બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / એવું જ્યોતિર્લિંગ જ્યાં થાય છે વિશેષ પ્રકારના દર્શન, મંદિર બનાવવા છેક શ્રીલંકાથી મંગાવાયા હતા ખાસ પ્રકારના પથ્થર

શ્રાવણ સ્પેશિયલ / એવું જ્યોતિર્લિંગ જ્યાં થાય છે વિશેષ પ્રકારના દર્શન, મંદિર બનાવવા છેક શ્રીલંકાથી મંગાવાયા હતા ખાસ પ્રકારના પથ્થર

Published By: Jay Bhatt

Last Updated: 07:00 AM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાતના સમયે આકાશમાં ચમકતા તારા અને નીચે ઘૂઘવતા સમુદ્રમાં પડતા ચંદ્રના પ્રકાશથી એક દિવ્ય વાતાવરણનો અનુભવ થઈ રહ્યો હતો. રાક્ષકોના વિનાશ સાથે હવે ત્રેતાયુગનો અંત નજીક હતો. ત્યારે ભગવાને પણ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું પડ્યું, જેણે ભારતવર્ષને એક નવી દિશા આપી.

Rameshwaram Jyotirling : આ કહાની છે ત્રેતાયુગની જ્યાં ખુદ પ્રભુને પૃથ્વી પર ધર્મ સ્થાપિત કરવા માટે અવતાર લેવો પડ્યો હતો, તેમણે રાક્ષસ સામે લડવાનો સંકલ્પ કર્યો હતો. ભીષણ યુદ્ધ કરીને રાક્ષસોનો વિનાશ કર્યો. બ્રહ્મહત્યાનું પાપ પોતાના પર લાગ્યું અને પ્રાયશ્ચિત્ત કરવા શિવજીની ઉપાસના કરી અને સ્થાપ્યું શિવલિંગ જે બન્યું જ્યોતિર્લિંગ. આ ભગવાન એટલે શ્રી રામ અને જે રાક્ષસને માર્યો એ રાવણ અને રામે ઈશ્વરની સ્થાપના કરી એટલે કહેવાયું રામેશ્વર.

રામનું જીવન ભવ્ય અને આદર્શવાળું હતું

ત્રેતાયુગનું સૌથી મુખ્ય પાત્ર રામ હતું. રામનો જન્મ અયોધ્યાના રાજા દશરથને ત્યાં થયો હતો, અને તે ભગવાન વિષ્ણુના અવતાર હતા. રામનું જીવન ભવ્ય અને આદર્શવાળું હતું, પરંતુ તેમના જીવનનો સૌથી મોટો સંઘર્ષ રાવણ સાથેનો યુદ્ધ હતો. રાવણે સીતા માતાનું અપહરણ કર્યું હતું, અને રામે તેમની બધી શક્તિથી તેમને બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. રામે તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ જ્યારે તેઓ સીતા માતા માટે રાવણ સાથે લડવા માટે તૈયાર થઈ રહ્યા હતા, આ પછી જ રાવણનો વધ કર્યો અને

આ સ્થળ ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી

ભારતના દક્ષિણ છેડે એક તરફ હિંદ મહાસાગર અને એક તરફ બંગાળની ખાડી વચ્ચે આવેલું રામેશ્વર જ્યાં પગ મૂકતાની સાથે જ એક અનોખી શાંતિનો અનુભવ થતો. જે પ્રાચીન સમયથી શ્રદ્ધાળુઓ માટે મુક્તિના દ્વાર તરીકે પ્રખ્યાત છે. આ સ્થળ માત્ર ધાર્મિક યાત્રાધામ જ નહીં, પણ ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી પણ રહ્યું છે. રામેશ્વર જ્યોતિર્લિંગ ભારતના બાર મુખ્ય જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ટાપુ પર આવેલું છે. ભારતના તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમમાં આવેલું રામેશ્વરમ મંદિર હિન્દુ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. રામેશ્વર જ્યોતિર્લિંગની કહાની જેટલી પૌરાણિક છે એટલી જ રોમાંચક છે.

vtv app promotion

શું છે રામેશ્વરની પૌરાણિક કથા?

ત્રેતાયુગમાં, રાવણ બધા દેવી-દેવતાઓ, ઋષિઓ અને મનુષ્યોને ત્રાસ આપી રહ્યો હતો. રાવણના વધતા અત્યાચારોને રોકવા માટે, ભગવાન વિષ્ણુએ રાજા દશરથના ઘરે રામનું રૂપ ધારણ કર્યું. શ્રી રામ અને સીતાના લગ્ન થયા. આ પછી, કૈકેયીના કહેવાથી, રામ, લક્ષ્મણ અને સીતાને વનવાસ કરવો પડ્યો. આ ત્રણેય જંગલમાં રહેતા હતા, તે સમયે રાવણે સીતાનું કપટથી અપહરણ કર્યું. સીતાની શોધમાં શ્રી રામ વાનર સેના સાથે લંકા પહોંચ્યા અને રાવણનો વધ કર્યો હતો. આ પછી ભગવાન રામ 14 વર્ષના વનવાસ પૂર્ણ કર્યા બાદ જ્યારે માતા સીતા સાથે પાછા ફર્યા, ત્યારે ઋષિઓએ પ્રભુને કહ્યું કે, 'તમે બ્રાહ્મણને મારવાનું પાપ કર્યું છે. તેથી, તમારે બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે શિવલિંગ સ્થાપિત કરવી જોઈએ. આ પછી માતા સીતાએ દરિયા કિનારે રેતીમાંથી શિવલિંગ બનાવ્યું ત્યારબાદ, ભગવાન રામે રામેશ્વરમ નજીક સ્નાન કર્યું અને શિવલિંગની વિધિવત પૂજા કરી અને તેમના પાપોથી મુક્તિ મેળવી.

વધુ વાંચો : ભક્તોને રાક્ષસીથી બચાવવા જાતે આવ્યા મહાદેવ, અસલી જ્યોતિર્લિંગ માટે ઝઘડે છે ગુજરાત, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર!

હનુમાનજી દ્રશ્ય જોઈને નિરાશ થયા

પહેલા રામે હનુમાનજીને શિવલિંગ લાવવા માટે કૈલાશ પર્વત પર મોકલ્યા હતા. હનુમાનજી કૈલાશ પર્વત પરથી શિવલિંગ લઈને પાછા ફર્યા ત્યાં સુધીમાં શિવલિંગની સ્થાપનાનો શુભ સમય પસાર થઈ ગયો હતો અને ભગવાન રામે માતા સીતા સાથે ત્યાં રેતીથી બનેલું શિવલિંગ સ્થાપિત કરી દીધું હતું. આ બધું જોઈને હનુમાનજી નિરાશ થઈ ગયા અને રામજીના ચરણોમાં પડ્યા, પછી શ્રી રામે તેમને કહ્યું કે, 'જો તમે આ શિવલિંગને ઉખેડી નાખશો, તો હું તમારા દ્વારા અહીં લાવેલા શિવલિંગની સ્થાપના કરીશ'. હનુમાનજીએ ખૂબ પ્રયાસ કર્યા પછી પણ, તેઓ શિવલિંગને ઉખેડી શક્યા નહીં અને નારાજ થઈ ગયા.

ભગવાન શ્રી રામે આપ્યો આદેશ

પોતાના પરમ ભક્ત હનુમાનજીના ગુસ્સાને શાંત કરવા ભગવાન ભગવાન શ્રી રામે હનુમાનજીએ લાવેલા શિવલિંગને રેતીના શિવલિંગની બાજુમાં પ્રસ્થાપિત કરવાનો અને પ્રથમ પૂજા હનુમાનજીના શિવલિંગની જ કરવાનો આદેશ આપ્યો. હનુમાનજી દ્વારા લાવવામાં આવેલ શિવલિંગ ત્યાંથી થોડે દૂર સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તે સ્થાનનું નામ હનુમંતેશ્વર રાખવામાં આવ્યું હતું. શ્રી હનુમંતેશ્વર મહાદેવનું આ મંદિર ગડકાલિકાથી કાલભૈરવ જતા માર્ગ પર ઓખલેશ્વર ઘાટ પર આવેલું છે.

વધુ વાંચો : લંકાપતિએ હઠ પકડી, મહાદેવે શરત સાથે વરદાન આપ્યું, વિષ્ણુએ એવી લીલા કરી કે બન્યુ જ્યોતિર્લિંગ

મંદિરમાં મણિ દર્શનનું છે વિશેષ મહત્વ

અહીંની માન્યતા અનુસાર, સમુદ્રમાં સ્નાન કરીને જ્યોતિર્લિંગ પર ગંગાજળ ચઢાવવાનું ખૂબ મહત્વ છે. તેમજ મણિ દર્શન પર થાય છે જે સવારે 4 થી 6 વાગ્યાની વચ્ચે કરવામાં આવે છે. મણિ દર્શનમાં, સ્ફટિકથી બનેલું શિવલિંગ બતાવવામાં આવે છે જે દિવ્ય પ્રકાશના રૂપમાં દેખાય છે. મોટી સંખ્યામાં ભક્તો બાબા ભોલેના મણિ દર્શન કરીને પોતાના જીવનને ધન્યતા અનુભવે છે.

મંદિર લગભગ 6 હેક્ટરમાં ફેલાયેલું

રામેશ્વરમ મંદિરનો કોરિડોર વિશ્વનો સૌથી લાંબો છે. જે ઉત્તરથી દક્ષિણ સુધી 197 અને પૂર્વથી પશ્ચિમ સુધી 133 મીટર લાંબો છે. આ કોરિડોરના કિલ્લાની પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 9 મીટર છે. મંદિરનો પ્રવેશદ્વાર 38.4 મીટર ઊંચો છે. આ મંદિર લગભગ 6 હેક્ટરમાં ફેલાયેલું છે. મંદિર સંકુલમાં કુલ 22 કુંડ છે જે તીર્થ સ્થળો તરીકે પણ ઓળખાય છે. અહીં 'અગ્નિ તીર્થમ' સ્થાપિત છે. આ તીર્થમાં સ્નાન કરવાથી તમામ બીમારીઓ દૂર થતી હોવાનું અને સાથે જ તમામ પાપોનો નાશ પણ થતો હોવાનું કહેવાય છે. મંદિરના આ પાણીનું રહસ્ય આજ સુધી કોઇ સમજી શક્યું નથી. પરંતુ તેને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે, જેનો લાભ અનેક લોકો લઈ રહ્યા છે.

વધુ વાંચો : ઋષિ વિરુદ્ધના ષડયંત્ર અને ગંગાજીની શરતને કારણે સ્થપાયું જ્યોતિર્લિંગ, દર્શન માત્રથી મળે છે મોક્ષ

શું છે રામેશ્વર મંદિરનું આખું નામ

રામેશ્વરના મુખ્ય મંદિરનું આખું નામ અરુલમિગુ રામનાથસ્વામી મંદિર છે, જેને ટૂંકમાં રામનાથસ્વામી મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર લગભગ 1000 ફૂટ લાંબુ અને 650 ફૂટ પહોળું છે. તેનો પ્રવેશદ્વાર 40 મીટર ઊંચો છે. મંદિરની દિવાલો અને કોરિડોર દ્રવિડ શૈલીના સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. મંદિર બનાવવા માટે શ્રીલંકાથી બોટ દ્વારા પથ્થરો લાવવામાં આવ્યા હતા. 12મી સદીમાં બંધાયેલા આ મંદિરમાં અનેક વખત સુધારાવધારા કરવામાં આવ્યા. અંદાજે 50 હજારની વસતિ ધરાવતા રામેશ્વરમ ગામ માટે જીવનનિર્વાહનો મુખ્ય સ્ત્રોત રામનાથસ્વામી મંદિર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rameshwaram Jyotirling Shravan Special Dharm

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ