્લિંગ માટે ઝઘડે છે ગુજરાત, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર!

આ મંદિર 21 ગણેશપીઠોમાંનું એક

ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ પૂર્વ દિશા તરફ છે, અને એવું માનવામાં આવે છે કે ઘૃષ્ણેશ્વરની પૂજા સૂર્ય દ્વારા કરવામાં આવે છે, તેથી તે ભૌતિક, દૈવી અને ભૌતિક દુઃખો માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સુખ પ્રદાન કરે છે. આદિ શંકરાચાર્યએ કહ્યું હતું કે કળિયુગમાં, ફક્ત આ જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી, રોગ, દોષ અને દુ:ખોથી મુક્તિ મળે છે. આ મંદિર 21 ગણેશપીઠોમાંનું એક છે. એવું કહેવાય છે કે શિવાજી મહારાજના જન્મ પહેલાં, લક્ષ્ય વિનાયકજી તેમની માતા જીજાબાઈના સ્વપ્નમાં દેખાયા હતા અને તેમને પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો હતો. દેશભક્ત પુત્રને જન્મ આપ્યા પછી, જીજાબાઈએ લક્ષ્ય વિનાયક ગણેશજીની પૂજા કરવાનું શરૂ કર્યું.

વધુ વાંચો : લંકાપતિએ હઠ પકડી, મહાદેવે શરત સાથે વરદાન આપ્યું, વિષ્ણુએ એવી લીલા કરી કે બન્યુ જ્યોતિર્લિંગ

મંદિરનું ગર્ભગૃહ સભામંડપથી થોડું નીચું

આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં દોલતાબાદથી લગભગ 12 કિમી દૂર આવેલું છે. ઘૃષ્ણેશ્વર મહાદેવનું હાલનું મંદિર એ ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલ્કર દ્વારા નિર્મિત છે. જે વાસ્તુકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. અહીં મંદિરનું ગર્ભગૃહ સભામંડપથી થોડું નીચું છે. મંદિરના ગર્ભગૃહમાં પૂર્વાભિમુખ શિવલિંગ પ્રસ્થાપિત છે. ઘૃષ્ણેશ્વર મહાદેવને નિત્ય અદભૂત શણગાર કરવામાં આવે છે. જેમના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અલબત્, શ્રાવણ માસમાં મહેશ્વરના આ જ્યોતિર્મય સ્વરૂપના દર્શનનો સવિશેષ મહિમા છે. પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર મહાદેવનું આ દિવ્ય રૂપ ભક્તોને સુરક્ષા પ્રદાન કરનારું છે.

વધુ વાંચો : ઋષિ વિરુદ્ધના ષડયંત્ર અને ગંગાજીની શરતને કારણે સ્થપાયું જ્યોતિર્લિંગ, દર્શન માત્રથી મળે છે મોક્ષ

જ્યોતિર્લિંગ ને કુમકુમેશ્વર મહાદેવ પણ કહેવાય છે.

આ મંદિર લગભગ 900 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. મંદિરમાં સ્થાપિત શિવલિંગ સ્વયં પ્રગટ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે તે પાતાળ સાથે જોડાયેલું છે. દેવગીરી પર્વત પર સ્થિત દેવી મંદિર અને દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ ભક્તોને આકર્ષે છે. આ જ્યોતિર્લિંગ અંદરથી કુમકુમ જેવા રંગનુ હોવાથી તેમને કુમકુમેશ્વર મહાદેવ પણ કહેવાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ghrishneshwar Jyotirling Shravan Special Dharm

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ