બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / dharm News Shanivar upay from get rid of Shanidosh and shani dhaiyya

ધર્મ / શનિવારના દિવસે કરો આ પાંચ ઉપાય, શનિદોષ અને શનિઢૈય્યાથી મળશે મુક્તિ

Manisha Jogi

Last Updated: 07:36 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી, શનિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અપનાવો આ પાંચ વિશેષ ઉપાય.

  • શનિવારના દિવસે કરો શનિદેવની પૂજા.
  • શનિવારના દિવસે કરો આ પાંચ ઉપાય.
  • શનિદોષ તથા શનિઢૈય્યાથી મળશે મુક્તિ.

Shanivar Upay: હિંદુ ધર્મની માન્યતા અનુસાર તમામ દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે, તે જ પ્રકારે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. માનવામાં આવે છે કે, આ દિવસે વિધિ વિધાન સાથ શનિદેવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી, શનિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શનિદેવની કૃપા પ્રાપ્ત થાય તે માટે શનિવારે કયા ઉપાય કરવા જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

  • પીપળાના ઝાડની પૂજા- શનિવારે વ્રત કરવાથી તેનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે પીપળાની વિશેષ પૂજા કરવામાં આવે છે. સાંજે પીપળાના ઝાડને જળ અર્પણ કરીને તલના તેલનો દીવો કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 
  • કાગડાને રોટલી ખવડાવો- શનિવારે કાગડાને રોટલી ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ કારણોસર આ દિવસે કાગડાને જરૂરથી ભોજન કરાવવું જોઈએ. 
  • કાળા શ્વાનને ભોજન કરાવો- કાળા શ્વાનને શનિદેવનું વાહન કહેવામાં આવે છે. આ કારણોસર શનિવારે કાળા શ્વાનને રોટલી અથવા બિસ્કીટ ખવડાવવું જોઈએ. આ પ્રકારે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદોષથી મુક્તિ મળે છે.
  • શનિ રક્ષા સ્તોત્રના પાઠ કરો- શનિવારે શનિ રક્ષા સ્તોત્રના પાઠ કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. આ કારણોસર આ દિવસે શનિ રક્ષા સ્તોત્રના પાઠ કરવાથી શનિદેવની સાઢેસાતી, શનિઢૈય્યા અને શનિદોષથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરો. આ પ્રકારે કરવાથી શનિદેવ તમામ દુ:ખ દૂર કરે છે. 
  • દાન કરો- શનિવારે ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ દાન કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ગરીબ વ્યક્તિને કાળી છત્રી, ધાબળો, અડદની દાળ, શનિચાલી, કાળા તલ, ચપ્પલનું દાન કરો. આ વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. શનિવારના દિવસે દાનનો વિશેષ મહિમાં રહેલો છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ